________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાન શ્રી કુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા રસ, સ્પર્શ છે; અને અરૂપી, નિર્દોષ આનંદમૂર્તિ આત્મતત્ત્વ છે. તે અરૂપી વસ્તુ જ્ઞાન-દષ્ટિ વડે દેખાય છે. આત્મા મન, વાણી, દેહુ વર્ણ, ગંધ, રસથી નિરાળો છે; પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, વિકલ્પ વિનાનો છે. એનું જ સ્વરૂપ છે તેને યથાર્થ ન્યાય વડે સમજ્યા વિના અનાદિ કાળથી અનંત દુઃખ પામ્યો. આમાં એમ આવ્યું કે સાચું તત્ત્વ સમજ્યા વિના, જે જાત છે તે જાણ્યા વિના અનંત દુ:ખ પામ્યો; પણ એમ ન આવ્યું કે બ્રહ્મચર્ય, વ્રત, તપ, લૌકિક નીતિ એવું બહારથી કરવાનું કાંઈ ન કર્યું એટલે દુ:ખ પામ્યો.
પૂર્વ અનંતકાળમાં નિજ સ્વરૂપ સમજ્યા વિના દુઃખ પામ્યો એમ કહેતાં તેમાં ગર્ભિતપણે એમ આવ્યું કે અનંતકાળથી હું નિત્ય છું, પણ ગયા કાળમાં આત્માના સુખથી (મારાથી) અજાણ હતો, હવે સાચી સમજણ આપની કૃપાથી પામ્યો. પ્રથમ અનંત દુઃખ પામીને અનંત કાળથી ટકી રહ્યો હતો, હવે આત્મભાનથી ટકી રહ્યો છું.
આત્મા અનંત કાળથી છે તે કઈ અવસ્થામાં ટકયો? અભાન વડે અનંત દુઃખને પામ્યો અને તે અનંત દુઃખની અવસ્થામાં ટકયો. “અનંત” શબ્દ, આત્મા બેહુદ–અપાર આનંદસ્વરૂપ સ્વાભાવિક તત્ત્વ છે એમ સૂચવે છે. તે ભૂલીને, હે ગુરુ! એ આનંદની અનંતી ઊંઘાઈમાં હું અનાદિ કાળથી ટકયો હતો, આત્મા અનંત (બેહદતાવાળો) છે, માટે દુઃખનો રસ પણ અનંતો જ ભોગવે છે. કોઈ કહેશે કે અનંતકાળના દુ:ખ ભેગા કરીને અનંત દુ:ખ થયાં હશે પણ તેમ નથી; એક એક ક્ષણમાં અનંત દુઃખની વેદના સહન કરી છે.
આ શાસ્ત્રમાં અપૂર્વ અલાદ ભર્યો છે. શિષ્યને પોતાનું સ્વાધીનપણું ગુરુગમથી સમજાયું એટલે પોતાનો જ્ઞાનસ્વભાવ બેહદ-અપરિમિત છે તેનો ઉલ્લાસ આવ્યો છે તેનું વર્ણન કરે છે.
તું શું સમજ્યો અને શું નથી સમજ્યો, જડના સંયોગમાં શું રહેલું છે અને પરથી જુદાપણુંઅસંગપણું શું, તેનો વિવેક કેમ કરવી તેનો વિચાર કર્યો નથી તેથી જ અનંત દુઃખ પામ્યો છે.
અહીં શ્રી સદગુરુને નમસ્કાર કર્યો છે, તેમાં વિનય છે. નિશ્ચયથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે; વ્યવહારથી પોતે, ઉપકારીને (જે કેવળજ્ઞાની ભગવાન થઈ ગયા, જેમણે આત્માનું અવિરોધ સ્વરૂપ સમજાવ્યું છે તે પરમાત્માને) ઓળખીને નમન કર્યું છે. શ્રી સદ્ગુરુ ભગવંત કેવા મહિમાવંત છે તે વિષે કહ્યું છે કે
ગુરુ ગોવિંદ દોનું ખડે, કિસકું લાગું પાય;
બલિહારી ગુરુદેવકી ( જેણે ) આતમ દિયો બતાય પરમાત્મસ્વરૂપ ચૈતન્ય વીતરાગ ભગવાન અને જ્ઞાની બન્ને સમક્ષ દેખાય છે ત્યાં શિષ્ય પોતાનું બેહદ સુખસ્વરૂપ, સ્વાધીન સ્વરૂપ સમજાવનાર સાધકદશામાં વર્તતા એવા સદ્ગુરુને નમસ્કાર કરે છે. પોતાનો સાધકસ્વભાવ ઊઘડયો એની હોંશમાં પોતાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com