________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫ ]
શાસ્ત્રો વાંચી જાય, મનમાં ધારી રાખે તો પણ આત્મધર્મની તેને ગંધ ન હોય. કોઈ કહે કે આટલું બધું જાણુંપણું (જ્ઞાન ) મેળવ્યું તે પુરુષાર્થ નહિ? તો જ્ઞાની પુરુષો ના પાડે છે અને કહે છે કે તે પુરુષાર્થ નથી પણ પૂર્વની લબ્ધિનો ઉઘાડ થયો તે પ્રકારનો પ્રારબ્ધ ઉદય છે.
એવા ઘણા જીવ હોય છે કે બહા૨નું બહોળું જ્ઞાન ધરાવતા હોય, વળી આત્માના નામે નવ પૂર્વ શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હોય, પણ તેથી શું? તે પણ ઉદયભાવમાં જ ગયું. તેને અજ્ઞાન (કુશાન ) કહ્યું છે. હું આટલા શાસ્ત્રો જાણું તો જ્ઞાની-પંડિત કહેવાઈશ એમ લોકમાં માન મેળવવા ખાતર ભણે તો તે પાપ બાંધે છે.
શાસ્ત્રના ભણતર (અભ્યાસ ) વડે ધારણા કરવી તે પણ સાચો પુરુષાર્થ નથી. તે પુસ્તકો શાસ્ત્રો જાણવાની ઇચ્છાથી જ્ઞાન થયું એમ નથી પણ પોતે એકાગ્રતાથી અભ્યાસ કરે તો તેમાં શાસ્ત્રાદિને નિમિત્ત કહેવાય. પોતાની યોગ્યતાનુસાર જ્ઞાનનો જે ઉઘાડ થયો તે જ્ઞાન લબ્ધમાં હતું તે પ્રગટ થયું છે.
ઉ૫૨ કહ્યું તેમ આત્માનું કાર્ય શું ? પુરુષાર્થ શું? તે સમજવું પડશે.
જે કોઈ મુમુક્ષુ સાચી સમજણના લક્ષે, ન્યાય, વિધિ સહિત શાસ્ત્રોનો વિનય કરે છે, વિવેકથી, ન્યાયથી ગુરુઆજ્ઞા સન્મુખ રાખીને, તત્ત્વનો જિજ્ઞાસુ બનીને શાસ્ત્ર-અભ્યાસ કરે છે તેને તો પ્રથમથી જ લાભ દેખાય છે; કારણ કે પોતે મુમુક્ષુપણાના લક્ષણો જાણીને સાચી સમજણનો પુરુષાર્થ કેમ ક૨વો તેની વિધિ સમજવાનો જે સાચો પ્રયત્ન છે તે કરે છે.
મુમુક્ષુ કોને કહીએ ? જેને સંસારથી, અજ્ઞાનથી છૂટવાનો ભણકા૨ અંદરથી આવ્યો છે, કે મારે હવે ભવભ્રમણ નથી તેને. જેણે જ્ઞાની-સત્પુરુષને ઓળખ્યા અને આત્મા શુદ્ધ છે તે વાત માની તેને હવે ભવ થશે તેવો ભય હોય નહિ. જેને તત્ત્વની સાચી જિજ્ઞાસા છે, સંસા૨નો આદર નથી એવા મુમુક્ષુ આત્માએ આ આત્મા નિશ્ચયથી ત્રિકાળ મોક્ષસ્વરૂપ શુદ્ધ જ છે એવી પ્રથમ પ્રતીતિ કરવી જોઈએ. આ જાતના ધર્મથી મોક્ષ છે એવા એક ન્યાયની અંત૨માંથી (સત્ પુરુષ સમીપે ) હા આવી એટલે તે મોક્ષને પાત્ર થાય છે. તેને અંતરમાંથી મોક્ષસ્વભાવની એવી હા આવે છે કે “હું એક ત્રિકાળ શુદ્ધ, બેહદ અખંડ શાંતિનો-જ્ઞાનનો પિંડ છું, શાયક માત્ર છું” જે જ્ઞાની પુરુષ કહે છે તે એમ જ છે, આ જાતના ન્યાયની આત્મામાંથી જે જીવને સહજ હા આવી, મનની ધા૨ણા વિના આત્માથી સત્નો હકાર આવ્યો તે સુપાત્ર જીવ ભલે ઘણાં શાસ્ત્રો ન જાણતો હોય, અલ્પ બુદ્ધિવાળો હોય છતાં અંતરમાં અકષાયી ભાવની પૂર્ણ પવિત્રતાથી આત્મા ત્રિકાળ શુદ્ધ છે-એ પૂર્ણ શુદ્ધતાના લક્ષે રાગનો ભાગ ટાળતાં, ટાળતાં નિર્મળ થઈને પૂર્ણ શુદ્ધ થઈ જાય
છે.
આ ન્યાયે, કોઈને માત્ર જાણપણું ઝાઝું હોય તેથી કહે અમે જ્ઞાની, પણ એ બુદ્ધિવાદીઓની માન્યતા મિથ્યા ઠરે છે; જેને આત્મસ્વભાવનું વેદન નથી, વિષય-કષાયમાં, મોહાવેશમાં વર્તે છે અને શાસ્ત્રોની વાતો કરે છે તે બધા શુષ્કજ્ઞાનીઓની બુદ્ધિ ઉ૫૨ ૫૨માર્થે મીંડા મુકાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com