________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૪૨] [431 નોકર્મનો આશ્રય રહિત કેવળ શુદ્ધ આત્મમય જેની દશા વર્તે છે તે જ્ઞાની પુરુષના ચરણમાં અગણિત વંદન હો. જેમ પાણીચા શ્રીફળમાં કાચલી સાથે ગોળો ચોટેલો દેખાતો હતો, તેનો રસ ચીકાશ સુકાતાં તે ગડગડિયું શ્રીફળ થતાં ગોળો તદ્ગ છૂટો દેખાય છે, તેમ દેહાત્મબુદ્ધિથી દેહાદિ તથા રાગ-દ્વેષમાં પૂર્વે એકતા માની હતી તે ટાળી, જુદાપણું જાણ્યે-અનુભવ્યું તે આત્મા દેહાતીત છે. પોતાનું સહજ આત્મસ્વરૂપ શુદ્ધ છે, સ્વાધીન છે. એમ યથાર્થપણે માન્યું તેને રાગ-દ્વેષની ભાવના કેમ હોય? દેહ મારો છે, પુણ્ય-પાપ મારાં છે; રાગ-દ્વેષ મારા છે, કરવા જેવા છે, એવી શ્રદ્ધા જરાય જેને નથી એવી દશાવાળા દેહ હોવા છતાં દેહાતીત પણ કહેવાય. પવિત્ર વીતરાગ સર્વજ્ઞદેવને “હો વંદન અગણિત'—એ બેહદ, અપરિમિત, અમાપ, અનંત અનંત વંદન દ્રવ્ય અને ભાવનમસ્કારરૂપ છે. વંદનનો વિકલ્પ તૂટીને, બેહુદ–અપરિમિત શુદ્ધ સ્વભાવમાં ઠરી જાઉં એવો અહીં આશય છે. જેને પૂર્ણ શુદ્ધ સાધ્યદશા પ્રગટ થઈ છે તેવા જ્ઞાનીને વંદન હો “અગણિત” એ રીતે સર્વોત્કૃષ્ટ અપ્રતિહત ભાવનો આદર કરીને મહા માંગલિક કર્યું છે. અતિ આદર અનંત ગુણનો છે, પૂર્ણ સ્વભાવનો આદર છે, તેમાં જરા પણ અધૂરા ભાવનો આદર નથી. જેની હૃદ નથી એવાં પૂર્ણ પવિત્ર અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય છે; તેને પ્રગટ કરવા માટે તે જ્ઞાનીને વંદન કરી ક્ષાયિક કેવળજ્ઞાનને પહોંચવા માટે આ આત્મસિદ્ધિ જયવંતપણાને પ્રાપ્ત થાય છે. 142. સમાપ્ત ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com