________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૪]
[૪૧૫ પરથી ભિન્ન શુદ્ધ આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનમય ચારિત્રની સ્થિરતા તે જ રત્નત્રયમય મોક્ષમાર્ગ છે. ત્રણે કાળમાં બધા જ્ઞાનીઓ એક જ પ્રકારે મોક્ષમાર્ગ કહે છે, અંતરંગ પરમાર્થસ્વરૂપ અને તેના સાધનમાં કોઈ બીજો પ્રકાર હોય નહિ. શિષ્યની યોગ્યતા જે પ્રકારની હોય તે જોઈને જ્ઞાની વાત કરે. વૈરાગ્યની જરૂર દેખાય ત્યાં ત્યાગ-વૈરાગ્યનો ઉપદેશ મુખ્ય કહે; નિમિત્ત ઉપર વજન આપીને કેવળ વ્યવહારમાં અટકતો હોય તેને નિશ્ચય-પરમાર્થ સમજાવે; એ બધું કહેવાનો આશય-પરમાર્થ એક જ હોય. પણ માર્ગભેદ ન હોય, કોઈ જીવને અમુક પક્ષનો આગ્રહ હોય તો પ્રથમ તેને પરમાર્થતત્ત્વ સમજવાનું કહે, પણ તેનો તિરસ્કાર ન કરે. વળી કોઈ એકાન્ત નિશ્ચયાભાસમાં સ્વચ્છંદમાં પડ્યો હોય તેને પુરુષાર્થ કરવાનો વ્યવહાર બતાવે, કોઈ એકાન્ત વ્યવહારકાંડ-પુણ્યકરણી કરીને ધર્મ માનતો હોય તેને કહે કે દૃષ્ટિ સહિત સ્વસમ્મુખ થવામાં જ્ઞાનનો જ પુરુષાર્થ કાર્યકારી છે; બાહ્ય જોગ કે ક્રિયાકાંડનો મમત્વભાવ છોડાવીને સ્વરૂપને સમજવાનો ઉપદેશ આપે. આત્મસાધનમાં, પરમાર્થહેતુમાં, સાધન-સાધ્યમાં ફેર હોય નહિ.
પરમાર્થભૂત વ્યવહારમાં ક્યાંય મતભેદ ન હોય. પરમાર્થે માર્ગ = (આત્મધર્મ) એક જ છે. જે પરમાર્થ માર્ગ પામે તેને એક જ જાતનો વ્યવહાર હોય. તેની ભૂમિકાની યોગ્યતા પ્રમાણે વ્યવહાર હોય એવો કુદરતી ક્રમ છે. કોઈવાર સદ્ગમાં વિનય-ભક્તિ ઉપર બહુ વજન હોય, અને કહે કે સંતચરણના આશ્રય વિના આત્માને ગુણ ન થાય, માટે ગુરુની સેવા કરવી. વળી એમ પણ કહેવાય કે કોઈના આશીર્વાદથી કલ્યાણ ન થાય, તારું કલ્યાણ તારી પાસે છે, બીજા પાસે ગીરો મૂકયું નથી કે તે આપી દે. દેવ, ગુરુ તો પર છે, શાસ્ત્ર-પાનાં જડ છે માટે પરાશ્રયપણું છોડ. આત્માનું સાધન-પુરુષાર્થ આત્મામાં જ છે, આત્માથી ભિન્ન નથી; પરનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં નથી તે નિશ્ચય. વસ્તુસ્વરૂપના સ્વભાવનું વર્ણન જેમ છે તેમ જ કહેવાય. પણ એ વાતનો સ્વાનુભવ ન લાવે અને પુરુષાર્થ ન કરે, તેને શ્રીગુરુ હિતબુદ્ધિથી વ્યવહારનો ઉપદેશ કહે, અને સમજાવે કે અકષાયદેષ્ટિએ તીવ્રકષાય ટાળીને પુરુષાર્થ કર. રાગ ટળતાં અશુભ નિમિત્તિનો ત્યાગ થયા વિના રહે નહિ, માટે વૈરાગ્ય, ઉપશમ, વિવેક, સત્સમાગમની જરૂરિયાત છે, તેમ જણાવે. માટે “સદ્ગઆજ્ઞા જિનદશા નિમિત્ત કારણમાંય.” એમ કહ્યું છે. સદ્ગ-સમાગમ બહુ ઉપકારી છે; એમ નિમિત્તનો વિવેક બતાવે છે. માટે જે જેમ છે તેમ તે વિવેકથી સમજવું જાઈએ.
જિનદશા= શુભ કે અશુભ રાગ-ઇચ્છારહિત વીતરાગસ્વભાવનું આચરણ, તે જ અંતરંગ પરમાર્થમાં મૂળ કારણ છે; અને તે અંતરઅનુષ્ઠાન વડે જ પૂર્ણ પવિત્ર મોક્ષદશા પ્રગટ થાય છે. ૧૩૪
હવે મુમુક્ષુનું ઉપાદાન અને તેને નિમિત્ત કેવાં હોય તે કહે છે :
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com