________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| શ્રી સર્વજ્ઞવેવાય નમ: અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામીનાં આત્મસિદ્ધિશાસ્ત્ર પર
પ્ર વ ચ નો ( વિક્રમ સંવત્ ૧૯૯૫-૯૬ રાજકોટમાં પ્રવચનો) આ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્ર નડિયાદમાં વિ. સં. ૧૯૫ર ની સાલમાં (આસો વદ એકમ ) લખ્યું હતું. તેમાં પૂર્વભવના સંસ્કાર સહિત પોતાનો અનુભવ જણાવ્યો છે. છ પદનો તેમાં સમાવેશ થાય છે, તે છ પદ નીચે મુજબ છે:
(૧) આત્મા છે. (તે ન્યાયથી સમજાવ્યું છે.) (૨) જે છે તે હંમેશા હોય છે તેથી નિત્ય છે. (૩) સ્વભાવે તે જ્ઞાનનો કર્તા છે. અજ્ઞાનથી રાગ-દ્વેષનો કર્તા છે. (૪) વસ્તુતાએ સ્વભાવનો ભોક્તા છે. અજ્ઞાનથી હર્ષ-શોકાદિનો ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય પણ છે. આમાં ઘણા ભવના સંસ્કાર સહિત સ્વાનુભવની વાત કહી છે.
શ્રી એટલે આત્માની જ્ઞાનલક્ષ્મી-કેવળજ્ઞાન; તેનું સ્વરૂપ સમજ્ય જ્ઞાનનું ચારિત્ર ( સ્થિરતા) પ્રગટીને, જ્ઞાનના પુરુષાર્થથી પૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રની શરૂઆતમાં શ્રી સશુરુ ભગવંતો વિનય કરે છે :
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ૧. પ્રથમ “સ” નામ આત્મા, અને તેને સમજાવનાર ગુરુ તે સદ્ગ. એવા સદ્ગરને નમસ્કાર કરીને કહે છે કે હું એક આત્મા જ (આત્માનું સ્વરૂપ જ ) જાણ્યા વિના અનંત દુઃખ પામ્યો, એક આત્મા જાણે સર્વ જણાઈ જાય છે.
જે સ્વરૂપ એટલે આત્મસ્વરૂપ. આત્મા પોતે કોણ છે તે જાણ્યા વિના બધી કળા નકામી છે. તે સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો એમ કહ્યું, પણ એમ ન કહ્યું કે અમુક ક્રિયા કે અમુક વિદ્યા વિના રખડયો.
સ્વ” એટલે પોતાનું પોતાનું રૂપ તે સ્વરૂપ. જીવનું સ્વરૂપ પોતાનું અરૂપી જ્ઞાન છે. જગતનાં અન્ય દ્રવ્યો જડ એટલે કે અચેતન છે, તેમાંથી પુદ્ગલમાં વર્ણ, ગંધ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com