________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૩
કરનારા પણ હતા અને કહેતા કે અમે માનીએ છીએ તેનાથી નવું કહેનાર આ કોણ જાગ્યો ? મહાવીર ભગવાને ચારિત્ર-ક્રિયા સ્થાપી છે તેને ધર્મ માનવાની ના કેમ પાડે છે? પણ સત્ય શું છે? તેને ન્યાયથી મધ્યસ્થપણે વિચા૨વાની ધીરજ રાખે ત્યારે સમજાય કે ભગવાન કોણ હતા અને કઈ ક્રિયા કરતા હતા.
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬]
આ અપૂર્વ તત્ત્વનો વિચાર કરવા માટે પ્રથમ પાત્રતા જોઈએ, તેના જ મૂળમાં (શરૂઆતમાં ) વાંધા છે.
જ્યાં સુધી આત્મજ્ઞાન પામ્યો નથી ત્યાં સુધી મોહી જીવ અનંતજ્ઞાનીની આશાતના કરે છે, નિશ્ચયથી તો તે પોતાના આત્માની અનંતી આશાતના છે.
જ્ઞાનીની નિંદા કરે, જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરે તે જીવ મહામોહનીય કર્મ બાંધે. કોઈ અજાણતાં ભૂલ કરે તોપણ અજ્ઞાન એ બચાવ નથી.
સાચું હિત કોણ સમજાવે ? અજ્ઞાન, મોહરૂપ અંધકાર નાશ કરવાની વાત, મોક્ષમાર્ગની વાત કોણ સંભળાવે ? સત્ય મોક્ષમાર્ગના ઉપદેશક હોય તે જ સાચા હિતની વાત કરે. માતાની મશ્કરી કરાય નહિ, તેમ સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટાનો અનાદર કરાય નહિ. લોકો આત્મધર્મના નામે ક્રિયાકાંડમાં દંભ, મિથ્યા આગ્રહ અને અજ્ઞાન-કષ્ટ કરી રહ્યા છે, તેનું વર્ણન કરતાં પા૨ આવે તેવું નથી. ત્રણ કાળે જ્ઞાની પોકા૨ ક૨ી ગયા છે કે “ જ્ઞાનક્રિયા જ મોક્ષમાર્ગ છે.” આત્મામાં મોક્ષ છે અને મોક્ષનું સાધન આત્મામાં છે; વચ્ચે ઉદયવશાત્ બાહ્ય ક્રિયા જણાય, એવા યોગાનુયોગ દૈહિક ક્રિયાનું નિમિત્ત દેખીને લોકો ભ્રમમાં પડયા છે કે આ ક્રિયાથી ધર્મ થાય છે. આવા મિથ્યાગ્રહમાં બંધાણા, સંપ્રદાયના પક્ષ-ગચ્છમતના આગ્રહ વધ્યા અને ધર્મને નામે ધર્મનાં અજીર્ણ થયાં. અજીર્ણ સંબંધી એક ચૌભંગી કહી છેઃ
૧. જ્ઞાનનું અજીર્ણ=ગર્વ, તિ૨સ્કા૨, બીજાનો અનાદર કરવો તે.
૨.
આહા૨નું અજીર્ણ=પેટમાં દુ:ખવું તે.
૩.
તપસ્યાનું અજીર્ણ=ક્રોધનું ભભૂકવું, કલુષતા.
૪.
ક્રિયાનું અજીર્ણ=પોતે માનેલી ક્રિયા બીજા ન કરે તો તેની નિંદા કરે; હું કાંઈ કરું છું, બીજાથી હું કાંઈક ઠીક છું અને જેને બહા૨ની ક્રિયા દેખાતી નથી તેને પોતાનાથી હલકા માને. એ પ્રકારે પોતાને મહાન્ માને અને બીજાને તુચ્છ માને છે.
આવા અજ્ઞાનભાવથી આત્માને બચાવો એમ અનંતજ્ઞાની નિસ્પૃહ કરુણાથી પોકાર કરી જગતને કહી ગયા છે તેમના અમૂલ્ય વચનોને કોણ દાદ આપશે ? પરીક્ષકશક્તિ વિના, પોતાની પાત્રતા વિના યથાર્થ સમજણ ક્યાંથી થાય ? માટે યથાર્થ સમજો.
કહેવાનો આશય એ છે કે અંતરંગમાં ક્રોધ, માન, માયા, લોભનો ઘટાડો તથા ત્યાગ-વૈરાગ્ય, વાસનાનો ઘટાડો વગેરે શુભ પરિણામ હોવા છતાં આત્મજ્ઞાન વિના તે વૃથા છે. ભારરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com