________________
[૨૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬] તપ કરી કરી પૂંજણી ઘસી નાખી, કેટલાંય પથરણાં ફાડી નાખ્યાં છતાં “હું કોણ! હું શું કરી શકું અને શું ન કરી શકું?” તેનું ભાન નથી અને બે-ચાર ઘડી કાયાને એક સ્થાને રોકી રાખે તેને સામાયિક માને, સંવર-નિર્જરા માને, તે જોગ (યોગ) ની ક્રિયાથી આત્મધર્મ તો દૂર રહ્યો પણ પુણ્યપરિણામેય નથી. હા, શુભ રાગ હોય તો પુણ્ય બંધાય છે પણ તે આત્મજ્ઞાનપ્રાપ્તિનો હેતુ નથી.
જેને પરની ક્રિયાનું મમત્વ વર્તે છે, મારું કર્યું પરમાં થાય છે એમ જે માને છે અને માનાદિ કષાયમાં વર્તે છે તેને મુમુક્ષુની નીચલી ભૂમિકા પણ નથી. સાચા અભિપ્રાય (આત્મજ્ઞાન) વિના અનંત કાળથી સંસારમાં રખડવું થયું. ત્યાગ વૈરાગ્ય મનમાં ધારી રાખ્યો, માન-અપમાન પ્રત્યે બાહ્ય સમભાવ પણ ઘણો રાખ્યો, કષાય ન કરવાનો ભાવ પણ મનથી રાખ્યો તેથી પુણ્યપરિણામ થયો પણ ભવમુક્તિ થઈ નહિ; કેમકે શુભ કર્તવ્ય મારું છે એમ માન્યું, તેથી પરભાવનો કર્તા થઈ તેમાં રોકાણો-અટક્યો. પ્રથમ તે પાપમાં ટકયો હતો, હવે વર્તમાન શુભ પરિણામમાં ટકયો. આત્માના લક્ષ વિના, પ્રતીતિ વિના પાપાનુબંધી પુણ્ય બંધાય છે. એ પુણ્યબંધ કરવાની કથા તો જીવે અનંતવાર સાંભળી છે. અહીં મોક્ષકથા થાય છે એટલે કે પુણ્યપાપરૂપ સંસારનો (અજ્ઞાનનો) નાશ કરવાની કથા છે.
લોકોએ સહેલામાં ધર્મ માની લીધો છે. સંસાર પ્રત્યે દ્વેષ કરવો, નિંદવો તેને વૈરાગ્ય માને છે. આત્મા શુદ્ધ છે એમ જીવ મનમાં ધારી રાખે છે પણ આત્માની પ્રતીતિ નથી; લક્ષ નથી અને લોકોને કહે-હું દરરોજ વ્રતાદિ પાળું છું સામાયિક કરું છું, કાયમ રાત્રિના ચબિહારપચ્ચખાણ, પ્રતિક્રમણ, એકાસન વગેરે ક્રિયાઓ કરું છું, પાખીના ઉપવાસ તો કેટલાંય વર્ષોથી કરું છું એમ દેહાદિ જડની ક્રિયાથી પોતે સંતોષ માને છે; પણ વચનની-દેહની ક્રિયા આત્મા કરી શકે નહિ તેનું ભાન નથી તેથી તેને અજ્ઞાનથી કરાતી ક્રિયાનો મિથ્યા સંતોષ વર્તે છે. તેને સમજાવનારા ઉપદેશક પણ તેના જેવા જ મળી રહે છે. આ મોહી જીવોને સાચો સંતોષ અને વિશ્વાસ હોતો નથી તેથી બીજાને પૂછે છે. પોતાને જે ગોઠયું છે તેની પુષ્ટિ માગે છે. તેને અનુકૂળ (નામધારી) મુનિ પાસે પ્રમાણપત્ર માગે છે. મિથ્યાત્વને પોષણ આપનાર તેના અજ્ઞાનભાવને પોષણ આપે છે, તેનાથી પરસ્પર સંતોષ માને છે. વાસ્તવિક સત્ય હોય તે બીજાના હુકાર-સંમતિ ઉપર આધાર રાખતું નથી. મોહી જીવોને જે અનુકૂળ હોય તેનાં તે માંહોમાંહે વખાણ કરે છે, માખણ ચોપડનારા કહે કે અહો ! તમે ઘણું કર્યું. ભારે ધર્મવાળા છો. એમ બંધભાવરૂપ પુણ્યપરિણામમાં પોતાનું હિત માને છે પણ આત્મા શું છે? કેવો છે? કેવડો છે? અને શું કરી શકે છે? શું નથી કરી શકતો? તેનું ભાન નથી. ધર્મ અને ધર્મીના નામે નાહક અભિમાન કરે છે. અજ્ઞાનપૂર્વક પુણ્યબંધના ભાવથી રાજી થનારાને એ જડના સોજાના સગપણ કયાં લગી! ચૈતન્ય ભગવાનને માથે એ ગૂમડાં છે. નિરોગી પવિત્ર આત્માને પુણ્યરૂપ અનિત્ય, વિકારી પ્રકૃતિના સોજા શા? એ સોજા અંદર ફાટશે, રોગપણે ઊતરશે ત્યારે અંદર લાય (અગ્નિ) થશે. બહારની અનુકૂળતામાં તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com