________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૬]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય;
સદ્ગઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ૧૩૫ “જે સમજે” તેમાં દર્શનમોહનો નાશ આવે છે. “તે થાય” તેમાં ચારિત્રમોહનો ક્ષય તથા સર્વ કર્મનો નાશ કહ્યો છે. જેમ સોનું એક જ જાતનું છે, પણ લાલ, પીળા, લીલા આદિ રંગવાળાં કપડાં તથા મનુષ્ય, પશુ, પક્ષી, દેવ વગેરેનાં ચિત્રોવાળાં કપડાં તેના ઉપર લપેટી લીધાં હોય તેને આ મનુષ્યના આકારવાળું સોનું, દેવના આકારવાળું સોનું, પશુ-પક્ષીના આકારવાળું સોનું, એમ ઉપચારથી કહેવાય. પણ અંદર સોનું સળંગ જુઓ તો એક જ જાતનું છે, તેમાં ફેર નથી. તેમ આ સંસારમાં મનુષ્ય, દેવ, નારકી, તિર્યંચ આદિ ગતિ નામકર્મના સંયોગે શરીરના આકાર ઉપરથી ઉપચારે કહેવાય કે આ મનુષ્યનો જીવ, આ દેવનો જીવ, આ નારકીનો જીવ, આ તિર્યંચનો જીવ, પણ ખરી રીતે (નિશ્ચય) જાતિ અપેક્ષાએ તમામ સમાન છે. દેહ દીઠ દરેક આત્મા સ્વતંત્ર છે, આત્માનો દેહુ અરૂપી જ્ઞાનઘન છે. શક્તિરૂપે બધા જીવો સિદ્ધ પરમાત્મા સમાન છે. જો આ દેહમાં રહેલો આત્મા શક્તિપણે પૂર્ણ શુદ્ધ ન હોય તો ભેદવિજ્ઞાનના બળ વડે તે મુક્ત (સિદ્ધ) થઈ શકે નહિ. જે ન હોય તે નવું ન થાય તે સિદ્ધાંત છે. માટે શક્તિપણે પૂર્ણ પરમાત્મા જેવું દરેક જીવનું સામર્થ્ય છે.
“જે સમજે તે થાય ” શુદ્ધતાને જાણે, માને, અનુભવે અને તે જાતનો પુરુષાર્થ કરે તો સ્વયં શુદ્ધતા પ્રગટ થાય. અભવી જીવો પણ શક્તિપણે સિદ્ધ પરમાત્મા સમાન છે, છતાં તેને વર્તમાનદશામાં સદાય હીનતા એ પ્રકારની છે કે, તેને આત્મધર્મ ન પ્રગટે, મોક્ષ ન થાય. દરેક આત્માનો વાસ્તવિક સ્વભાવ પૂર્ણ શુદ્ધ, અસંખ્યાતપ્રદેશી, કેવળજ્ઞાનસ્વરૂપ, આનંદઘન છે, ચૈતન્યઘન છે, અવિનાશી, આનંદમૂર્તિ છે. છે તે સદાય છે; તે સ્વાધીન પુરુષાર્થથી પ્રગટ થાય છે. “ આતમ પરમાતમ વિષે, શક્તિ વ્યક્તિ ગુણભેદ, નહિતર ઉભય સમાન છે, કર નિશ્ચય તજ ખેદ.” સ્વભાવમાં કંઈ ફેર દેખાતો હોય તો રાગ, દ્વેષ, મોહ અને પુણ્ય-પાપરૂપ સંસારદશાના કારણે છે; આત્મા દ્રવ્યસ્વભાવે, શક્તિએ, લક્ષણે સમાન છે, સંખ્યાએ જુદા સ્વતંત્ર છે.
અભવી જીવનું દાંત - સુવર્ણપાષાણમાં બે જાત આવે છે. કનકપાષાણ અને અંધપાષાણ; તેમાં અંધપાષાણમાં સુવર્ણરજ એવી દઢ લેપાયેલી છે કે, તેમાં ગમે તેવો અગ્નિ આદિનો પ્રયોગ કરવામાં આવે છતાં શુદ્ધ સુવર્ણ જુદું ન પડે; તેની રાખ થઈ જાય. અંધપાષાણમાંથી સોનું જાદું પાડવા માગે તોપણ જુદું પડે નહિ. છતાં તેમાં સુવર્ણપણું છે; તેમ અભવી આત્મામાં મોક્ષસ્વભાવ-સિદ્ધત્વ છે પણ એ અંધપાષાણવત્ અપ્રગટ છે; તેનો આત્મધર્મ કદી પ્રગટે નહિ. આત્મામાં અને પરમાત્મામાં જાતિ સ્વભાવે ફેર નથી. એકની અવસ્થા સિદ્ધ સમાન ખીલે છે, ત્યારે એકની શુદ્ધ અવસ્થા ન ખીલે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com