________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વિના એકલો વ્યવહાર નથી. આમ જે ન્યાયમાર્ગ છે તેનો અનાદિથી અણઅભ્યાસ છે એટલે બીજાથી લોકો સંતોષ માની બેઠા છે અને સંતોષ માનનારા પણ પ્રમાણપત્ર આપી દે છે કે અહો ! તમે ધર્મી છો, સંવર, પ્રતિક્રમણ, ઉપવાસ, સામાયિક કરો છો એટલે પાંચમું ગુણસ્થાન વર્તે છે. પણ જ્ઞાની તે ખોટાને નહિ સ્વીકારે. કોઈ પૈસાવાળાનો પુત્ર હોય, ભણવાનું ગોઠતું ન હોય છતાં તેને પોતાના કુળની આબરૂ ખાતર ભણવું પડે છે. કશું આવડતું હોય નહિ પણ શિક્ષકો લાંચિયાલોભી મળ્યા હોય એટલે તેને લોભમાં નાખીને પોતે ઉપલા વર્ગના પ્રમાણપત્ર મેળવે. શિક્ષકો લોભને વશ થઈ પ્રમાણપત્ર આપ્યું જાય. વળી પરીક્ષક પણ એવા હોય. પણ જ્યારે કોઈ વખત સાચો ન્યાયી પરીક્ષક મળે ત્યારે તે તેની લાલચને ઠોકર મારીને ચોખ્ખું સંભળાવી દે છે કે તું જે ભણ્યો છે તે બધું ખોટું છે, એકડાને પણ લાયક નથી. એમ બધાયે સમજી લેવું. મોક્ષમાર્ગે ચાલનારાનાં ટોળાં ન હોય, કોઈ વિરલા જ હોય. છતાં બધાં જીવોમાં યોગ્યતા-પાત્રતા પૂરેપૂરી છે પણ પોતાના સામર્થ્યનો નકાર કરીને સાચું સમજવા ન માગે, રુચિ અને પરિચય ન કરે તો પોતે રખડવાને સ્વતંત્ર છે. ન સમજાય તેથી નિરાશ ન થવું પણ સત્ય સમજવાની સુરુચિ કરવી, અભ્યાસ પાડવો, પાત્રતા મેળવવી, સાચી મુમુક્ષા (મોક્ષની ઇચ્છા) થયે સદ્ગસમાગમ મળે જ.
[ તા. ૨૦-૯-૩૯] પ્રથમ ગાથામાં એમ કહેવાયું કે સંસારના બંધન રહિત મારું શુદ્ધ આત્મપદ જેણે સમજાવ્યું, અણસમજણરૂપ મિથ્યાત્વ-જેનાથી અનંત દુઃખ પામત એ દુઃખનું મૂળ જેણે છેદી નાખ્યું એવા સદ્ગુરુદેવને નમસ્કાર કરીને પછી આ બીજી ગાથામાં કહ્યું કે વર્તમાનમાં મોક્ષમાર્ગનો બહુ લોપ છે. મોક્ષ તો નથી, પણ સાચી શ્રદ્ધા અને અવિરુદ્ધ ન્યાયની સમજણે સમજવું પણ બહુ દુર્લભ દેખાય છે. તે શા કારણે મોંઘુ-દુર્લભ દેખાય છે તે કહેશે. લોકો જે માની રહ્યા છે તેનાથી જુદો અપૂર્વ આત્મજ્ઞાનનો માર્ગ છે. વર્તમાનકાળમાં લોકો આત્મધર્મને અન્યથા માને છે એવી ઊંધી માન્યતા ઘણાની છે. તેનાં કારણો હવે કહે છે:
કોઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ૩. ત્રીજી ગાથામાં કહે છે કે મોક્ષનો માર્ગ કેમ બહુ લોપ થઈ ગયેલો દેખાય છે? કારણ એ છે કે લોકો મન, વચન, કાયાની ક્રિયામાં ધર્મ માને છે. એનાથી મોક્ષમાર્ગ માને છે; પણ આત્મા જ્ઞાનસ્વરૂપ અરૂપી છે અને આ દેહાદિની ક્રિયા જડ છે. આત્મા પરથી જુદો છે, એની રુચિ વિના, ભાન વિના અનંતકાળથી આત્મધર્મના નામે બીજું કર્યું છે. અનંતવાર યમ, નિયમ, જપ, તપ, ધ્યાન પુષ્કળ કર્યા છે. શુભ પરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com