________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨]
[ ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મોહી મિથ્યા સંતોષમાં મનને રાજી રાખીને પુણ્યાદિ ક્રિયાથી ધર્મ માની રહ્યો છે, પણ આત્મામાં ભય, શંકા, અશાંતિ વર્તે છે. જ્યારે મરણનાં ટાણાં આવશે ત્યારે શંકા, ભય અને આર્ત-રૌદ્ર ધ્યાન કરશે, પસ્તાવો કરશે કે ભવ હારી ગયો, હવે ઉતારા કયાં કરશું? મરીને કયાં જશું? કાલે શું થશે? એમ સાત ભય અને આઠ મદથી ઘેરાયેલો મારું શું થશે તેની મૂંઝવણમાં ભાવ-મરણ કરે છે.
આયુષ્યના છેડે પણ કોઈ જીવ ભૂલને સમજે, સત્નો આદર કરે, સાચું પ્રાયશ્ચિત કરે અને સમજણની રુચિ કરે તો ઇષ્ટ છે; મેં આજ લગી જે માન્યું તેનાથી જુદો આત્માનો ધર્મ છે, અપૂર્વ છે-એમ વિચાર કરે અને મતાગ્રહ, પૂર્વાગ્રહ છોડે તોપણ ઉત્તમ છે, હિતનું કારણ છે.
અનાદિ કાળથી મોહી જીવો ધર્મના નામે પોતાનું અહિત કરી રહ્યા છે. જેને અધર્મમાં ધર્મબુદ્ધિ છે તેને સર્વજ્ઞ વીતરાગી ભગવંતોએ નિસ્પૃહ કરુણાથી સઉપદેશ આપ્યો છે. તે જાણીને જ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે જે લશે, જે ભાવે રાગ, દ્વેષ, મમતા ટળે એવી જ્ઞાનક્રિયાને પ્રથમ અંતર ત્યાગ-વૈરાગ્ય વડે અવગાહો; પણ ત્યાગ-વૈરાગ્ય માત્રથી આત્મજ્ઞાન નથી, કેવળ ત્યાગવૈરાગ્યમાં અટકો નહિ.
અષાયી સ્વરૂપને અકષાયી દૃષ્ટિ વડે સમજો, સમજવા માટે આગળ વધો, યથાર્થ પાત્રતા મેળવો.
આત્મા શુદ્ધ છે, અવિકારી છે-એ લક્ષ, જ્ઞાનવીર્ય (પુરુષાર્થ) ફોરવવાથી રાગ, દ્વેષ, મોહ ટળી જાય છે.
હું જ્ઞાયક છું, જ્ઞાનમાત્ર છું, શુદ્ધ છું એ નિશ્ચય; અને અંશે અંશે આત્મસ્થિરતા તે તેનો વ્યવહાર-એ જ્ઞાનની ક્રિયાનો પુરુષાર્થ છે. માટે દેહ તથા પુણ્યાદિની ક્રિયાના મમત્વનો ત્યાગ કરી, શુદ્ધ આત્માને શુદ્ધ પરિણતિ વડે ગ્રહણ કરો એમ જે અનંત જ્ઞાની ભગવંતો નિઃસ્પૃહ કરુણાથી કહી ગયા છે તેની ના ન પાડશો, સત્નો અનાદર ન કરશો.
સત પુરુષોએ કહેલાં ભાવવચનો સમજો. મિથ્યા અભિપ્રાયનો ત્યાગ કરી સમજો. મન, વાણી, દેહ, પુણ્ય, પાપ, રાગ, દ્વેષથી ભિન્ન અતીન્દ્રિય આત્માને ભૂલીને લોકો બાહ્યક્રિયાથી કે શુભ પરિણામ-પુણ્યપરિણામથી ધર્મ માને છે, પણ તેમાં ખરેખર આત્માનો ધર્મ નથી. તીવ્ર કષાય હોય તો શુભભાવ પણ નથી.
જ્ઞાની પુરુષ એમ કહે છે કે શુભભાવની ક્રિયા મોક્ષમાર્ગ નથી તો પછી અશુભ ભાવે માનાદિ કષાયને પોષણ આપનારાઓ મોક્ષમાર્ગ સમીપ કયાંથી હોય?
જીવો માને છે કે અમે ધર્મ કરીએ છીએ, પણ માનાદિકષાય, રાગ, દ્વેષ વગેરે અનેક પ્રકારે અનાચાર સેવે છે અને પોતાની જાતને ઠગે છે. કષાય ઘટાડ્યા વિના પુણ્ય નથી પણ પાપ છે. દેહની ક્રિયાથી પુણ્ય નથી, શુભ પરિણામ પણ નથી, તો પછી આત્મધર્મ ક્યાંથી હોય? ન જ હેય.
જ્ઞાનીનો વિરોધ કરનારા જીવો દરેક કાળે હોય છે. બાહ્યદૃષ્ટિ જીવો સોંઘામાં ધર્મ બતાવી દે છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા પવિત્ર આત્મા આ લોકમાં હતા ત્યારે તેમની નીંદા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com