________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુણ્યની ઇચ્છા કરતો નથી, સર્વથી નિર્મમત્વી છે, એવા મુમુક્ષુ ધર્માત્મા જ્ઞાની (ગૃહસ્થ હોય અથવા મુનિ હોય) સાધકદશામાં હોય ત્યાં સુધી તેને અલ્પ અસ્થિરતા ચારિત્ર મોહવશ દેખાય છે. જે કંઈ મનના સંબંધથી વિકલ્પની વૃત્તિ ઊઠે તેનો તેને આદર નથી, વળી તેને સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય, ઉદાસીનતા વર્તે છે. “હું અનંત શાંતિમય જ્ઞાયક છું.” એવી માન્યતા પૂર્વક પોતાના નિર્દોષ (સહજ) આનંદની મોજ (સ્વસ્વરૂપદમણતા) નિરંતર અનુભવતો હોય છે તેથી તેને વિકારી પ્રલોભનની નિમિત્ત ઇન્દ્રાણીઓ, રૂપસુંદરીઓ લલચાવે તો પણ તેને અંતરમાં ત્રિકાળ ક્ષોભ ન થાય એવો સહજ આનંદનો સંતોષ તેને પોતામાં હોય છે. બહારથી સંસારી વેશમાં ગૃહસ્થપણે રહેવું પડતું હોય છતાં સાંસારિક પ્રસંગોને ઝેર જેવા માને છે. ગૂમડાં થયાં હોય તેની દવા ન છૂટકે કરે તેમ આહારપાન, ગૃહવાસ વગેરે પ્રસંગોમાં તે ઉદાસીનતાથી વર્તે છે.
આગળ જે શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ કહ્યા તેમને સ્વચ્છંદતા ઘણી છે. મંદ કષાય-શુભભાવ કોને કહેવાય તેનું પણ ભાન નથી અને માને કે અમે શુભમાં પ્રવર્તીએ છીએ, મુમુક્ષુ છીએ; તો જ્ઞાની કહે છે કે તેવું માનવું મિથ્યા છે.
જેને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ છે તેને મુમુક્ષુ ન કહીએ. બાહ્યથી કદી પુણ્યાદિ ભોગ-સામગ્રીનો યોગ ન દેખાય તેથી હું તેને અનાસક્ત-નિઃસ્પૃહ માને તો તે મિથ્યા છે. તેને અંતરંગમાં સંસાર સંબંધી આદર પડ્યો છે, પાંચ ઇન્દ્રિયના વિષયોની વાસના અવ્યક્તપણે છે, તેનું તેને ભાન નથી. જ્યાં સુધી સંસારના કોઈ પદાર્થની ઇચ્છા છે ત્યાંસુધી તેને ત્રણ કાળના પદાર્થની ગુસપણે ઇચ્છા છે. મલિન વાસનારૂપ મોહ શું નથી કરતો? જ્યાં કામવાસનાનો અગ્નિ બળે છે, ત્યાં કાષ્ટરૂપ પુણ્યનાં નિમિત્તો મળતાં તે અધિક ભભૂકી ઊઠશે; માટે મુમુક્ષુપણું કોને કહેવું તે સમજવું જોઈએ.
કોઈ કહે અથવા માને કે અમે મમતા રહિત છીએ, સંસારથી અનાસક્ત છીએ, નિષ્કામપણે દયા, સેવા આદિ પરોપકાર કરીએ છીએ, પરોપકાર વડે અમારું કલ્યાણ થશે, તો તેમની તે વાત પરમાર્થે જૂઠી છે. “આત્મા શું? તેનું લક્ષ થયા વિના, સાચી પ્રતીતિ થયા વિના તે જીવો નકામા અહંકાર, મમકાર કરે છે. પોતાને જે વિષય સંબંધી રાગ છે તે રાગની રુચિને તેઓ પોષે છે. તે રાગને ધર્મ માને છે હું કોણ છું? શું માનું છું? શું કરું છું? તેનો વિચાર તથા નિર્ણય કરવાની ધીરજ તથા ગરજ કોને છે? કોઈ જિજ્ઞાસુ જીવ પૂર્વાગ્રહ છોડીને તત્ત્વ પામવાની સાચી જિજ્ઞાસાથી આગળ વધે, અંતરંગમાં પોતાના ત્રિકાળી સ્વભાવનો વિચાર કરે, મારામાં આ બધું શું થઈ રહ્યું છે, શું દેખાય છે, આ નિરૂપાધિક સ્વભાવ, શુભ અને અશુભ દશા તે શું છે તેનો વિચાર કરે, અંતરંગ પરિણામનો મધ્યસ્થપણે વિચાર કરે, ન્યાયથી વિવેક કરે કે ગયા કાળે મારી અંતરંગ ભાવના કેવી હતી, વર્તમાનમાં કેમ છે, હવે પછી કેવી હશે અને તે નિરૂપાધિક માનવી કે ઉપાધિવાળી એ સંબંધી ઊંડો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com