________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વિવેક, સત્સમાગમ પ્રત્યે રુચિ, શમ, સંવેગ, વૈરાગ્ય, વગેરે ગુણો જોઈએ. તે આત્મજ્ઞાન પામવાની પ્રથમ ભૂમિકા છે.
મુમુક્ષુ અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ ન થવા દે ભૂલથી થઈ જાય તો તુરત અંતરંગમાં સમભાવ ટકાવે, તત્ત્વની રુચિ વધારે તો સદગુરુનો ઉપદેશ, સબોધ પોતાના આત્મામાં પરિણામ પામે. જેમ અપાત્ર અર્થાત્ ખારી જમીનમાં બીજ બળી જાય તેમ આત્મામાં મિથ્યા અભિપ્રાય, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, દેહાદિની તીવ્ર આસક્તિ રહે તો મોક્ષમાર્ગ પામી ન શકાય. વળી જેને વૈરાગ્ય નથી તેને આત્મા અનાદિ અનંત છે, શુદ્ધ છે, અસંગ છે,
સ્વાધીન છે, એ ન્યાય, શ્રદ્ધા આવ્યાં નથી, તેને તત્ત્વની રુચિ પણ નથી. જેણે પાંચ ઇન્દ્રિયોના વિષયોની મમતા, લોલુપતા ઘટાડી નથી અને જે સગવડતામાં જરા અંતરાય પડે, અપમાન થાય, રાગનું નિમિત્ત મળે એ આદિ નિમિત્તોમાં આખો વેચાઈ જાય છે તેને પવિત્ર આત્મા કેમ સમજાશે?
મોહી જીવને આત્મજ્ઞાનની રુચિ થાય જ નહિ. આત્મજ્ઞાન વિના મનની ધારણા વડે ઘણા શાસ્ત્રોનું જાણપણું કરે તો પણ તે ઘણું જાણપણું ઘણી ઉપાધિરૂપ છે, અશાંતિનું કારણ છે.
ઉજ્જવળ અંત:કરણ વિના અંતરંગ માનાદિ કષાય પાતળા પાડયા વિના જ્ઞાનીનું અને જ્ઞાનીનાં વચનોનું બહુમાન આવે નહિ, સનો આદર આવે નહિ; જ્યાં આત્મજ્ઞાનની રુચિ નથી ત્યાં સંસારની જ રુચિ હોય.
સાચી મુમુક્ષુતા વિના, ચિત્તની ઉજ્જવળતા વિના સર્વજ્ઞ વીતરાગનાં વચનો અને સાચો પરમાર્થ નહિ સમજાય. સાચી સમજણ અર્થે સાચી સમજણમાં જવાનાં નિમિત્તો જે અંતરમાં રાગાદિ કષાયનો ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, વિનય, વિતરાગભક્તિ, સરળતા, વિવેક વગેરે સાધનો છે પણ તેટલા શુભ વિકલ્પ સુધી આવીને અટકી જાય તો આત્માર્થ ચૂકી જાય. શુભ પરિણામ ઘણા કર્યા એમ માનીને સંતોષ કરે કે મેં ઘણું કર્યું તો એ બરાબર નથી. આત્માના લક્ષ વિના, પ્રતીતિ વિના એણે આત્માને હદવાળો, પરની અપેક્ષાવાળો માન્યો માટે તેનો પુરુષાર્થ ઊંધો છે. સાચી ઓળખાણ વિના કદી બાહ્ય ત્યાગ કરે અને માને કે મેં ત્યાગ કર્યો, પાંચ મહાવ્રતના શુભ પરિણામરૂપ પુણ્યક્રિયા દ્વારા મારી ઇન્દ્રિયોને જીતી,-એમ એ જડની ક્રિયાથી અથવા પુણ્યપરિણામથી ગુણ માને, તો ભલે માને, પણ તેને આત્મા સંબંધી કાંઈ ફળ નથી.
કાયિક ક્રિયા, રોટલા ન ખાવા, કાયનો ઉત્સર્ગ, કાયિક બ્રહ્મચર્ય પાલન એટલા માત્રથી કાંઈ ધર્મ નથી, મન, વાણી, દેહ તે કાંઈ આત્મા નથી દેહાદિની ક્રિયાથી જો આત્માને ધર્મ થતો હોય, સંવર-નિર્જરા થતાં હોય તો વનસ્પતિ આદિને પણ ધર્મ થાય. મુક્તિશિલાનો પથ્થર એકેન્દ્રિય જીવ છે તે કાંઈ હિંસાદિ કરતો દેખાતો નથી, છતાં તેને અનંક કષાય, તીવ્ર માઠી વેશ્યા છે. લોકોને બહારનું માહામ્ય દેખાય છે. જાણે આત્મામાં કાંઈ માલ શક્તિ) ન હોય. આખી જિંદગી, દેહાદિની, યોગની ક્રિયામાં રાચનારાઓએ સામાયિક, ઉપવાસ, વ્રત,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com