________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩]
[૯ અહીં બે પડખાં લીધાં છે-(૧) ક્રિયાજડ (૨) શુષ્કજ્ઞાની. હવે શુષ્કજ્ઞાનીનું સ્વરૂપ કહેવાય છે. શુષ્કજ્ઞાની માત્ર વાતો કરે, શાસ્ત્રો ભણે પણ તેથી આત્માને શું? આત્મા એક અપેક્ષાએ શુદ્ધ છે તેને બદલે એકાન્ત નિશ્ચયને પકડીને કહે કે આત્માને કાંઈ રાગ-દ્વેષ છે નહિ કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા સિદ્ધ જેવો છે. તે જ્ઞાનીનાં વચનને અને પોતાના અકષાયી આત્માને અન્યાય કરી રહ્યો છે તેની તેને ખબર નથી. ઉદય-ઉદય કર્યા કરે, પ્રારબ્ધમાં હશે તે થશે, પણ આત્માનું શું થાય છે તેની સંભાળ તો કરતો નથી. રાગ, દ્વેષ ક્રોધ, માન, માયા, લોભ, અશુભ પરિણામમાં ટકયો છે અને માને કે અમારો મોક્ષ થઈ જશે. વળી જરાય અપમાન થાય તો કાળજું કંપી ઊઠે છે. પણ ભાઈ ! તું કહેતો હતો કે આત્મા સિદ્ધ જેવો છે, રાગ-દ્વેષ વિનાનો છે તો આમ કેમ? કંઈ પ્રતિકૂળતા થાય તો દ્રષ-અણગમો અને સગવડતા મળે તો રાગ; કોઈ ખુશામત કરે; વખાણ કરે તો રાજી અને નિંદા કરે તો હૃષી; એમાં આત્મા મન, વાણી અને દેહથી જુદો છે એવો શુદ્ધ ભાવ
ક્યાં આવ્યો? માટે શુષ્કજ્ઞાની પણ ભવસાગરમાં બૂડશે. જ્ઞાનીના અંતરમાં કેટલો વૈરાગ્ય હોય, નિર્મળતા હોય, ભોગ પ્રત્યે અનાસક્તિ હોય, નમ્રતા અને વિવેક હોય, અજ્ઞાની મોહી જીવ અનાચાર સેવે અને કહે કે મારો પુરુષાર્થ નબળો છે. તે ચારિત્ર-મોહનો દોષ છે, વળી ઉદયનાં બહાના બતાવે કે શાસ્ત્રમાં આમ લખ્યું છે કે ચક્રવર્તી રાજાને ૯૬000 સ્ત્રીઓ હતી છતાં જ્ઞાની હતા, અનાસક્ત હતા; એમ હું પણ અનાસક્તિથી પુણ્યના ઉદયને ભોગવું છું, એમ પારકા બહાનાં બતાવી નિર્મોહીની ઓથે “જ્ઞાની છું’ એમ માની લે તો તે અનંત જ્ઞાનીની આશાતના છે. ધર્માત્માને અલ્પ અસ્થિરતા થઈ જાય, રાગ, દ્વેષ થઈ જાય તેમ છતાં પોતાનો વૈરાગ્ય વધારે અને આત્મનિંદા કરે. પણ તેનો આગ્રહ ન હોય. તે નિર્માની, વિવેકી સંતોષી હોય છે; પણ કોઈ સ્વચ્છેદ કરે, નીતિ તજીને શાસ્ત્ર ભણે અને તેનું અભિમાન કરે તો તે શું પામશે? કોઈ શરીરથી શાસ્ત્રનો ભાર ઉપાડે, તો કોઈ કંઠથી, વળી કોઈ મન વડે ધારણા કરે, પણ તેના માન, રાગાદિકષાય ઓસરે નહિ તો તેને મુમુક્ષુપણું સંભવતું નથી. તેને સંસારની મમતા, પુણ્ય આદિનો મહિમા છે, આગ્રહુ બુદ્ધિ છે. વિષય-કષાયાદિની રુચિ છોડયા વિના આત્મા ઉપર પ્રેમ આવે નહિ. પ્રથમ ક્રોધ, માન, માયા, લોભ અને મમતા-સંસારનો પ્રેમ ઘટાડવો જોઈએ. અંતરથી આસક્તિનો ભાવ ઘટાડ્યા વિના, મમતા ટાળ્યા વિના આત્મજ્ઞાનની પાત્રતા માનવી તે બધું પત્થરની નાવ જેવું છે. ઉન્માર્ગ ને સન્માર્ગ માનનારા ઘણા છે. તે લોકોનું વર્તન જોઈને જ્ઞાની-ધર્માત્માને તેની દયા આવે છે, તિરસ્કાર ન હોય; બેઉ પ્રકારના અજ્ઞાની જોઈને જ્ઞાનીને દયા આવે છે.
ભલે કોઈ શ્રીમંત-પૈસાવાળા હોય, છતાં તેમને ઉન્માર્ગે વર્તતા જોઈને જ્ઞાની તો એમ કહે કે તે ભવિષ્યના રાંકા-ભિખારી છે. વર્તમાનમાં તે ભિખારી અંતરંગમાં સાત ભય, આઠ મદથી ભરેલા છે, તેથી ભવિષ્યમાં અનાથ અવસ્થાવાળા દીન દેખાવાના છે. જગતના બધા જીવો ધર્મ પામી જાય એવી મૈત્રીભાવના જ્ઞાની ભાવે છે. જગતના બધા જીવોની કરુણા ચિંતવે છે. શત્રુમિત્ર પ્રત્યે સમભાવ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com