________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭] કહી છે, તેનો અર્થ એમ નથી કે આત્મા મન, વાણી, દેહાદિની ક્રિયા કરી શકે છે અને પરવસ્તુનો ત્યાગ કરી શકે છે, પણ અરૂપી ચિદ્દન એવો આત્મા હું અરાગી છું, પવિત્ર છું, એ લક્ષે ક્રોધ, માન આદિ કષાયની મંદતા કરે છે એટલે ત્યાગ-વૈરાગ્યની ભાવના વધે છે. તેથી પ્રથમ જ આ પાત્રતા હોય તો તે આત્મજ્ઞાનપ્રાતિનું નિમિત્તકારણ છે, છતાં આત્મજ્ઞાનદશા પ્રાપ્ત કરે તો તે કારણ વ્યવહારથી થયું કહેવાય. લોકોને અઘરું લાગે પણ બીજું શું થાય? બીજો ઉપાય ત્રણ કાળમાં નથી. એ જાતની વિધિ વિના, ન્યાય સમજ્યા વિના ભવભ્રમણની અશાંતિ અને દુઃખનો અંત નથી. સોંઘામાં સંતોષ મનાયો છે તે ઊંધી માન્યતાનો ત્યાગ કરવો પડશે. બાહ્યત્યાગ દેખાય તે ધર્મનું લક્ષણ નથી. ૬.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ૭. સ્ત્રી, પુત્રાદિ, કુટુંબ, પૈસા, વ્યવહાર આદિનો ત્યાગ તે ત્યાગ નથી. એનો ત્યાગ થવો ઉદયાધીન છે, આત્માને આધીન નથી. બાહ્ય ત્યાગ, વૈરાગ્ય આદિ પૂર્વે ઘણીવાર બની ગયા છતાં આત્મધર્મ કેમ ન થયો તે વિચારવું. અત્રે કોઈ પૂછે કે શું અમારે વ્યવહારધર્મ ન કરવો? તેનો ઉત્તર એમ છે કે પ્રથમ જ સાચી સમજ કરવી. અરાગી, પવિત્ર આત્માના લક્ષે રાગ-દ્વેષ-કષાયનો ત્યાગ થાય છે. દેહાદિ ક્રિયાના મમત્વનો, કર્તુત્વપણાનો ત્યાગ કરવો તેમાં જે શુભભાવ થાય તે વ્યવહારથી સારી ભૂમિકા કહેવાય, પણ તેમાં જ સંતોષ માની અટકી જાય અને બોધિબીજ (સમ્યકત્વ) ની પ્રાપ્તિનો ઉપાય ન રાખે તો આત્માર્થનું લક્ષ ચૂકી જાય છે અને તેના શુભ પરિણામ, મંદકષાયરૂપ સાધન નાહક ભારરૂપ થાય છે.
ત્યાગ એટલે મલિન ચિત્તનો ત્યાગ. આત્મા નિર્મળ જ્ઞાનમાત્ર સાક્ષીરૂપ છે અને રાગ, દ્રષ, ઇચ્છા આદિ આત્મસ્વભાવમાં નથી, આત્મા દેહાદિની ક્રિયાને કરી શકતો નથી, જડ પરમાણુને તથા શુભ-અશુભ કર્મની અવસ્થાને પકડી શકતો નથી પણ પોતાના અજ્ઞાનભાવને પકડે છે. કોઈ પરવસ્તુનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં નથી. ભૂલ કરવી એ આત્માનો સ્વભાવ નથી, ભૂલ કરવાનો ધર્મ નથી; એમ અવસ્થાની ભૂલને યથાર્થ જાણે અને અભૂલભાવે ભૂલને ટાળે તો ફરી ભૂલ થવા ન દે.
આત્મા અનાદિ-અનંત, પવિત્ર, અરાગી તત્ત્વ છે, તેને ઓળખવાનો અભ્યાસ, સ્વચ્છેદ એટલે દર્શનમોહ ટાળવા માટે કરવો જોઈએ; સ્વચ્છેદ ટળે પ્રતિબંધ ટળે છે.
ધર્મના ચાર વાર કહ્યાં છે; ક્ષમા, નિર્લોભતા, સરળતા, નિર્માનતા, એ આદિ નીતિ દ્વારા પાત્રતા પ્રગટે છે, દ્વાર વિના ઓરડામાં પ્રવેશ થાય નહિ તેમ આ ક્ષમા આદિ નીતિ વિના વ્યવહારધર્મમાંય પ્રવેશ થાય નહિ. ઉત્તમક્ષમા એ પરમાર્થ સ્વરૂપ આત્માનો સહજ સ્વભાવ છે; માટે સમભાવનો અભ્યાસ કરવો, આત્માના લક્ષ વાંચન-મનન થવું જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com