________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા શ્રી મહાવીર પ્રભુ ૧રા વર્ષ છદ્મસ્થ અવસ્થામાં વિચરતા હતા, એ વખતે તેમને એવા પ્રાણી મળ્યા કે જેણે તેમને ગાળો દીધી છે, ઉપસર્ગ દીધા છે છતાં તેમને ક્ષમા, બસ ક્ષમા; સામા જીવની અનુકંપા આવે છે કે અરેરે ! આનું શું થશે? ક્યાં જઈને ઊભો રહેશે? કોઈ વિપરીત આચરણ કરતો હોય તે જ્ઞાની જાણે છતાં ધીરજ રાખે; પ્રસંગ આવે ત્યારે ઉપદેશ આપે. સામો માણસ શાંતિથી સાંભળવા આવે ત્યારે જ તેનું હિત હોય તે તેને કહે. પણ જેમ, તેલના કડાયામાં તેલ ઊકળતું હોય તેમાં ડાહ્યા માણસો પાણી ન નાખે, કેમ કે પાણી સ્વભાવે શીતળ છે છતાં ઊકળતા તેલમાં નાખવાથી ભડકો થાય છે તેમ જ્ઞાની સુખ-શાંતિના દાતા છે છતાં તે દુબુદ્ધિનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિવેક કરે, તેની મોહ-દશા જોઈ તેની યોગ્યતા અનુસાર તેને ઉપદેશ આપે.
ભગવાન ત્રણ જ્ઞાનના ધણી હોય છે. જન્મ સમયે તથા દીક્ષા પ્રસંગે ઇન્દ્રો મહોત્સવ કરવા આવે છે છતાં તેમના પ્રત્યે રાગ નથી અને ઘોર ઉપસર્ગ કરનારા પ્રત્યે દ્વેષ નથી.
પ્રશ્ન :- જ્ઞાની પાપી જીવોને ઠપકો ન આપે?
ઉત્તર :- જે અજ્ઞાની જીવો ભૂંડા ભાવથી પોતાના આત્માની હિંસા કરી રહ્યા છે તેને જ્ઞાની રોકી શકે નહિ; કારણ કે તે ઊંધા પડવા સ્વતંત્ર છે.
પાંડવો ધ્યાનમાં હતા ત્યારે તેમને ધગધગતા લોઢાના મુગટ, ઘરેણાં પહેરાવવામાં આવ્યાં તેથી જીવ-કાયા જુદા થઈ ગયાં છતાં ઉપસર્ગ કરનારા પ્રત્યે અલ્પ પણ દ્વેષ કર્યો નથી; અપૂર્વ સમાધિ પ્રાપ્ત કરીને મોક્ષે ગયા છે. જ્ઞાનીની પવિત્ર જ્ઞાનદશા બાહ્યદૃષ્ટિ જીવોને કળ્યામાં ન આવે. જ્ઞાની કહે છે કે જગતના જીવો આત્માની સંભાળ નહિ કરતાં રાગ, દ્વેષ, ઇચ્છાની સંભાળ કરે છે; વળી તેઓ આત્માની રુચિ કરતાં આત્માના નામે બીજું કરી રહ્યા છે, એમ દેખીને શ્રીમદ્ કહે છે કે “કરુણા ઉપજે જોઈ ' એટલે કહે છે કે ઉઘાડા દીવા ઉપર પતંગિયા ઘસી આવે તેમ જગતના જીવો ઉન્માર્ગે ઘસી રહ્યા છે તેની દયા આવે છે.
શ્રીમો એક પત્ર છે કે “આત્માની અવગણના કરનાર નિંદકોને એની ભૂલનો ઓરતો કરવાનું ટાણું આવવા દેજો.” એ વાત આજે પ્રત્યક્ષ દેખાય છે, આજે તે નિંદકો તેમની ભક્તિ કરે છે. ત્રિકાળ ન્યાયમાર્ગ જ્ઞાનીના હૃદયમાં છે.
કઈ રીતે ક્રિયાજડ ગણાય અને કઈ રીતે શુષ્કજ્ઞાની કહેવાય? કઈ રીતે ખોટી માન્યતા અને કઈ વિધિએ સાચી માન્યતા તે હવે જણાવશે.
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ;
જ્ઞાનમાર્ગ નિષેધતા, તેવું ક્રિયાજડ આંહિ. ૪. જે બાઘક્રિયા માત્રમાં જ રાચી રહ્યા છે; લૂગડાં, વેષ, વાડા, બાહ્યરૂઢિથી થતી બહિરંગ ક્રિયા, મનના, વિકલ્પ આદિમાં ઠીક-અઠીક માને છે, કોઈ પોતાની માન્યતા મુજબ વ્યવહારથી ક્રિયા કરતો હોય તો ઠીક, નહિતર અઠીક-એમ બાહ્ય ક્રિયા જે ઉદય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com