________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જ; વળી નગ્ન નિથિ મુનિ હોય, છઠે-સાતમે ગુણસ્થાનકે વર્તતા હોય, સ્વરૂપસ્થિરતા પણ હોય, બાહ્ય ઉદયની ક્રિયાનો જોગ ઘણો ન દેખાય તોપણ ૨૮ મૂળગુણ તો હોય છે. વળી કોઈ મુનિને બાહ્ય ક્રિયાનો-શુભયોગનો ઉદય વધારે દેખાય તોપણ તેઓ જાણે છે કે એનાથી મને ગુણ નથી. એ ઉદયની ક્રિયાથી ધર્મ નથી તે ઉદયકર્મનું સ્વામીત્વ જ્ઞાનીને નથી તેથી તેમને બાહ્ય ઉદયની ક્રિયામાં રાચવાપણું હોતું નથી. કદી બાહ્ય અસ્થિરતાનો યોગ બની જાય તેનો જ્ઞાતા-સાક્ષી રહે છે તેમાં ભળતો નથી તેથી તે ઉદયકર્મની નિર્જરા થાય છે. જ્ઞાનીને જ્યાં સુધી વિશેષપણે જ્ઞાનમાં લીનતારૂપ ચારિત્રમાં સ્થિરતા નથી ત્યાં સુધી શુભ પરિણામ થયા વિના રહેતા નથી. જ્ઞાની પોતે ઉત્કૃષ્ટ પુરુષાર્થ વધારે છે તેમાં શુભ વિકલ્પો થઈ જાય છે તે મનમાં સંબંધનો રાગ ભાવ છે, તેના નિમિત્તે ઉત્કૃષ્ટ પુણ્ય સહેજે બંધાઈ જાય છે છતાં તે પુણ્ય પરિણામનો તથા પુણ્યનાં ફળનો જ્ઞાનીને આદર નથી. જે ક્રિયા, ઇચ્છા (શુભવિકલ્પ) થઈ જાય છે તે કર્મ-ભાવને જ્ઞાની જાણે છે કે ઇચ્છા મારો સ્વભાવ નથી. “જે મારા સ્વભાવની જાત નથી તેનાથી મને ગુણ નથી” એમ ભેદજ્ઞાનની વિચિત્રતા છે (મહિમા છે.)
જેને શુદ્ધ તથા અશુદ્ધ શું છે, ત્યાગ કરવા યોગ્ય શું છે, અને ગ્રહણ કરવા યોગ્ય શું છે તેની ખબર નથી તે મોહી જીવ પોતાના આત્માનો નકાર કરે છે. જ્ઞાતા જ્ઞાનમાત્ર છે એ આત્મધર્મનો તે વિરોધ કરશે.
“જ્ઞાનમાર્ગ નિષેધતા” જ્ઞાનમાર્ગ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તેની નિંદા કરશે અને કહેશે કે આત્મા-આત્મા શું કરો છો? એકલો આત્મા કહેવાથી કાંઈ મોક્ષ થશે? માટે આપણે ક્રિયા જ કરવી જોઈએ, એ જ્ઞાનની માથાકુટ ન જોઈએ. એમ ક્રિયાજડના ઉપદેશમાં અંતરંગ જ્ઞાનસ્વરૂપ મોક્ષમાર્ગનો વિરોધ પ્રગટ દેખાશે–અર્થાત્ સાચા ન્યાયમાર્ગનો વિરોધ દેખાશે. સાચી સમજણમાં એટલે વીતરાગ માર્ગમાં તે વિરોધ કરનાર છે. આત્મા શું કરી શકે અને શું ન કરી શકે તેનું તેને ભાન નથી. તે કહે છે કે કંઈ કરશું તો પામશું, “કરણી પાર ઉતરણી;” માટે આપણે શુભ કરણી કરવી એ ધર્મ છે, જે આત્માની વાત કરે છે તે બધા વાતોડિયા છે. ક્રિયા કર્યા વિના ન ચાલે–એમ અંદરમાં હતું તે બહારમાં આવ્યું તેમાં સત્નો નકાર છે. અનંત જ્ઞાની કહી ગયા છે કે જડની ક્રિયા આત્મા કરે નહિ, અને મન, વાણી, દેહાદિ શુભ યોગની ક્રિયાથી આત્માને ગુણ નથી. આત્મા પરનો કર્તા નથી છતાં પરનો કર્તા કહેવો તે મિથ્યાજ્ઞાન છે, દુષ્કર્મ છે, પાપ છે.
સાચા જ્ઞાનમાર્ગનો નિષેધ કરનારા ક્રિયાજડોનો અર્થ ઘણો વિશાળ છે.
ઘણું શું કહેવું? જેને સાચું સુખ, સાચું હિત કરવું હોય તેણે સમજવું પડશે કે બાહ્યક્રિયા તો ઉદયકર્મનો યોગ છે; તે સહેજે થઈ જાય છે. તે પરભાવ, શુભાશુભભાવ કરવા યોગ્ય છે, મારા છે, હું કરું છું, પુણ્યાદિ કરવા જેવા છે એમ માને છે, એનો અર્થ એ થયો કે હું પરથી પુણ્ય-પાપથી જુદો નથી જે ઉદયની ક્રિયા થઈ જાય છે તેનો સ્વામી થઈ જાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com