________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વિવેકના વિચારો આવતા નથી. પારકા દોષ નહિ જોતાં પોતાનાં અંતરંગ પરિણામોને મધ્યસ્થપણે, ક્ષણેક્ષણે જોવાં જોઈએ. પોતાનાં વિચારો અને વર્તન પૂર્વે કેવાં હતાં, વર્તમાન કેવાં છે અને હવે પછી કેવો રહેશે તે સમજવાની તથા નિર્ણય કરવાની જેને કાળજી નથી તે સદાચાર કેમ પાળી શકશે? તે અધ્યાત્મશાસ્ત્રનો બોધ કેમ પચાવી શકશે? કહ્યું છે કે – “પાત્ર વિના વસ્તુ ન રહે ' માટે પ્રથમ પાત્રતા જોઈએ પણ પછી એટલેથી જ અટકી અને શુભ પરિણામમાં સંતોષાઈ જનારા પરંપરાએ અધોગતિમાં જાય છે.
કોઈ પૂજા-સત્કાર, લોભ આદિમાં આત્માર્થ ચૂકી જાય છે, વળી કોઈ માને કે પુણ્ય કર્યા હોય તો સારાં સાધન મળે અને પછી નિરાંતે ધર્મ થાય. પણ આત્માનું સાધન સદાય આત્મામાં જ હોય છે. આત્મા શુદ્ધ પવિત્ર જ્ઞાનમાત્ર છે, તેની સાચી શ્રદ્ધા વિના બાહ્ય સાધનમાં રુચિ રહે છે. પુણ્યાદિ બાહ્ય જડ સાધનની રુચિમાંથી તો જડ ફાટશે અને આત્માર્થ અવરાઈ જશે. જેમાં પોતાના ગુણની ગંધ નથી તેના વડે મને ગુણ થશે, હિત થશે એમ માનનારા ચૈતન્યસ્વરૂપમાં કાંઈ માલ નથી એમ સમજે છે; તે ઊંધી માન્યતાના કારણે તેને સૌ સાધન બંધનનાં નિમિત્ત થાય છે. બાહ્ય સાધનમાં શાંતિ નથી, ધર્મ નથી. જે ધર્માત્મા છે તેને કદી પૂર્વ પ્રારબ્ધવશે નરકમાંભયંકર દુઃખમય (અતિ સગવડતાવાળા) ક્ષેત્રમાં જવું પડ્યું હોય તોપણ ત્યાં તેને દુઃખ લાગતું નથી; ઉલટું તે ધર્માત્મા આત્માનંદ શાંતિમાં રહે છે. વર્તમાનકાળે શ્રેણિક મહારાજ પહેલી નરકમાં છે. એક ભવ પૂરો કરી ભગવાન તીર્થકર થવાના છે, ત્યાં તેમને ઘણી અગવડતાના સંયોગ વર્તે છે, છતાં ઉદયકર્માનુસાર દુઃખોને ભોગવતા નથી. પોતે જ્ઞાનાનંદ અરૂપી આત્મિક સહજ આનંદમાં અંશે સ્થિર છે, શ્રદ્ધામાં તો જ્ઞાતા સાક્ષી માત્ર છે; તેમાં કદીપણ અગ્નિરૂપ અતિ ઉષ્ણ પુદ્ગલ તથા અશાતાવેદનીયનો યોગ પેસી શકે તેમ નથી. બહારથી ગમે તેવા પ્રતિકૂળ ભયાવહ સંયોગ દેખાય છતાં તેની અસર લેવી કે ન લેવી તે પોતાને આધીન છે. આ નિમિત્ત મને ઇષ્ટ છે કે અનિષ્ટ છે એ માનવું અજ્ઞાનભાવ છે. પ્રારબ્ધવશે અલ્પ અસ્થિરતા થઈ જાય, તીવ્ર અશાતાનો ઉદય દેખાય તેમાં ચૈતન્યગુણને હાનિ નથી, પણ તેમાં મારાપણું સ્થાપે, રાગી-દ્વેષી થાય તો બંધનું નિમિત્ત બને છે.
અંતરંગ પરિણામ ઉપર બંધ અને મોક્ષનો આધાર છે. બાહ્ય નિમિત્ત કાંઈ કરાવતું નથી; આ લક્ષ રાખીને આત્મસ્વરૂપને સમજવાની તૈયારી કરવી. પ્રથમ તો અપૂર્વ જિજ્ઞાસાથી અભ્યાસ, અંતરંગ વૈરાગ્ય, રાગાદિ કષાયનો ઘટાડો, સ્વચ્છેદનો ત્યાગ, પોતાની હીણપનું દેખવું તથા ગુણીના અધિક ગુણો પ્રત્યે પ્રમોદ, સંસારવાસનાનો ત્યાગ, દેહાદિની આસક્તિનો ઘટાડો અને પૂર્ણ પવિત્રતાના લક્ષે સંયમભાવ વડે અશુભાચારનો ત્યાગ કરવો તથા મતાર્થ આદિ પક્ષપાત રહિત સરલ બુદ્ધિવડે પરમાર્થમાર્ગમાં જોડાવું જોઈએ. હિત-અહિત શું તેનો વિવેક જોઈએ.
ઉપર કહેલા ગુણો તો આત્મજ્ઞાન પામ્યા પહેલાં જોઈએ. ત્યાગ-વૈરાગ્યને અંતરંગક્રિયા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com