________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
તે ક્ષેત્રે તીર્થંકર ભગવાનની વીતરાગ દશા જોઈને મોટા ઇન્દ્ર, દેવ, મનુષ્ય આદિ લળી લળીને તેમને વંદન કરે છે અને અનેક લાયક પ્રાણીઓ આત્મજ્ઞાન પામે છે. કોઈ નિર્ધન નીચ કુળમાં જન્મેલો પ્રાણી પણ પ્રભુના દર્શન કરી, તેમની વાણી સાંભળી, ન્યાય વિચારી, આત્માના પવિત્ર સ્વાધીન આનંદસ્વરૂપને સમજી લે છે.
મોક્ષમાર્ગ વર્તમાનમાં બહુ લોપ છે–એમ કહ્યું તેમાં એમ કહ્યું કે તે આ ક્ષેત્રે વર્તમાનમાં ધોખરૂપ નથી પણ તે પૂર્વે હતો અને હવે પછી હશે.
આત્મા પૂર્ણ છે એવું શુદ્ધ સ્વરૂપનું ભાન જે કાળે વર્તે તે કાળે ભેદ નથી, વિકલ્પ નથી. આત્મજ્ઞાન થયા પછી પૂર્ણ થવામાં જે અલ્પ કાળ બાકી રહે છે તેનો ભાવે ભેદ નથી; દુઃખમ કાળને તે પોતાના માટે સુષમ કાળ માને છે.
ઉદાયન રાજાનો અધિકાર છે. તેમાં તે ભાવના ભાવે છે કે અહો પ્રભુ! ધન્ય તે ગામ, નગર, સંતમુનિઓ કે જ્યાં આપ બિરાજો છો ! અહીં આપ પધારો તો વંદના કરું, મોટો મહોત્સવ રું, અને અર્પણતા કહ્યું. તેમને ત્રણ ઉપવાસ થયા છે અને ભાવના ભાવે છે કે મારા નગ૨ના બાગમાં પ્રભુ પધારે; ધન્ય ધન્ય અવતાર ! અહીં રાજાની મુમુક્ષુતા તૈયાર છે, અંતરંગ પણ તૈયારી થઈ છે. કેવળજ્ઞાન લેવાની પાત્રતા પોતામાં હતી અને નિમિત્તરૂપ સર્વજ્ઞ ભગવાનનું સહેજે વિચરવું થયું. રાજાના અસંખ્ય પ્રદેશમાં નિર્મળતા પ્રગટીને તે જ ભવે તેનો મોક્ષ થવાનો છે. વીતરાગ કોઈને આધીન નથી, સહજ તેનો વિહાર છે. પણ રાજાનું ઉપાદાન તૈયાર થયું છે એટલે નિમિત્ત મળે જ. અંતરાત્મા રાજા ઉદાયન કર્મોદયને જીતીને જાગ્યો ઊઠયો અને ભાવના ભાવી કે મહાવીર તીર્થંકર પ્રભુ મારા બાગમાં પધારે અને હું પ્રભુના ચરણમાં નમન કરું.
વીતભય નગરીનો રાજા પ્રકૃતિના શુભાશુભ ઉદયને જ્ઞાનબળવડે જીતીને ચૈતન્યપ્રભુ પાસે તૈયાર થયો છે.
“ત્રિકાળ કેવળજ્ઞાન કે જે આત્માનું સામર્થ્ય છે તે ફાટો ”–એમ અંદ૨નો પુરુષાર્થ જાગતાં ચિદાનંદ શુદ્ધ જ્ઞાનના ભણકારા ઊઠયા કે પૂર્ણ સ્વરૂપને પામ્યે જ છૂટકો છે. આવી ભાવના ભાવે છે અને પુરુષાર્થ ફાટયો છે અને યોગાનુયોગ સર્વજ્ઞ ભગવાનનું પોતાના રાજ્યમાં પધારવું પણ થયું. એમ પોતાના ભાવને અનુકૂળ નિમિત્ત મળ્યું. અને પોતાનો સાધકસ્વભાવ પણ ઊછળ્યો છે. પછી બાકી શું ? તે જ ભવે કેવળજ્ઞાન પામીને મોક્ષ ગયા છે.
શ્રીમદ્ કહે છે કે, પૂર્વે ધર્મકાળ હતો. આત્મધર્મની ઘણા જીવોને વૃદ્ધિ હતી, પણ વર્તમાનમાં ઘણા ભાગે મોક્ષમાર્ગ લોપ છે; છતાં સમજનાર જિજ્ઞાસુ, મુમુક્ષુ પાત્ર છે તેને કહે છે કે તું મોક્ષસ્વરૂપ છો, સમજીને મોક્ષ પ્રગટ થઈ શકે છે. જે કોઈ ન્યાયથી આત્માનું સ્વરૂપ જેમ છે તેમ સમજશે તે આ લોકોત્તર માર્ગ આત્માનો વિધિ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com