________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કદી ન થાય. લોકો માને છે તેનાથી ઘર્મ કોઈ અલૌકિક વસ્તુ છે, તેને સમજવાનો પ્રયત્ન મધ્યસ્થપણે કરવો નહિ અને આંધળી અર્પણતાથી, ઓગસંજ્ઞાએ ઊંધાને સત્ય માની લેવું તે દૃષ્ટિનો વિપર્યાસ છે.
હું ચૈતન્યસ્વરૂપનો કર્તા છું; એક જ્ઞાનમાત્રનો કર્તા-ભોક્તા છું; પરદ્રવ્ય, પરભાવ, પુષ્ય, પાપ, રાગ, દ્વેષનો અકર્તા-અભોક્તા છું. તે ભૂલીને મન, વાણી, દેહાદિની ક્રિયા હું કરું છું, એના આધારે ધર્મ થશે-એમ માનનારા બાલચાલ એટલે બાળક્રીડા કરનારા છે, અજ્ઞાની છે.
મન, વાણી, દેહાદિ પરમાણુમાત્ર જડની ક્રિયા અરૂપી જ્ઞાતા ચૈતન્ય કરી શકે નહિ, આત્મા ત્રણે કાળે જ્ઞાન કરે, અન્ય કંઈ પણ ન કરે.
સર્વજ્ઞ વીતરાગ ભગવાને બેહદ જ્ઞાન, અનંત વીર્ય પ્રગટે છતાં એક પરમાણુ અથવા હાથ પણ તે હુલાવી ન શકે. અજ્ઞાની પણ જડની કોઈ ક્રિયા કરી શકે નહિ. બુ. દ્રવ્યસંગ્રહ ગા.-૮ ની ટીકામાં સ્પષ્ટ છે કેઃ હાથ હલાવવો એ ચૈતન્ય કરી શકે નહિ. ત્યારે આત્મજ્ઞાનથી અજાણઅજ્ઞાની કહે કે જડની ક્રિયા અમે કરીએ પણ જ્ઞાન, દર્શન, વીતરાગતા કે જે આત્માના ગુણ છે તે અમે ન કરીએ. જે થઈ શકે છે તે કરવાની ના પાડે છે એટલે પોતાનો નકાર કરે છે.
લોકોને બહારથી પરનું માહાભ્ય લાગે છે. જડની ક્રિયા જે ચૈતન્યને હાથ નથી તે અજ્ઞાની અભિમાનથી કરવાની હા પાડે છે; વળી કહે છે કે કંઈ કરીએ તો પામીએ. તેના ટેકામાં જ્ઞાનક્રિયાખ્યાનું મોત: એ વાકય ટાંકી બોલે છે કે બસ અમે જ્ઞાન-ક્રિયા સાથે કરીએ છીએ; પણ ચૈતન્યની શું ક્રિયા છે તેની કાંઈ ખબર નહિ છતાં આગ્રહ રાખે એ એની જડતા છે.
અનંત ભવમાં રખડવાનું મૂળ કારણ વિપરીત માન્યતા છે. જડ ક્રિયામાં મોક્ષમાર્ગ માને છે તેને ક્રિયાજડ કહ્યા.
બીજો વર્ગ શુષ્ક જ્ઞાનીનો છે. સ્વચ્છેદે વિવેક વિના શાસ્ત્રના શબ્દો ધારી રાખે કે આત્મા સિદ્ધ જેવો છે, અકર્તા-અભોક્તા છે. પણ એના વિચાર કરે નહીં અને ખાલી પંડિતાઈની વાતો કરી પોતાને જ્ઞાનીપણું છે એમ માને. વળી અંતરંગ વૈરાગ્ય, ઉપશમ નહિ, ક્રોધ, માન, માયા, લોભ, મોહભાવ ટાળવાનો પુરુષાર્થ નહિ, અશુભ પરિણામનો ત્યાગ નહિ; માન, અપમાન, રાગ, દ્વેષની ઓછાશ નહિ અને આત્મા વીતરાગ છે એમ કહેવું એ શું યોગ્ય છે? તેવા જીવો વિષયભોગમાં લોલુપતા અને તૃષ્ણાપૂર્વક વર્તે છે. તેને આત્મા ચૈતન્યપ્રભુની જાગૃત્તિનો પ્રેમ નથી આદર નથી. જ્યાં જરા અપમાન થાય, નિંદા થાય કે પ્રતિકૂલતા આવે ત્યાં જે સમભાવ રાખે નહિ તેણે આત્માને જાણ્યો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com