________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વભાવની અંદર સ્થિરતા-વીતરાગદશા વધતી જાય, તેમ તેમ નિમિત્તનું અવલંબન, જિનઆશાના વિકલ્પ પણ છૂટી જાય છે. પ્રથમ જે શુભ વિકલ્પ પુરુષાર્થ સાથે હતો તે વિકલ્પ
જ્યાં તૂટયો ત્યાં નિમિત્તનું જ્ઞાન રહી જાય છે, અને અપ્રમત્તસંયમભાવમાં ધ્યાતા, ધ્યાન, ધ્યેય એકાકારરૂપ શુદ્ધતામાં લીન થઈ જાય છે. એવી દશા જ્યાં લગી નથી ત્યાં લગી સદગુરુનો વિનય, જિનઆજ્ઞાનો વિચાર વગેરે શુભ વિકલ્પ રહે છે. પણ જ્યાં એ નિમિત્તનો આદર નથી ત્યાં નિજગુણની આશાતના વર્તે છે. માટે જેને સાચું હિત કરવું છે તેવા મુમુક્ષુ આત્માઓએ પ્રથમ સંસારનો રાગ ટાળી, રાગની દિશા બદલાવવી જોઈએ. અકષાય સ્વરૂપ છે, તેમાં જવાની દષ્ટિસહિત તે ઇષ્ટ નિમિત્તનો વિનય હોય, જ્યાં લગી સંસારનો રાગ હતો ત્યાં લગી આધાતિકર્મનો યોગ પણ એવો હતો કે વિષય-કષાયના સંયોગો જ હતા. પણ જ્યારે દૃષ્ટિ બદલી, આત્મા શુદ્ધ છે, અસંગ છે, તૃષ્ણા-મમતા રહિત છે એવું લક્ષ થયું ત્યારે રાગની દિશા સત્ અને સત્સાધનો ભણી (ઇષ્ટ નિમિત્ત તરફ ) વળે છે, અને બહારના સંયોગો પણ પરમાર્થ દેખાડે તેવા જ મળે છે.
બાહ્યનો યોગ અનુકૂળ ન હોય તો અંદરમાં ભાવથી અનુકૂળતા કરી લે. પરની ક્રિયા જીવને આધારે નથી, છતાં જેમ પૂર્વે અજ્ઞાનને લીધે રાગ-દ્વેષ એવા સેવ્યા કે તેને ઊંધા પુરુષાર્થમાં બહારના સંયોગો અનુકૂળ નિમિત્ત થયા એમ દેખાય છે; તેમ સન્ના લક્ષ સેવળા પુરુષાર્થમાં (સમજણમાં) ગુણની શક્તિ વધારવા નિમિત્ત અનુકૂળ દેખાય છે.
નિમિત્તનો સ્વીકાર તો પોતાને કરવાનો છે, નિમિત્ત બળજબરીથી ક્યાં કહે છે કે તમે રાગ કરો, અથવા વીતરાગ થાઓ. જીવ પોતે જ પોતાને ભૂલીને નિમિત્તનો આશ્રય લઈને રાગ-દ્વેષી થાય છે, સવળા પુરુષાર્થમાં ( જ્ઞાનમાં ) વર્તે તો રાગ ટાળીને નિર્જરા થાય. ધર્માત્માના હાથમાં શાસ્ત્રના પાના આવે તેમાંથી પોતે કાંઈ મેળવતો નથી, પણ પોતાના જ્ઞાનમાં નિમિત્ત સંબંધીનું જ્ઞાન કરે છે. જ્ઞાનીને બધાં નિમિત્તો ગુણમાં ઉપકારી થાય. રાગની દશા બદલતાં રજકણની દિશા બદલી એમ જોગાનુજોગ બાહ્યના સંયોગો ઉપકારી થાય, એવો સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પણ હું આમ કરું છું માટે આમ થાય છે, હાથ પગ ચલાવું છું માટે ચાલે છે એમ નથી, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સ્વતંત્રતા બતાવે છે. રાગની દિશા બદલતાં દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, શાસ્ત્રવાંચન, શ્રવણ, સ્વાધ્યાય વગેરે હોય છે, તેથી ધર્માત્માને પરમાણુ અને પ્રારબ્ધ બદલાઈ જાય છે. બાહ્યના સંયોગો પણ અનુકૂળ હોય. સ્વાધીન રમત બધી ચૈતન્યમાં જ છે. ભગવાન આત્મા રાગ વડે કે જ્ઞાન વડે કાંઈ જડની ક્રિયા કરે એમ કદી સંભવતું નથી.
જ્યાં પુરુષાર્થ પ્રગટયો ત્યાં ઘાતિકર્મ તો પલટી જાય છે. નોકર્મની ક્રિયા પણ ઘણા ભાગે જોગાનુજોગ શુભ જોગમાં હોય છે. કદાપિ બહારની સરખાઈ ન દેખાય તો અંદરમાં (ભાવમાં) સરખાઈ હોય જ, અને સત્સમાગમ, સત્સાધન, પરમાર્થને પામવાનાં જે સાચાં નિમિત્તગુરુ આજ્ઞા પાલન, સશાસ્ત્રનો વિનય, બહુમાન તથા ગુણભક્તિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com