________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૫]
[૪૧૭ માટે એક જાત ભવ્ય અને એક જાત અભવ્ય, એ વાત ઘણા ન્યાયથી, યુક્તિ-આગમપ્રમાણથી ત્રિકાળ સિદ્ધ થયેલી છે. અભવી જીવ રાગ-દ્વેષ અને શુભાશુભ પરિણામમાં એકત્વબુદ્ધિની ગાંઠ છોડવાનો પુરુષાર્થ કરતો નથી. જેમ કોરડું મગ ચડે નહિ, વંધ્યાને પુત્ર ન થાય; એ જાતના જડના પરમાણુનું પરિણમન છે. દષ્ટાંત એકદેશી હોય, તેનાથી સિદ્ધાંત સમજી લેવો. વળી કુદરતી ક્રમ એવો જ છે કે દરેક વસ્તુ પ્રતિપક્ષ સહિત ત્રિકાળ હોય જ છે. સંસાર અને મોક્ષ, ભવ્ય અને અભિવ્ય, જડ અને ચેતન, સુખ અને દુઃખ, મૂર્તિક-અમૂર્તિક વગેરે પ્રત્યક્ષ જણાય છે.
લાયક પ્રાણીને પુરુષાર્થ ઉપાડવા માટે, બોધ લેવા માટે આ ભવી જીવોની જાત એક નિમિત્ત છે. તેની વાત સાંભળતાં તેને પોતાનામાં હીનતા ન દેખાય, બેહદ જ્ઞાયક સ્વભાવસન્મુખ થઈ પુરુષાર્થ ઉપાડે. હું પૂર્ણ શુદ્ધ જ્ઞાયક છું, એ ભાન દ્વારા રાગ-દ્વેષ, પુણ્ય-પાપમાં અટકે નહિ, મૂંઝાય નહિ. જગતમાં અતિ અલ્પ સંખ્યામાં અભવ્ય જીવો છે. જે લાયક (ભવ્ય ) છે તે આવું સાંભળે છતાં પોતાને શંકા ન આવે, પણ પોતામાંથી પુરુષાર્થ ઉપાડીને હું સિદ્ધ મુક્ત થઈ જાઉં એવો ઉત્સાહ આવે. પોતાનું બેહદ સામર્થ્ય સમજે એટલે અખંડ જ્ઞાનમાં નિઃશંક જ રહે, ક્યાંય અટકે નહિ, અને પૂર્ણતાના લક્ષે પુરુષાર્થ ઉપાડે, એક નિઃસંદેહ ચેતન્યના જ્ઞાનની બલિહારી છે.
સાચું સમજનારને માટે કેટલો અવકાશ છે તેનો આ ન્યાય છે. સિદ્ધના જ્ઞાનમાં જણાયું છે કે અભવ્ય જાતના જીવો અલ્પ છે, તે સાચી વાત છે; તેમ જાણીને પોતે રાગ દ્વેષમાં ન અટકતો, શીધ્ર જ યથાર્થ સ્વરૂપનાં શ્રદ્ધા જ્ઞાનમાં ટકતો, પુરુષાર્થ કરે છે. સર્વજ્ઞ પ્રભુ એમ કહે છે કે આ ભવ્ય જીવ છે; ત્યાં સામો લાયક જીવ “લહી ભવ્યતા મોટું માન;” દ્રવ્યનિક્ષેપે (સતસન્મુખ થઈ ) સ્વીકાર કરે અને કહે કે હા, હું પરમાત્મા જેવડો જ છું, ધારણા વિના સહજ અંદરમાંથી હકાર લાવે કે હું સિદ્ધ છું, વચ્ચેનો કાળ કાઢી નાખો તો કર્મોપાધિ છે જ નહિ. આત્માના અચિંત્ય પુરુષાર્થનો આ મહિમા છે.
આત્મા અકારણીય તત્ત્વ છે, સ્વયં સ્વાધીન છે, છતાં તે નિમિત્તનો ઉપકાર સમજે છે. જે પોતાની પાત્રતા સમજે-મેળવે તે જ સિદ્ધ પરમાત્મા થાય. તેથી કહ્યું કે “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” “સિદ્ધ સમ” શક્તિ, વ્યક્તિના ન્યાય અનેક પ્રકારના છે. એક તો પોતામાં પાત્રતા (તૈયારી) વડે સન્દુરુષનો યોગ મેળવે અને સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા કરી અપૂર્વ વીર્ષોલ્લાસવડે પ્રત્યક્ષ આત્મલાભ પામે. બીજી વાત-વળી કોઈ સર્વજ્ઞના મુખમાંથી “તું ભવ્ય છો.' એમ સાંભળી પોતે ભાવથી ઊજળીને અંદરથી હકાર લાવે કે-હા, આમ જ છે. “છની હા આવી તે પુરુષાર્થ ઉપાડતો સ્વભાવસમુખ ચાલ્યો આવે છે. તે ધર્માત્મા છદ્મસ્થ જીવ હોવા છતાં ભાવી નૈગમ નયે સિદ્ધ છે. કેવળજ્ઞાનીએ કહ્યું કે આ જીવ બે ભવે મોક્ષે જવાનો છે, તે પણ ભાવી નૈગમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com