________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩] પણ આત્માનો ધર્મ નથી કારણ કે શુભ પરિણામ તો રાગ છે, અને આત્મા અરાગી છે. વિજાતીય કારણથી સજાતીય કાર્ય થાય? ન જ થાય. જે ભાવે બંધ થાય તે કારણે છૂટકારો ન થાય. જે કારણ બંધનું હોય તે કારણે પવિત્રતા-મુક્તદશા કેમ થાય?
અમુક લોકો બહિર્દષ્ટિ જીવો કહે છે કે “ભગવાને ક્રિયા બતાવી તેનો આ અધ્યાત્મની વાતો કરનારા ઉચ્છેદ કરે છે તેથી આત્મસિદ્ધિશાસ્ત્રને માનવું નહીં. શું એકલો આત્મા-આત્મા કર્યો ધર્મ થઈ જશે? માટે આપણે ક્રિયા કરવી.” હવે વિચારવાન-વિવેકી હોય તે તુલના કરે કે આત્માનો ગુણ અરૂપી જ્ઞાન–ચૈતન્ય છે; તે જ્ઞાતા-જ્ઞાયક જ છે. જ્ઞાનપણે જાણવું એ જ એની (આત્માની) ક્રિયા છે. જ્ઞાન સિવાય કાંઈ પણ કર્યું થતું હોય તો કોઈ બતાવો.
અમે કહીએ છીએ કે જ્ઞાનમાં જ નિશ્ચય-વ્યવહાર છે, જડમાં નહિ. અનંતવાર નવ રૈવેયક સ્વર્ગમાં આત્મભાન વિના જનાર ભવ્ય જીવો અને અભવ્ય જીવો છે, ઘણાં તપ, ઘણાં વ્રત, શુક્લ લેશ્યા, ઊજળા પરિણામ વડે પણ આત્માના અભાનમાં જે પુણ્ય બંધાય તેના ફળરૂપે અહમિન્દ્ર દેવ અનંતવાર થાય અને અસંખ્ય અબજ વર્ષનું આયુષ્ય પણ ભોગવે, છતાં આત્માને શો લાભ? કાંઈ પણ નહિ. ત્યાં હીરા, માણેક, દેવીઓ દેખીને આસક્તિ પામી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી એકેન્દ્રિયમાં, ઢોરમાં રખડી મરશે; કારણ કે આત્માને જાણ્યો નથી.
કોઈ કહે દયાથી, પુણ્યથી ધર્મ થાય, પણ એવી દયા અનંતવાર પાળી છે; રાગ આત્માનો ગુણ નથી એ વાત હજી બેઠી નથી. શાસ્ત્રમાં ઘણે સ્થળે કહ્યું છે કે - એકેક જીવ આત્મભાન વિના આત્માના નામે જ કરણી કરીને અનંતવાર નવ રૈવેયક સુધી પણ ગયો છે.
લોકો જેને પુણ્ય, દયા માને છે. તે એની ઊંધી દષ્ટિથી માને છે. જ્ઞાની તેના પુણ્યપરિણામશુભભાવથી ભલું થવાની ના પાડે છે, કારણ કે તે અંતરંગ ઊંડાણમાં પોતાના રાગને, માનાદિ કષાયને પોષણ આપે છે. અનંતકાળથી જે વસ્તુની ઓળખાણ નથી થઈ તેનું શું કારણ? તેનો વિચાર યથાર્થપણે કર્યો નથી. તત્ત્વનું મનન પણ નહિ તેથી શું થાય? ઘણા લોકો શુભ પરિણામને સંવર, નિર્જરા માને છે, ત્યારે એનો આત્મા કોઈ બીજી જાતનો હશે? જ્ઞાની પુરુષોએ તો શુભઅશુભ બન્ને ભાવ રહિત શુદ્ધ ભાવની સ્થિરતાને સંવર, નિર્જરા કહ્યાં છે. આત્માની સાચી શ્રદ્ધા વિના અંતરંગ વેદન વિના અંધશ્રદ્ધાથી લોકો દેહની ક્રિયાને ચારિત્ર-ધર્મ માની બેઠા છે. શ્રીમદે તેમને ક્રિયાજડ કહ્યા છે. હેય-ઉપાદેયબુદ્ધિરૂપ વિવેક વિના પોતાને મોક્ષમાર્ગી માને તેને કોણ પરાણે સમજાવી શકે? જે ભાવે અનંતવાર બાહ્ય ક્રિયા કરી શુભ પરિણામ કર્યા તે ભાવે અકષાયી આત્માનો નિજગુણ સંવર, નિર્જરા-વીતરાગદશા તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com