________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧]
[૩ ગુણનું બહુમાન, વિનય કરે છે એટલે જ્ઞાની ગુરુ ઉપર ઉપકારીપણાનો આરોપ કરી પોતાનો પવિત્ર ભાવ મલાવે છે.
ભૂતકાળમાં આત્માને સમજ્યા વિના દુઃખી હતો એટલે સિદ્ધ થયું કે પૂર્વે હું હતો અને શક્તિરૂપે આનંદમય જ્ઞાનસામર્થ્યસ્વરૂપે હતો. હવે તે જ જ્ઞાનશક્તિનો અંતરંગ ઉજ્જવળ ભાવ જે ઉઘડયો છે તે ભાવથી મારું પૂર્ણ સ્વરૂપ ઊઘડવાનું છે.
અનંત દુઃખના ભોગવટાની અવસ્થાને અને નિરાવરણ પવિત્ર પૂર્ણ શુદ્ધ આત્મ-સુખના ભોગવટાની અવસ્થાને જાણનારો જ્ઞાતા ભગવાન આત્મા સળંગ જ્ઞાનમય છે; પરથી જુદો, સ્વાધીન, અસંગ, એકલો છે. રાગ, દ્વેષ, અજ્ઞાનનું છેદન કરીને નિમિત્તની અસર લીધા વિના નિર્મળ, શાંત, પવિત્ર આનંદમય છું, એ ભાવે ભવિષ્યમાં પૂર્ણ શુદ્ધ થવાનો છું-એવી ભાવના ભાવે છે. નિઃશંક બેહદ પ્રતીતિસ્વરૂપ જે સ્વભાવ ઊઘડે છે- જે ભાવ અંતરંગ જ્ઞાનબળના પુરુષાર્થથી ઊઘડે છે, તે ભાવપૂર્ણ આનંદમય શુદ્ધ સ્વરૂપની શક્તિમાંથી પ્રગટ થાય છે. અવસ્થાષ્ટિએ હજી અલ્પ અંશ ઊઘડ્યો છે તેથી મલિનતા, અધૂરાશ છે.
પ્રવચનસાર અને સમયસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય તથા અમૃતચંદ્રાચાર્યદેવનો અંતરનાદ નીકળે છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ છે, અને તે સર્વશના ઘરની વાત, જાતઅનુભવથી કહીએ છીએ. આ સ્વરૂપ સમયે, શ્રધ્ધ એક-બે ભવે અવશ્ય મોક્ષ થાય છે એમ અપ્રતિહત ભાવની વાત કરી છે, પાછા પડી જવાની વાત નથી. જે સ્વરૂપ બેહદ છે, અનંત છે, સ્વાધીન છે, તેનો યથાર્થ નિર્ણય થયા પછી પાછો કેમ પડે? જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ (અનુભવની જાત ) આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. ૧. હવે આત્માર્થીને વિચારવા માટે મોક્ષમાર્ગ અગુપ્ત રીતે કહે છે -
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ;
| વિચારવા આત્માથીને ભાખ્યો અત્ર અગોપ્ય. ૨. આ ભરતક્ષેત્ર અને વર્તમાન કાળની અપેક્ષાએ કહ્યું છે. જે ક્ષેત્રે જે કાળે શ્રી સર્વજ્ઞ વીતરાગ ભગવાન વિચરતા હતા તે ધર્મ-ક્ષેત્રને, ધર્મ-કાળને અને તે સમયના સંતો-ધર્મામાજ્ઞાની પુરુષોને ધન્ય છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવનું જે કાળે વિદ્યમાનપણું હોય તે ધર્મકાળને ધન્ય છે ! ‘કર્મ ઉદય જિનરાજનો, ભવિજનને હિતકાર'. તે કાળે કુતર્કવાદી પાખંડીનાં જોર ન હતાં.
અહીં એમ ભાવ છે કે વર્તમાન પંચ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા સાક્ષાત્ વિચરે છે. ત્યાં જ્ઞાની-ધર્માત્મા સંત-મુનિઓનાં ટોળાં છે. સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ તે ક્ષેત્રથી મોક્ષ જવાના છે, મુનિઓ છે તેમાંથી કેટલાક એ જ ભવે મોક્ષ જવાના છે, કેટલાક એક ભવ કરી મોક્ષ પહોંચવાના છે. વર્તમાનમાં એ ધર્મક્ષેત્રે સાક્ષાત્ સર્વજ્ઞ વીતરાગ ભગવાન છે અને ૨૪૬૭ વર્ષ પૂર્વે આ ક્ષેત્રે પણ હતા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com