________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪]
[૧૧ મુજબ થાય છે તેની ઉપર રાગ, મમતા કરે છે, દેહાદિની ક્રિયાને આત્માની ક્રિયા માને છે અથવા એનાથી મને સુખ થશે; પુણ્ય કરશું તો સુખ પામશું અથવા પરંપરાએ મોક્ષ થશે એમ માને છે તે બધા ક્રિયાજડ છે; કારણ કે હું ત્રિકાળ નિર્મળ, પવિત્ર પૂર્ણજ્ઞાનમાત્ર છું, અબંધ છું, સિદ્ધ સમાન છું, એવી શ્રદ્ધા વિના જ્ઞાતાપણું ભૂલીને મિથ્યાત્વમોહ કરે છે. દેહની ક્રિયા જે થઈ જાય છે તેને હું કરું છું એમ માને છે, બાહ્યમાં વ્રત, તપ માને, રોટલા ન ખાવા તે ઉપવાસ, સ્ત્રી સંગ ન કરવો તે બ્રહ્મચર્ય, સ્થૂલ રાગ ન કરવો તે ધર્મ, જીવ ન મરે તે દયા-આમ બાહ્ય ક્રિયામાં રાચી રહ્યા છે તેવાઓને આત્મજ્ઞાન તો નથી જ.
કંઈ અંતર્ભેદ (-જીવ-અજીવના ભેદનું ભાવભાસનરૂપ ભેદજ્ઞાન) સાચી દૃષ્ટિ સહિત શુભ પરિણામ કરતો હોય તો તો પુણ્ય પણ છે. પણ આત્માના ભાન વિના, સાચી શ્રદ્ધા વિના અંતરમાં માન, સગવડતા, પુણ્યની ભાવના સેવતો હોય તો તે આત્માનો ઘાત કરનાર છે, મોહકર્મ-મિથ્યાત્વકર્મનાં અનંત પાપ બાંધે છે. બાહ્ય ચારિત્ર અર્થાત્ વચન, દેહાદિની ક્રિયા ઘણી હોય અથવા થોડી હોય એ ઉપરથી જ્ઞાનીની પરીક્ષા ન થાય.
દ્રવ્ય ચારિત્રવાળો પોતાને ભલે મહાન માને પણ અંતરંગ સમાધિ-શાંતિનું વેદન નથી તેથી બાહ્ય દષ્ટિથી પાંચ મહાવ્રત, સમિતિ, ગતિ, તપ, શીલ વગેરે પુણ્ય પરિણામ શુભરાગ કરતો હોય છે, તે બાહ્ય ક્રિયાને આત્મધર્મ માનતો હોય છે, તે ધર્મને નામે ઉત્કૃષ્ટ પુણ્ય-પરિણામની રુચિ વધારતો, જે ક્રિયા મન, વચન, કાયાના યોગની થાય છે તેને પોતાની માને છે, શુભ પરિણામને ઉપાદેય (આદરણીય) માને છે એમ કર્મભાવને જ ધર્મભાવ માને છે. શુભ જોગને સંવર માને છે. શુભ જોગરૂપ સામાયિક, પ્રત્યાખ્યાન પ્રાયશ્ચિત, વ્રત આદિ કર્મભાવથી થતાં જે શુભ પરિણામ તે ઉદયભાવને ચારિત્રમાં ખતવે છે. વળી દેહાદિ જડની ક્રિયા સ્વતંત્ર જડના આધારે થાય છે તેનો તે સ્વામી થાય છે; મન-વચન-કાયાની ક્રિયા હું કરી શકું છું એમ માને છે, દેહાદિની ક્રિયાને ધર્મનું સાધન માને છે. ચેતનનું સાધન જડની અવસ્થામાં માને છે એ જ મોટું અજ્ઞાન છે.
લોકોને સ્વતંત્ર તત્ત્વનો વિચાર કરવાની ધીરજ નથી. આ દેહમાં રહેલ અરૂપી ચૈતન્ય આત્માની જ્ઞાનક્રિયા અને તે સાથે એક ક્ષેત્રે રહેલાં આઠ કર્મ, નોકર્મ, મન, વાણી, દેહાદિની ક્રિયા એક સાથે જ્ઞાનમાં જણાય છે તેને મોહી જીવ પોતાની ક્રિયા, પોતાનો સ્વભાવ માનીને ભ્રમ (ભૂલો કરે છે. આ ભૂલ તે અજ્ઞાન છે-સંસાર છે. આ ભૂલ તે મારો સ્વભાવ નથી અર્થાત્ આ શુભાશુભ ભાવથી, કલુષતાથી તદ્ન ભિન્ન મારો જ્ઞાનસ્વભાવ છે એમ નિર્ણય કરી, શાંત, પવિત્ર, નિત્ય, અકષાયી, અખંડ જ્ઞાયકસ્વભાવ મારો છે એમ અંતરમાં-જ્ઞાનમાં નિર્ણય કરી, સ્વ અને પરનો વિવેક ધર્માત્મા-જ્ઞાની સદાય કરે છે; અજ્ઞાની મોહી જીવોને આ વિવેકની ગંધ પણ નથી. જ્ઞાનીને પોતાના પવિત્ર શાંતસ્વભાવનું લક્ષ સદાય હોય જ, તે કદાપિ ગૃહસ્થવેષમાં હોય તોપણ તેને યથાર્થ વિવેક અને અખંડ સ્વભાવનું લક્ષ અને પ્રતીતિ હોય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com