________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અજ્ઞાની જે કાંઈ બોલે તેમાં અસત્ય હોય જ. તે એક ગાથા (શ્લોક) બોલતાં ત્રણ પ્રકારના દોષ બાંધે છે :
(૧) તે એમ માને છે કે આ ભાષા મારાથી બોલાય છે. એટલે એ જડ રજકણોની વર્ગણાને મેં પરિણમાવી એ પ્રકારના અર્હમમકાર સેવી પાપ બાંધે છે.
(૨) હું આ ભાષા બોલવા ધારું ત્યારે બોલી શકું, ન બોલવા ધારું તો ન બોલું. વળી હું સારું બોલી જાણું છું એ આદિ પ્રકારે માનકષાય સેવે છે તેનું પાપ બાંધે છે અને એ જડ વાણીના રજકણનો કર્તા તથા સ્વામી થાય છે.
(૩) આ શ્લોક બોલવાથી મને પુણ્યલાભ થશે માટે હું બોલું છું.
એમ એ ત્રણેમાં એ દોષ આવ્યો કે હું જ્ઞાતા નહિ પણ તે શબ્દો સંબંધી ઇચ્છા (રાગ) અને પુણ્યનો કર્તા છું. આનો સાર એમ છે કે જેને પોતાના આત્માનું અભાન વર્તે છે તેને જાણવામાં વિચારમાં અને વર્તનમાં ભૂલ(અસત્ય) હોય જ. કદી કષાય મંદ પાડે, શાસ્ત્રાભ્યાસ કરવાના પરિણામ કરે તે વખતે મન, વચન, કાયાના યોગને શાસ્ત્રવાંચન, ભક્તિ વગેરેમાં જોડે અને તે સંબંધી શુભ પરિણામ હોય તો પાપાનુબંધી પુણ્ય બાંધે. પુણ્યતત્ત્વના ફળની ઇચ્છા નથી એમ ભલે તે કહેતો હોય પણ આત્મજ્ઞાનથી અજાણ જીવો સદાય અસત્યનું જ સેવન કરે છે. તેના વચનમાં પણ નીચેના ત્રણ પ્રકારના દોષમાંથી એક દોષ હોય જ:
(૧) કારણ વિપર્યાસ, (૨) સ્વરૂપ વિપર્યાસ, (૩) ભેદભેદ વિપર્યાસ, તેનો ખુલાસો
(૧) કારણમાં ભૂલ. હું પરનો કર્તા છું, હું પરનું કારણ છું, અથવા પરદ્રવ્ય મારું કારણ છે-એમ કારણ વિપર્યાય હોય.
(૨) સ્વરૂપમાં ભૂલ દેહાદિની ક્રિયામાં આત્માની ક્રિયા માનતો હોય, દેહાત્મબુદ્ધિ હોયએમ સ્વરૂપ વિપર્યાય હોય.
(૩) ભેદભેદ વિપર્યાસ-પોતાને પોતાના ગુણથી ભેદરૂપ માનતો હોય અને પરથી જડ પુદ્ગલથી પોતાને અભેદરૂપ માનતો હોય-તે ભેદભેદ વિપર્યાસ.
તેવો જીવ ઈશ્વરને સૃષ્ટિકર્તા માનતો હોય, કાં પોતાને પરનો કર્તા માને, પરથી પોતાનું જ્ઞાન થયું માને-એ આદિ પ્રકારે પોતાના સ્વરૂપને વિપરીત પણે માનતો હોય છે, તેથી તે ર૪૨=૪ કહે તો પણ તેનું ખોટું છે.
આમ ત્રણ પ્રકારે દોષ કહ્યા છે. ધર્માત્મા જીવ છે તે શાસ્ત્રપાઠ કરતાં તથા ભક્તિ કરતાં નિર્જરા કરે છે, અને તેને સહેજે પુણ્ય બંધાઈ જાય છે, કેમકે તેના અભિપ્રાયમાં આગળ કહ્યા તે દોષ હોતા નથી.
અજ્ઞાની મોહી જીવ પોતાને જ્ઞાની માને છે પણ તેઓ રાગ, દ્વેષ, વિષય, કષાયની રુચિમાં વર્તી રહ્યા છે તેથી તેને શુષ્કજ્ઞાની કહ્યા છે. ૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com