________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬]
[ ૨૫ શ્રીમદ્ રાજચંદ્ર ઉત્તમ વચનો કહ્યાં છે; સમજણમાં ઉતારવાની ગરજ કોને છે? શુક્લ અંત:કરણ વિના જ્ઞાનીનાં વચન હૃદયમાં કેમ ઊતરશે?
સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા અને જ્ઞાની પ્રત્યે બહુમાન જોઈએ. આત્મા નિર્મળ-રાગ રહિત છે તેનો પ્રેમ એટલે સંસારનો પ્રેમ નહિ. દેહાદિની મમતાનો અભાવ કરવા દેહાધ્યાસ ટાળવાનો ખાસ પ્રયત્ન જોઈએ. સંસારના વિષયભોગની અનિચ્છા, ઉદાસીનતા, અંતરવૈરાગ્ય પ્રથમ જોઈએ. જે આત્મામાં સમભાવ નથી તે જરાપણ જતું કરી શકે નહિ. અગવડતા સહી ન જાય અને પોતાને જ્ઞાની માને છે તો આત્માનો સ્વભાવ પવિત્ર જ્ઞાતાદેષ્ટા છે એવી તારી શ્રદ્ધા જૂઠી છે. સાચી શ્રદ્ધા વિના સ્વચ્છેદ અને અનાચાર જ પોષાય છે. આ પ્રકારે જગતના જીવોને સ્વચ્છંદનું પોષણ ખૂબ મળ્યું છે તેથી પરદ્રવ્યથી અને પરભાવથી જુદો, મમતા અને રાગરહિત તથા પવિત્ર સુખમય જ્ઞાનઘન આત્મા છે તેમાં રહેવું ગમતું નથી, કારણ કે પોતાને પરવસ્તુમાં સુખબુદ્ધિ છે તેથી પોતાનો આત્મા જ પોતાને ગોઠતો (ચતો) નથી. બાહ્ય વિષયોમાં, પરાધીનતામાં, ઉપાધિમાં ફાંફા મારે છે, તેમાંથી સંતોષ ઇચ્છે છે; વળી મનમાં ધારી રાખે કે આત્મા શુદ્ધ છે, આત્માને કાંઈ નથી. જે છે તે દેહને છે. પણ હે ભાઈ ! દેહને જરા અગવડતા જણાય, અપમાન થાય, અણગોઠતું થાય તેમાં તારો આત્મા તીવ્ર કષાયમાં જોડાઈને કકળી ઊઠે છે તે શું કહેવાય? રાગ-દ્વેષવાળી લાગણીમાં આખો આત્મા વેચાઈ જાય તેનું ભાન નથી; આત્મા પરથી જુદો, અવિનાશી, અરાગી છે એ ન્યાય તને કેમ બેસશે? સંસારની ઉદાસીનતા તથા વૈરાગ્ય વિના દેહાદિની મમતા કેમ ઘટે? આવી રીતે શુષ્કજ્ઞાની, ક્રિયાજડ અને લૌકિક નીતિના પાલક-ત્રણે આત્માના નામે ઉન્માર્ગે છે, અને તેથી તેઓ આંધળી દોડ દોડે છે.
પુણ્ય, પાપ, દેહાદિની ક્રિયારહિત પવિત્ર આનંદમય છું, જ્ઞાતા-દેષ્ટા છું' એવી સાચી શ્રદ્ધા અને અનુભૂતિ તથા અંતરંગ સ્વાધીન સુખનું વેદના થવા માટે પ્રથમ તત્ત્વવિચાર વડે વિષય-કષાયની રુચિનો ત્યાગ કરવો જોઈએ. અને સાચી જિજ્ઞાસાથી તત્ત્વનો અભ્યાસ સત્સમાગમ દ્વારા કરવો જોઈએ. ઘણા જીવો બાહ્ય ક્રિયારૂપ ચારિત્ર અને લૌકિક નીતિ પાળનારા હોય છે, શુભ પરિણામરૂપ સમભાવ રાખતા હોય છે, તેમાં કદી અધ્યાત્મશાસ્ત્રો વાંચવા મળે એટલે બસ! અમને જ્ઞાન-સમજણ છે એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે છે, તેઓ પણ પરમાર્થ રહિત છે. આત્મજ્ઞાન થયા પછી તો નીતિ, શીલ આદિ ગુણો સહજપણે વધતા જાય છે. આત્મજ્ઞાન થયા પહેલાં બાહ્ય ચારિત્ર આદિ ગુણો હોય તો આત્મજ્ઞાન થયા પછી તે ગુણો સદ્ગુણપણે દેઢ થવા જોઈએ. તેથી જ્ઞાની પુરુષ સ્વચ્છંદી જીવોને કહે છે કે તમે આત્મજ્ઞાન પામ્યા હો એમ માનો છો અને અશુભ આચારને ઉદય-ઉદય કહો છો, પણ તમારા અંતરમાં ક્રોધ, માન, કામના વગેરેની અગ્નિ બળે છે. ત્યારે તું આત્મજ્ઞાની શાનો? તું ત્રણ કાળના ભોગનો ઇચ્છુક છો, પાંચ ઇન્દ્રિયના વિષયો અને સુંદર રૂપવતી સ્ત્રી દેખીને તારી દૃષ્ટિ મોહમાં પડી જાય છે, પાંચ ઇન્દ્રિયના ભોગનાં નિમિત્તો દેખીને અંતરમાં ગલગલિયાં થાય છે, મીઠાશ વેદાય છે ત્યાં આત્મજ્ઞાન કયાંથી હોય? ન જ હોય. જે ત્રણે કાળના ભોગની તથા સ્વર્ગના ઇન્દ્રાદિનાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com