________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૬]
[૪૨૩ હોય જ. જે જીવ પુરુષાર્થહીન હોય છે, સસાધનને નિષેધે છે, તે સથી વિમુખ રહી સ્વચ્છેદે રખડે છે, તેથી કહ્યું છે કે – “પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” પોતાના નિજ ગુણને નહિ પામતો થકો તે ભ્રાંતિમાં વર્તે છે. દેવ, ગુરુ, ધર્મનાં સાધનનો આદર છોડી દઈને તે સ્વચ્છંદમાં પ્રવર્તે છે, તે ભ્રમણાને ઘૂંટશે અને જે કંઈ વિચારશે તે અજ્ઞાનમાં જ ખતવશે. શાસ્ત્રમાં આત્મા અકારક સ્વાધીન કહ્યો છે, તે દ્રવ્યસ્વભાવને ઓળખાવવા માટે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી, તે વાત સાચી જ છે, પણ તેથી જે ઉપકારી નિમિત્તો છે તેનો નિષેધ કરવો એવું ક્યા શાસ્ત્રમાં કહ્યું છે? શાસ્ત્રમાં તેનો નિષેધ નથી. માટે સાચા દેવ, ગુરુ, ધર્મને અવલંબી, આત્માના નિજગુણ વડે પોતાના સાચા ઉપાદાનને સન્મુખ કરવું, અને પુરુષાર્થ રહિત ન થવું, એવો શાસ્ત્રકારનો કહેલો પરમાર્થ છે. અને વ્યવહાર જ્યાં જેમ છે ત્યાં તેમ સમજ્યા વિના મોક્ષમાર્ગ જ નથી. નિશ્ચય-વ્યવહાર, સાધન-સાધ્ય, પુરુષાર્થ અને પરમાર્થ, ઉપાદાનનિમિત્ત, ભેદ-અભેદ, કારણ-કાર્ય જેમ છે તેમ કહી ત્રણકાળના મોક્ષમાર્ગની સંધિ ગાથા ૧૩૪માં મૂકી. ગાથા ૧૩૫માં શક્તિ અને વ્યક્તિ એટલે દ્રવ્ય અને પર્યાયની સંધિ કહી; આ ગાથામાં ઉપાદાન અને નિમિત્તની સંધિ મૂકી છે, સાચાં નિમિત્તનો વિવેક અને વિનય સમજાવ્યો કે સમ્યગ્દષ્ટિ ધર્માત્મા હોય તે સાચા દેવ-ગુરુનો વિનય, ગુરુ આજ્ઞાનું અવલંબન લે છે. શાસ્ત્રમાં કોઈવાર એમ પણ આવે કે પૂર્વે અનંતવાર જ્ઞાની મળ્યા છતાં કલ્યાણ થયું નહિ. એવું સાંભળીને કોઈ એમ એકાંત માને કે અંદરથી ગુરુગમ આવશે માટે સદ્ગુરુ તથા સશાસ્ત્ર આદિની જરૂર નથી, તો તે બરાબર નથી. મહાસમર્થ આચાર્યવર નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી ગોમ્મસાર કર્મકાંડ ગ્રંથને પૂર્ણ કરતાં કહે છે કે, “હે ગુરુ! તમારા ઉપકારથી ભવનો પાર આવી ગયો. તમારા ચરણકમળની સેવાથી મારા ભવનો અંત દેખાયો છે, તે આપની ચરણસેવાનું ફળ છે.” પોતે આચાર્ય હતા, જ્ઞાનબળથી ભરેલા નગ્ન નિગ્રંથ મુનિ હતા, છતાં સદ્ગુરુનું મહામાન કરે છે. જેમ સારાં ફળ પાક્યાં તે ઝાડનું કારણ છે, તેમ શાસ્ત્રરચનામાં જે કંઈ મહત્તા આવી હોય તે શ્રીગુરુનો પ્રતાપ છે.
પંચમકાળમાં પણ તેઓ એકાવતારી થઈ ગયા. વર્તમાનકાળમાં પણ એ જ જૈનશાસન વર્તે છે, માટે જેને આત્મધર્મની રુચિ છે તેણે નિવૃત્તિ લઈને સત્સમાગમ તથા દેવ, ગુરુ, ધર્મ અને શાસનની ભક્તિ કરવી જ. સંસારની હોંશ કરનારા લાંબી વરધનાં લગ્નનાં મંડપ નાખે છે, મંડપને શણગારીને લાંબી લાંબી હોંશ પૂરી કરવા મથે છે; તો પછી આ તો લોકોત્તર વિનય એટલે મોક્ષની હોંશ કરનારા ધર્માત્મા અંતરની રુચિથી દેવ, ગુરુ, ધર્મની ભક્તિ લાંબો કાળ રહે તે જ ઈચ્છે છે. કોઈ કહે કે તમે નિમિત્તના આશ્રય ઉપર બહુ જોર આપો છો, તો તેમ અર્થ થતો નથી. દેવ, ગુરુ, ધર્મ એ ત્રણે વીતરાગસ્વરૂપ નિર્દોષ છે, જિનપદ તે જ નિજપદ છે. એના જેવું રૂડું બીજું શું હોઈ શકે ? સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મ નિમિત્ત છે અને નિશ્ચયથી ઉપાદાન પોતે છે; તેનો વિવેક જ્ઞાની સમજે છે, વીતરાગને સ્વીકારે તે વીતરાગ થાય. પ્રભુનો ભક્ત સ્વયં પરમાત્મા થઈ જાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com