________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫ ]
[૧૫
જુદાપણું જાણ્યું નથી, તેથી તેઓ સાચા ન્યાયધર્મનો એટલે આત્માનો નિષેધ કરે છે, સ્વસ્વરૂપ ઉ૫૨ મિથ્યાત્વમોહકર્મનું આવ૨ણ નાખે છે તેથી તે જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ દુર્લભ છે. ૪. [ હવે શુષ્કજ્ઞાની વિષે કહે છે :- ]
તા. ૨૧-૯-૧૯૩૯
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. ૫.
શુષ્કજ્ઞાનીઓ રાગ, દ્વેષ કષાયભાવમાં ટકીને માત્ર વાણીમાં જ કહે છે કે આત્મા તો શુદ્ધ જ છે, બંધ મોક્ષ નથી; એમ નિશ્ચયવાકયને મુખ્ય કરીને જ્ઞાનની વાતો જ કરે છે. અંતરંગ સ્વાનુભવ વિના, આત્માની સાચી પ્રતીતિ થયા વિના વાજાં (ગ્રામોફોન ) માં રેકર્ડ બોલે તેમ સ્વચ્છંદે હાંકયે રાખે. અંતરમાં રાગ, દ્વેષ, મમતા, સંસા૨ની વાસના ભર્યાં છે અને જ્ઞાનની વાતો કરે છે તે શુષ્કજ્ઞાની છે, તેમને સાચા તત્ત્વનું ભાન નથી તેથી તો તે મિથ્યાર્દષ્ટિ છે.
પણ જ્ઞાનભાવ ભાવીને, ૫૨માર્થ સમજીને, અંતરંગ સહજ સ્વરૂપનું વેદન કરીને, રાગનો ભાગ ગૌણ રાખીને ૫૨માર્ચે કહે તેની વાત એક ન્યાયે સાચી છે, કા૨ણ કે ધર્મી-જ્ઞાની પુરુષનું વચન પુરુષાર્થ સહિત હોય. તે સ્વભાવની દૃષ્ટિથી કહે કે આત્મા ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, બંધમોક્ષવાળો નથી.
અજ્ઞાની–સ્વચ્છંદીને જ્ઞાની કહેવડાવવાની, મનાવવાની મીઠાશ છે; તે વાતો કરીને અભિમાન કરે અને શાસ્ત્રોની સાક્ષી આપી કહે કે આત્મામાં બંધ નથી; પુણ્ય, પાપ, રાગ, દ્વેષ કાંઈ ભેદ નથી એમ પારકે ઘે૨ (શાસ્ત્રમાં ) વાત નાખીને પોતે મનમાં શબ્દો ધારી રાખે છે અને રાગ, દ્વેષ, મોહાવેશમાં વર્તે છે. મોક્ષમાર્ગની પાત્રતાનો તે અંશ પણ પામ્યો નથી. જે કંઈ ઉદય આવે તેમાં તેટલો જ (નિમિત્ત આધીન ) રાગી-દ્વેષી બને છે અને શાસ્ત્રના બહાને જાણપણાના બહાને જ્ઞાનીપણાની વાતો કરે છે; પણ અંત૨માં મોહકષાયનો ઘટાડો નથી તેથી તે શુષ્કજ્ઞાની છે; કંઈ પણ અનુકૂળતા મળે તો તેનો રાગી અને પ્રતિકૂળતા મળે તો તેનો દ્વેષી થાય છે, એમ મોહાવેશમાં અટકયો છે અને માને છે કે હું જ્ઞાતા-દેષ્ટા છું, સાક્ષી છું એ સ્વયં અપરાધી છે. અજ્ઞાન એ જ પાપ છે.
આત્મા પૂર્ણ પવિત્ર, રાગ-દ્વેષ-ઉપાધિ વિનાનો છે, આવા નિર્દોષ અકષાય આત્માને, કે ભાઈ! તું માને છે, ચાઢે છે તો જરા માન, લોભરૂપ કષાય નિંદાનું કા૨ણ આવ્યે તને અંત૨માં ડંશ કેમ આવે છે? વિષય ભોગની સગવડતા મળતાં અને સુંદર દેખાતાં મનગમતા મિષ્ટાન્નભોજનની વાત સાંભળતાં અંદ૨માં મીઠાશ આવી જાય છે; વળી આહાર ટાણે લોલુપતા ઘણી દેખાય છે; તેમજ દેહાદિ પ્રત્યે સગવડતાની મીઠાશ વર્તે છે (રુચિ છે.) તો આ વિપરીત કા૨ણો જોતાં તને પવિત્ર આત્માની રુચિ કયાં છે ?
Please inform us of any errors on rajesh@Atma Dharma.com