________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
૧૪ ]
રાખીને બાહ્ય દૃષ્ટિથી કહે છે કે મહાવીર પ્રભુ તથા ગણધરો પણ ઉપવાસ, વ્રત, તપ, આદિ દેહની ક્રિયા કરતા હતા, પણ તેઓ શું કરતા હતા તેનો યથાર્થ નિર્ણય થવો જોઈએ.
પ્રથમ તો જ્ઞાની ભગવાનનું સ્વરૂપ શું અને અંતરંગજ્ઞાનક્રિયા શું તેની અજ્ઞાનીને કંઈ ખબર નથી. જે જડની ક્રિયામાં જોડાવાનું અભિમાન કરે છે તેને સર્વજ્ઞ વીતરાગે શું કર્યું તેની ખબર કેમ પડે ? રાગ ટાળીને વીતરાગ દશામાં સ્થિર થવાનો વિકલ્પ જ્ઞાનીને આવે છે, વ્રતાદિ કે ઉપવાસનો વિકલ્પ આવી જાય છે પણ તે કોઈ વિકલ્પનો આત્મા કર્તા નથી.
આહાર છોડવો, એક આસને બેસી જવું, મનમાં વિકલ્પ કરવા તેમાં તથા લૂગડાંમાં, હાડકાંમાં ધર્મ હશે ? દેહાદિની ક્રિયામાં, પુણ્યપરિણામમાં ધર્મ હશે ? ના; જ્ઞાની પુરુષો મહાન પવિત્ર દશા વડે જ્ઞાનઘ્યાનમાં લીન રહે છે. બાહ્ય ક્રિયાનો શુભ જોગ સહજ હોય, રાગ ઘટતાં રાગનાં બાહ્ય નિમિત્તો છૂટી જાય. બાહ્ય જોગની ક્રિયા નિમિત્ત થતી જણાય છે, તે બાહ્ય ક્રિયા ઉ૫૨ જેનું લક્ષ છે એવા બાહ્યદૃષ્ટિ જીવોને બાહ્ય ક્રિયાનું માહાત્મ્ય આવે છે, પણ આત્મા શું કરી શકે અને શું ન કરી શકે તેનો નિર્ણય નથી. કોઈ પણ જીવ (આત્મા ) દેહાદિની ક્રિયા કરી શકે નહિ. જડ પુદ્ગલનાં ગ્રહણ-ત્યાગ કરી શકે નહિ. રાગ છૂટતાં રાગનું નિમિત્ત (બાહ્યવસ્તુ ) સહેજે છૂટી જાય છે, ત્યાગ થઈ જાય છે. જડની ક્રિયા અરૂપી જ્ઞાનન આત્મા કરી શકે નહિ. “ ત્યાગ કર્યો ” એ નિમિત્ત ટળવા સંબંધી ઉપચારની વ્યવહા૨ભાષા છે. દેહાદિ જડની ક્રિયા તે વ્યવહારધર્મ પણ નથી.
,
હું પૂર્ણ જ્ઞાનયન શુદ્ધ છું એવો યથાર્થ નિર્ણય તે નિશ્ચય અને પુરુષાર્થની નબળાઈરૂપ રાગને જ્ઞાનબળના પુરુષાર્થથી ટાળવો તે વ્યવહાર; ભેદજ્ઞાન વડે પુરુષાર્થ કરવો તેનું નામ વ્યવહાર.
બાહ્યદૃષ્ટિ જીવો આત્માનો વ્યવહાર દેહાદિ, પુણ્યાદિ, જડની ક્રિયામાં ખતવે છે; કા૨ણ કે આખી જિંદગી એવી ઊંધી વાતોનાં ઝેરી પોષણ લીધાં છે. ખોટી માન્યતાને દૃઢ કરી હોય તેને આ નગ્ન સત્ય સાંભળતાં નવું લાગે અને ખળભળાટ થાય કે અરેરે! અમારું કરેલું બધું પુણ્ય જતું રહેશે ? એવો પોતાને ભય થવાથી જ્ઞાનમાર્ગની વાતનો નિષેધ કરે છે. સાચું સમજવાનો અવકાશ લેતા નથી એવા તત્ત્વના દ્વેષી જનો પોતાના અકષાય, જ્ઞાનસ્વરૂપી આત્માનો નિષેધ કરી રહ્યા છે; સ્વભાવની હિંસા કરે છે; કારણ કે સ્વસત્તાને પરાધીન માને છે હું પુણ્યવાળો, હું દેહની તથા રાગની ક્રિયાવાળો, મને એનાથી ધર્મ થાય, ગુણ થાય, ૫૨નું કર્યું થાય એમ માનનારા પોતાના આત્માને જડ જેવો માને છે. આત્માને ૫૨ કરે છે અને જડની ક્રિયા (૫૨ભાવ, પુણ્ય પાપ, રાગાદિ ) ને પોતાની કરે છે તેથી તેમાં સાચા તત્ત્વનો નકાર આવે છે, એવા જીવને સાચા તત્ત્વની પ્રાપ્તિ થાય નહિ અજ્ઞાનીને હું જ મારું અહિત કરું છું એવું ભાન નથી. પોતાનું અજ્ઞાન તે કાંઈ બચાવ નથી.
બાહ્ય ક્રિયામાં જેનું રાચવું છે તે મોહી જીવ છે; તેણે ૫૨દ્રવ્ય તથા ૫૨ભાવથી પોતાનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com