________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨].
[૫ સમજશે. સમજીને આરાધશે તો એક-બે ભવે (આત્માની) આરાધના વડે સ્વતંત્ર અનંત સુખને પામશે. વર્તમાન કાળે મોક્ષમાર્ગ બહુલોપ થઈ ગયો છે એટલે સમજાય નહિ એમ નથી પણ ઘણી દુર્લભતા છે. અજ્ઞાનથી, ઊંઘી માન્યતાથી વિવેક પામવો (આત્માનો વિવેક પામવો) દુર્લભ થઈ પડ્યો છે. પાંચમા આરાના છેડા સુધી–૧૮૫૦૦ વર્ષ સુધી મોક્ષમાર્ગ રહેશે. તો પણ ઘણા લોકો સ્વચ્છંદ, મતાગ્રહને આધીન રહેવાના. જો કે જ્ઞાનીને મુમુક્ષુઓ ઓળખે છે. જેને આત્માની ગરજ છે, સાચા સુખની સુરુચિ છે, સંસારનો ભય લાગ્યો છે તેને જ્ઞાની કહે છે કે “મોક્ષમાર્ગ છે, મોક્ષનો ઉપાય છે; ' તું સમજ. આગળ આત્માર્થીનાં લક્ષણ કહેશે.
આત્મા અવિકારી, પાપ-પુણ્યરહિત છે, તેવો નિર્મળ આત્મા અવિનાશી છે. જે આત્મા શુદ્ધ છે તે કેવડો છે? કેવો છે? તે વિચારવા માટે આત્માર્થીને સદુપદેશ છે.
પણ જેને હિતાહિતનું ભાન નથી, જે આંધળી દોડ કરી ખોટી અર્પણતાથી ભ્રમણા સેવે છે, તત્ત્વનો વિવેક-વિચાર કરતા નથી તેને તો કહેવું જ શું? પણ જેને જિજ્ઞાસા છે તેને જ્ઞાની કહે છે કે સાચા ન્યાયનો નિર્ણય કર. સત્સમાગમથી શ્રવણ કર, મનન કર અને તુલના કર, તો જે સર્વજ્ઞ ભગવાનનાં ભાવવચન છે તેનો આશય સમજાશે. એમ “વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય”.
જ્ઞાનીનું શું કહેવું છે? તે ગૂઢ આશય સમજાય તેમ છે. જ્ઞાની, આત્મા અરૂપી, અનંત ધર્મવાળો છે એ ન્યાયથી સમજાવે છે; તે સાંભળીને વિચાર કરવો. પ્રથમ વીતરાગી પુરુષનાં વચનો સાચાં છે એવો ભાવ હોવો જોઈએ. સમજવા માટે જિજ્ઞાસાથી આશંકા થાય એ જુદી વાત છે.
આગળ આવશે કે શિષ્ય કેવો વિનયી, જિજ્ઞાસુ હોવો જોઈએ.
“ભાખ્યો અત્ર અગોપ્ય” તેનો અર્થ શ્રીમદે એક પત્રમાં લખેલ છે કે “શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે પણ મર્મ કહ્યો નથી.” પણ અહીં એ વાતને ગોપવ્યા વિના (છુપાવ્યા વિના) પ્રગટ કહીએ છીએ-જેમ છે તેમ કહીએ છીએ.
શાસ્ત્રના ગુઢ રહસ્યો શ્રીમદે પ્રગટ કર્યા છે. અહીં કહ્યું કે આત્માર્થીએ ખૂબ વિચારવું જોઈશે; કારણ કે મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે. “છતાં મોક્ષમાર્ગ છે, મોક્ષનો ઉપાય છે” એમ તેનો આશય છે. ત્યારે હવે આ લોકોત્તર માર્ગ કેવો હશે?
લોકો મૂંઝાય છે કે અત્યારે શું કરવું? અને કહે છે કે તમે નિશ્ચયની વાત કરો છો પણ જ્ઞાનનો વ્યવહાર અમને સમજાતો નથી માટે બીજું કંઈ કહો. પણ આ તો હુજા એકડો છે; જેને આત્મા એકલો સ્વાધીન જોઈએ છે તેને પોતાની જાતનો વ્યવહાર અને નિશ્ચય સમજવો જોઈશે અને નિશ્ચય પરમાર્થને આદરવો જોઈશે. દેહની, મનની ક્રિયા તે વ્યવહાર નથી; પુણ્ય પણ વ્યવહાર નથી. વ્યવહાર-નિશ્ચય આત્મામાં છે, નિશ્ચય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com