________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સંસારમાં મોહ વર્તે છે અને કહે છે કે અમે આત્માને જાણનારા છીએ. વળી આત્મામાં રાગ-દ્વેષ નથી એમ વાતો કરી સ્વચ્છંદી બની પોતાને ઠગે છે.
લોકોને વાસ્તવિક પુણ્યતત્વની ઓળખ નથી. અજ્ઞાનભાવે જીવો અનંતવાર દેવગતિમાં, સ્વર્ગમાં જઈ આવ્યા છે; તેનું કારણ, મનુષ્યભવ ટાણે શુભપરિણામ-પુણ્યક્રિયા કરીને, મનવડે કષાયને એવા મંદ પાડી દીધા છે કે બહારની અલ્પ પણ અસ્થિરતા દેખાય નહિ, એવું બાહ્ય ચારિત્ર, વ્રતાદિ પુણ્યપરિણામ ઉત્કૃષ્ટ શુભભાવે કર્યા. જરાપણ અભિમાન થવા ન દઉં એવું મન મજબૂત (મક્કમ) રાખીને જોગની ક્રિયામાં શુભ પરિણામ કર્યા ત્યારે દેવલોકનું પુણ્ય બંધાયું; સાથે અજ્ઞાનભાવ હોવાથી આત્માના ગુણોનો ઘાત કરનાર અર્થાત્ સ્વરૂપમાં ભ્રમણા કરવામાં નિમિત્તરૂપ મોહનીય કર્મ પણ બાંધે છે; એમ અનાદિકાળથી બંધભાવમાં અને મોહભાવમાં જ આત્મા પોતાને ભૂલ્યો છે. આત્માની સાચી સમજણ વિના વાસ્તવિક પુણ્ય પણ નથી. અજ્ઞાનીને પાપાનુબંધી પુણ્ય બંધાય છે તે ભવિષ્યમાં પોતાના આત્માનો અનાદર કરવામાં નિમિત્ત આપશે, સત્ની આશાતના કરવામાં સાથ આપશે. માટે પ્રથમ આત્માનું સ્વરૂપ સમજો.
પ્રથમ તો મુમુક્ષુનાં લક્ષણ જોઈએ. અંતરમાં વૈરાગ્ય, ઉપશમભાવ વધારો તો જ સગુણનું રહેવું (ટકવું ) થાય; સર્વ પ્રથમ તત્ત્વ સમજવાની સાચી રૂચિ દ્વારા મુમુક્ષુપણાની યોગ્ય પાત્રતા થાય ત્યારે વ્યવહારથી પ્રથમ પગથિયું કહેવાય.
પણ આ જે શુષ્કજ્ઞાની કહેવાય છે તેને તો પાત્રતાની, મુમુક્ષુતાની વાત પણ દૂર છે. સાચી મુમુક્ષુતારૂપ ગુણની પાત્રતા અને સરલતા વિના કદી બુદ્ધિબળથી ઘણા શાસ્ત્રો જાણે તેથી શું તેણે આત્માનું સસાધન પ્રાપ્ત કર્યું કહેવાય? ન કહેવાય બુદ્ધિનો ઉઘાડ વધારે હોય તે ઉપરથી આત્મજ્ઞાન હોય એવો નિયમ નથી.
કોઈ જીવ એકેન્દ્રિય યોનિમાંથી સીધો મનુષ્યમાં આવી ઊપજે અને વર્તમાનમાં તેને બુદ્ધિનો ઘણો વિકાસ દેખાય તેનું કારણ, તે જીવે પૂર્વે મંદ કષાય, શુભ લેશ્યાના પરિણામ કરેલા છે. આ બુદ્ધિનો ઘણો ઉઘાડ તે પૂર્વે પ્રારબ્ધની મૂડી છે. તે જીવ મોટો વકીલ હોય, એક કલાકના હજાર રૂપિયા કમાતો હોય છતાં તેણે કંઈ કર્યું નથી. ઊંધી દૃષ્ટિ વડે માન્યા કર્યું કે આ બધું હું કરું છું, મેં પુરુષાર્થ કર્યો તેથી હું આ બધું ભણ્યો, ધન કમાયો; પણ વાસ્તવિક રીતે સાચી દૃષ્ટિથી જુઓ તો, તેણે પૂર્વનું ઉદય આવેલું પ્રારબ્ધ અજ્ઞાનભાવે જાણ્યું છે. જ્ઞાનમાં ઊંધો પુરુષાર્થ કર્યો છે. કોઈ જીવે પૂર્વ ભવે શુભ ભાવ વડે જ્ઞાનાવરણીય કર્મમાં મંદ રસ નાખ્યો હોય તેથી વર્તમાનમાં જ્ઞાનનો ઉઘાડ વધારે દેખાય; હજારો પુસ્તકો વાંચી જાય, મોટો વકીલ થાય, વડો પ્રધાન થાય, ડોકટરની વિચિત્ર કળા જાણે; છતાં તેણે જડની કંઈ ક્રિયા કરી નથી, નવી શોધ કરી નથી; માત્ર તે પ્રકારનું પ્રારબ્ધ હોવાથી તેમ થયું. મેં આને આમ કર્યું એ અહંકાર તેણે કર્યો છે. એમ જ કોઈ ધર્મ સંબંધી ઘણાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com