________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬] વિચાર કરે તથા સત્સમાગમની રુચિ કરે, સત્સમાગમ મેળવે અને સશાસ્ત્ર વડે અભ્યાસ કરે તો બધુંય સમજાય તેમ છે. પણ વર્તમાન લોકોને સંસારના કામ માટે વખત મળે, તેમાં ઘણું ડહાપણ દેખાડે પણ જ્યાં આત્મા સંબંધી, સ્વહિત સંબંધી સમજવાનું આવે ત્યાં બુદ્ધિ કામ કરતી નથી, તેનું કારણ પોતાને હજી સાચી રુચિ નથી. જે ધર્મના નામે કુળધર્મથી દેખાદેખીથી ક્રિયાઓ કરે છે તે શુભભાવ કરે છે કે કેમ તે સમજવા જેવું હોય છે. ઉપવાસ તથા વરસીતપ કરનારને ખાવા-પીવાની લોલુપતાના થનગનાટ પણ ભારે વિચિત્ર હોય છે. આયંબિલ, તપ, ઉપવાસ, ચઉવ્વિહાર-પચ્ચખાણ, પ્રતિક્રમણ-આદિનું નકલી નાટક કરનારને ધર્મ તો દૂર રહ્યો પણ મંદકષાયનું ભાન હોતું નથી તેના અંતરંગમાં તીવ્ર કષાયનાં આચરણ, ખાવા-પીવાની લોલુપતા, પોતાને વિષે મોટાઈ, દંભ એ આદિ વિચિત્ર પ્રકાર જોતાં સાંભળતાં વિવેકી ધર્માત્માને દયા આવે તેવું છે. સંસારનું જરા માન મળતું હોય, સંસારમાં લાભ દેખાતો હોય તો દેવ-ગુરુ-ધર્મનો અનાદર કરે છે. જેને પરવસ્તુમાં સુખબુદ્ધિ છે, સંસાર ઠીક રાખવાની ઇચ્છા છે અને માનાદિ કષાય પોષવાની કામના છે તેને આત્માની રુચિ હોય નહિ.
આત્મામાં અનંત સંતોષ, શાંતિ છે તેનું ભાન નહિ હોવાથી પરવસ્તુની ઇચ્છા, અસંતોષ અને અશાંતિ વર્તે છે, આત્મા નિત્ય છે તેથી તેની ઊંઘી દશામાં સંસાર-વાસનાનો અગ્નિ નિત્ય બળે છે, માટે પવિત્ર ચૈતન્ય ભગવાન પોતે કયાં બેઠો છે? શું સ્વભાવે છે? હું સ્વભાવમાં છું કે પરભાવમાં છું? તેને વિવેકથી ન્યાયથી સમજો. સાચું સમજવાની રુચિ કોને છે?
પ્રશ્ન :- આત્મજ્ઞાન થયા પછી સંસારમાં શું કરવા રહે?
ઉત્તર :- સંસારમાં રહેવાના ભાવ નથી, પણ પૂર્વ પ્રારબ્ધ વશ, અને વર્તમાન પુરુષાર્થની નબળાઈથી રાગમાં જોડાય છે, તે ચારિત્રગુણની કચાશ છે એટલે પોતાના પુરુષાર્થની નબળાઈ હોય ત્યાં સુધી અલ્પકાળ અસ્થિરતા થાય પણ તે સંબંધી કર્તુત્વબુદ્ધિ-મમત્વભાવ નથી. કારણકે પોતે ત્રિકાળ જ્ઞાયકદેષ્ટિ–પવિત્ર દૃષ્ટિના ભાનમાં દોષરૂપ મળ–મેલના ઉદયને ટકવા દે નહિ. જે શુભ-અશુભ વૃત્તિ ઊઠે તેને તરત જ્ઞાનબળના વિવેકવડે ટાળે. જેની પવિત્રદશા અને નિર્દોષદૃષ્ટિ છે તે વીતરાગદેષ્ટિ છે તેને સંસારભાવ નથી, માત્ર વીતરાગ સ્વભાવની પવિત્ર ભાવના ભાવે છે.
એ પવિત્ર દૃષ્ટિવાળા ધર્માત્માની અંતરંગ પવિત્ર દશા કેવી હશે? મોક્ષની પાત્રતા કેવી હશે? તેવો વિચાર કરનાર કોઈ વિરલ પુરુષ હોય.
ઘણા લોકોમાં એટલી અપાત્રતા ભરી છે કે પોતાની અનંત સુપાત્રતાનો વિચાર પણ આવતો નથી. આત્મા પવિત્ર છે એવી રુચિ-પ્રતીત થવી પણ દુર્લભ છે. છતાં સંસારની રુચિની ગુલાંટ મારી સ્વતત્ત્વની રુચિ કરે તો સમજવું કઠણ નથી. પ્રથમ મુમુક્ષુપણું જોઈએ. તેને બદલે સહેજ પણ પ્રતિકૂળતા દેખાય તો તેમાં ઘણી આકુળતા કરે છે. દેહની સગવડમાં જરા ખામી આવે તો મૂંઝાઈ જાય છે, ખેદ કરે છે, પણ તેને શાંતિ, ક્ષમા, સદાચાર, સમભાવ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com