________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તપ છે. આજ્ઞા એ જ અમારો ધર્મ-એ ઉત્તમ વાત જગતના જીવો માટે તેઓએ કહી છે. પણ એ આજ્ઞા કેવી છે તે જાણ્યા વિના તે આજ્ઞા લાગુ પડતી નથી, માટે વાચકની પાછળ વાચ્ય શું છે તે સમજવાની મહેનત જાતે કરવી જોઈએ.
એકલી જાણીને ન વિચારો, પણ વીતરાગ પ્રભુનું શું કહેવું છે તે ભાવ વિચારો. સર્વજ્ઞ વીતરાગની વાણી, ભાવવચન, વાચ્ય શું છે તેનો ઊંડાણથી નિર્ણય કરો તો સાચી શ્રદ્ધાસમ્યગ્દર્શન પ્રગટ થવાનું જ; માટે અહીં કહ્યું છે કે “સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહ, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.” બધું પોતાની ઉપર નાખ્યું છે, અને કહ્યું છે કે જે નિશ્ચયરત્નત્રયમાં વર્તે તે જ અનંત સુખસ્વરૂપ મોક્ષપદને પામે. જાતે વિચારી જો; તું જ નિર્ણય કરીને અંતરમાંથી સાક્ષી લાવ, નિઃસંદેહ જાતનો નિર્ણય લાવ. સ્વરૂપનિર્ણય-સમ્યગ્દર્શન થતાં “ છઠું વર્તે જેહુ” એટલે કે જે કોઈ પાંચ સ્થાનકને વિચારીને મોક્ષ ઉપાયમાં (સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રમાં) વર્તે તે સાધકભાવ છે, “જે વર્તે તે પામે.” સાચા દેવ, ગુરુની પ્રતીત, શ્રી અરિહંતે જે માર્ગ બતાવ્યો તે માર્ગ શું છે, તે માની (સ્વીકારી), સમજીને તેમાં આત્માર્થી સાધકે પોતે વર્તવાનું છે, પોતે જ માર્ગ કાપવાનો છે.
રાગ રહિત શુદ્ધ સ્વચતુષ્ટયમાં (સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવમાં) સ્થિત આત્મા જેવો છે તેવો અવિરોધ વિધિથી બતાવ્યો, પણ જે યથાર્થ વિચારપૂર્વક સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગમાં અવિરોધપણે વર્તશે તે શુદ્ધ આત્માને પામશે. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.” જે જાતનો નિશ્ચય-પરમાર્થ છે તે જ જાતનો પુરુષાર્થરૂપ વ્યવહાર તે જ મોક્ષમાર્ગ છે. ત્રણે કાળના જ્ઞાનીઓએ જે નિઃસંદેહમાર્ગ બતાવ્યો છે તે નિઃસંદેહતાથી મોક્ષમાર્ગમાં જે વર્તે તે પરમાર્થને પામે છે. ૧૪૧ હવે અંતિમ મંગળ કહે છે :
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ “અગણિત” શબ્દ કહીને મહા મંગળિક કર્યું છે. છેલ્લો અને ઉત્કૃષ્ટ દેહ છતાં સર્વજ્ઞ વીતરાગદેવની અંતરદશા પૂર્ણ શુદ્ધ છે, તેથી તે દેહાતીત છે. નીચલી ભૂમિકામાં સમ્યગ્દર્શન હોય ત્યાં અંતરંગ અભિપ્રાયથી જ્ઞાનદશા વર્તે છે. સમ્યગ્દર્શન થતાં એક ન્યાયે (ભાવી નૈગમ નથી) મોક્ષ થયો એમ પણ કહી શકાય. પૂર્ણ શુદ્ધ અસંગ આત્મતત્વ કેવું, કેવડું, કેમ પ્રાપ્ત થાય, કેટલું બાકી તે બધું ખ્યાલમાં આવી ગયું, પૂર્વ પ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com