________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬]
[ ૧૯ હવે વૈરાગ્ય વગેરે કયારે સફળ કહેવાય તે સંબંધી ગાથા કહે છે :
વૈરાગ્યાદિ સફળ તો, જો સહુ આતમજ્ઞાન;
તેમજ આતમજ્ઞાનની પ્રાતિતણાં નિદાન. ૬. અર્થ - ત્યાગ વૈરાગ્યની સફળતા ક્યારે? “જો સહ આતમજ્ઞાન” અર્થાત્ સાથે જો આત્મજ્ઞાન હોય તો. આત્મા પુણ્ય-પાપ અને રાગ-દ્વેષ રહિત, મન-વાણી-દેહાદિથી જુદો, નિર્દોષ, જ્ઞાતા-દેષ્ટા ત્રિકાળ પૂર્ણ શુદ્ધ છે-એવું યથાર્થ ભાન, શ્રદ્ધા અને લક્ષ કરવા માટે પ્રથમ શ્રુતજ્ઞાન દ્વારા એનું શ્રવણ, મનન અને અભ્યાસ કરવો જોઈએ. રાગ-દ્વેષ, દેહાદિની મમતાનો ત્યાગ કરવાની ભાવના જેને વર્તે છે તેને ભેદજ્ઞાનના બળ અનુસાર ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કષાયની વાસનાનો ત્યાગ થતાં બાહ્ય સંયોગનો ત્યાગ સહેજે થઈ જાય છે. જેને રાગરહિત કેવલ શુદ્ધ આત્મા જોઈએ છે તેને રાગાદિ ઉપાધિભાવમાં રુચિ ન હોય, વળી તેને ત્યાગ વૈરાગ્ય હોય જ, પણ તે ત્યાગ વૈરાગ્યની સફળતામાં પ્રથમ એવો અભિપ્રાય જોઈએ કે હું નિત્ય અકષાયી શુદ્ધ આત્મા છું, મારામાં પર વસ્તુનાં ગ્રહણ-ત્યાગ નથી, અરૂપી જ્ઞાનમાત્ર છું, દેહાદિ તથા અન્ય બાહ્ય જડ પદાર્થોથી પર છું, અક્રિય છું, જ્ઞાન જ મારું કર્મ છે. એ અવિરુદ્ધ ન્યાયમાર્ગની વિધિ સમજવાનો અભ્યાસ હોય તેને બાહ્ય ત્યાગ, વૈરાગ્ય અને કષાયનો ઘટાડો હોય, સત્સમાગમ તથા વીતરાગ ધર્મની રુચિ હોય અને જ્ઞાની પુરુષોનાં વચનોનું બહુમાન હોય. હિત શું અને અહિત શું તેની તુલના હોય તો સાચું તત્ત્વ જે અનંતકાળમાં પૂર્વે નથી સમજાયું તે સમજાય છે. વળી જે અંતર ત્યાગ, વૈરાગ્ય વડે રાગ-દ્વેષનો ઘટાડો આત્મજ્ઞાન અર્થે કરે તેને તે સાધન સફળ છે. રાગ, દ્વેષ, કષાયથી સ્વગુણની ઘાત ન થવા દેવી તે નિજ સ્વરૂપની અંતરંગ દયા અને તે પોતાના જ્ઞાનની ક્રિયા છે; તીવ્ર કષાય ટાળી અકષાયી થવાના લક્ષે મંદ કષાય કરે, વળી જ્ઞાનક્રિયાથી મોક્ષ છે એવું જો લક્ષ હોય તો તે મંદ કષાય શરૂઆતમાં નિમિત્ત સાધન છે. અલ્પ પણ રાગ, દ્વેષ મારા સ્વભાવમાં નથી અને વર્તનમાં દેખાય તે મારી ભૂલનું કારણ છે એવો વિવેક જેને છે તેને જ્ઞાનક્રિયા સફળ છે. કષાય ટાળવા માટે અંતરંગમાં સમ્યગ્દર્શનનું ગ્રહણ અને મિથ્યાત્વનો ત્યાગ તે પ્રથમ ઉપાય છે. રાગ, દ્વેષ ટાળવા માટે આત્માનું જ્ઞાનવીર્ય (બળ) કામ કરે છે, પણ બાહ્ય દેહાદિની ક્રિયા કામ કરી શકે નહિ.
જડની ક્રિયાથી ચૈતન્યને લાભ ન હોય અને જડની ક્રિયા ત્રણ કાળમાં કોઈ પણ જીવ કરી શકે નહિ–આ વાત પ્રથમ જ સમજવી જોઈએ.
“પાત્રે પ્રભુતા પ્રગટે” એમ પ્રથમ સાચી મુમુક્ષુતા જોઈએ. જે જમીનમાં ખારાશ હોય તેમાં અનાજ પાકે નહિ તોપણ તેને સારી બનાવવાની વિધિ હોય છે. રાગ, દ્વેષ, મમત્વ ઘટાડવા તથા દેહાદિ પરની આસક્તિ છોડવી. ત્યાગ અને વૈરાગ્ય વડે પ્રથમ ક્ષેત્રવિશુદ્ધિ કરવી જોઈએ, પણ એટલાથી સંતોષ પામવા જેવું નથી. મુમુક્ષુનાં શાસ્ત્રાભ્યાસ માટે પ્રેમ, વિનય,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com