________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪] અને માને કે હું કરું છું, તેનો અર્થ એ થયો કે જેમ ગાડા તળેનો કૂતરો માને કે ગાડાનો ભાર હું ખેંચું છું, એમ મોહી જીવ નાહક પારદ્રવ્યમાં, પરભાવમાં સ્વામીપણાનો ભાર ખેંચી અહંકાર કરે છે.
મન, વાણી, દેહાદિ જડની ક્રિયાથી પુણ્ય પણ નથી અને શુભ જોગ, શુભ પરિણામથી સ્વધર્મ પણ નથી, કારણ કે કર્મભાવથી ધર્મભાવ ન થાય. જે ભાવે બંધ થાય તે ભાવે મોક્ષ તો ન થાય, પરંતુ સાધન (મોક્ષમાર્ગ) પણ ન થાય.
અજ્ઞાની બાહ્ય ચારિત્રવાળાને કદી ઉત્કૃષ્ટ શુભ પરિણામ થઈ જાય તો પણ પાપાનુબંધી પુણ્ય બાંધે છે અને સાથે આત્મામાં ભૂલ કરવામાં નિમિત્ત દર્શન-મોહ એટલે મિથ્યાત્વ મોહકર્મનો બંધ થાય છે. તેનું ભાન ન હોવાથી તે મોહી જીવ એમ માને છે કે મેં ઘણું કર્યું, ભલું કર્યું. અને આ શુભ પરિણામ કરવા જેવા છે-એમ બંધભાવને મોક્ષનું સાધન માનીને અજ્ઞાનભાવમાં મિથ્યા સંતોષ માને છે.
એમ પૂર્વે અનંતકાળમાં સ્વરૂપમાં ભૂલ થતી આવી છે. કોઈ એમ માને કે નીતિ, દાન પુણ્ય કરીએ તો ગુણ ઊઘડશે, પણ પોતાના સ્વરૂપનું ભાન થયા વિના તેણે જે કંઈ કર્યું છે તે અજ્ઞાન માત્ર કર્યું છે; શુભ પરિણામથી પુણ્ય બંધાય પણ આત્માને ગુણ ન થાય. વિજાતીય (પર) નિમિત્તથી સજાતીય જ્ઞાનગુણની ઉજ્જવળતા ન થાય, કારણ કે એવું તો પૂર્વે અનંતવાર કર્યું છે, તે વિષે શ્રીમદ્ રાજચંદ્રનું કાવ્ય છે કે -
યમ, નિયમ સંયમ આ૫ ડ્યિો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો. એ કાવ્ય બરાબર વિચારવું.
અહીં સાચા જ્ઞાનમાર્ગને ઉત્થાપનારા એટલે કે જેની માન્યતા, પ્રરૂપણા અને વર્તન સર્વજ્ઞ વીતરાગ ભગવાનના લોકોત્તર માર્ગથી વિરુદ્ધ હોય તેવા ઉપદેશકોની વાત છે. ન્યાયવાન પવિત્ર પુરુષોના ઉપદેશમાં વિરુદ્ધતા હોય નહિ, સાચાનો વિરોધ હોય નહિ. અત્રે એ ન્યાયની વાત થાય છે તે બાહ્યદૃષ્ટિ જીવોને નહિ બેસે. સાચી તુલના કરનારે તેનો નિર્ણય કરવો પડશે કે આજ લગી આત્માનું સ્વરૂપ જેવું માન્યું છે તેનાથી અત્રે બીજાં કહેવાય છે. તે આગમ ન્યાય, યુક્તિથી તથા સ્વાનુભવથી સિદ્ધ થઈ શકે છે જેને સાચું સમજવું છે તેણે પક્ષપાત, આગ્રહ છોડીને યથાર્થ ન્યાયનો વિચાર કરી સત્ય સ્વરૂપનો નિર્ણય કરવો પડશે.
ઘણા લોકો એમ માને છે કે બાહ્ય ક્રિયા, વ્રત, તપ આદિ બાહ્ય ચારિત્રથી ધર્મ થશે. પણ આત્માનો ધર્મ શું છે તેનું ભાન નહિ હોવાથી સૌ સાધન બંધન થાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય, પાપ, રાગના ભેદ રહિત કેવળ જ્ઞાતા છે-જ્ઞાયક છે, તેનો નિષેધ કરવાની દૃષ્ટિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com