________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તેથી અલૌકિક સ્વભાવ અને પ્રકૃતિનો યોગ એવા મળી ગયા છે કે ઘણા ઘણા ન્યાય આવે છે. બાહ્યદૃષ્ટિથી જોનારને સમજવું કઠણ પડે તેમ છે.
સાચા જિજ્ઞાસુનાં હૃદયોમાં સનું બહુમાન છે. કાળ એવો સારો આવ્યો કે સમયસાર અને સાથે રહેલું યોગબળ, પૂર્વના બળવાન સંસ્કારો અને સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા સહિત સત્પદની પ્રરૂપણા જેમ છે તેમ કહેવાય છે, તે નિઃશંકપણે સમજો. અહીંથી હવે બીજાં ફરે તેમ નથી. ત્રણે કાળના જ્ઞાનીને જે કહેવું છે તે જ પરમાર્થની પ્રરૂપણા છે. સામાન્ય બુદ્ધિથી ન સમજાય તો મધ્યસ્થપણે વિચાર કરજો. ના ન પાડશો, સાક્ષી જોઈએ તો તે આત્મામાં છે. અનંતશક્તિ દરેક સમયે સંપૂર્ણ ભરી પડી છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે, ચૈતન્ય ભગવાન આત્મા જ તારી રક્ષા કરશે, માટે તેને દેખ, એ વિના બીજું કોઈ સહાયક નથી. પોતાની તૈયારી જેવી હોય તેવું નિમિત્ત હોય. પણ આ બધી વાતો સંપ્રદાયના આગ્રહવાળાને નહિ બેસે. જેને નિમિત્તથી (નિમિત્તાધીન દૃષ્ટિથી) વાત બેઠી હોય તેને એમ લાગે કે આ તે શું વાત કરે છે? આવું માનશું તો લોકો ગાંડા કહેશે. પણ હા, વાત સાચી, સંસારના ગાંડા ખરા! કારણ કે અત્રે સંસારના ભવભ્રમણના નાશની વાત છે. મોક્ષમાર્ગમાં તો ઉપાધિનો અભાવ થાય, વીતરાગદશા પ્રગટ થાય, વીતરાગ સર્વજ્ઞ ભગવાન તીર્થંકર પ્રભુના પંથમાં ત્રિકાળ એક જ ન્યાય હોય. વર્તમાનમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં મુનિધર્મ નિગ્રંથ-નગ્ન દશામાં જ પ્રવર્તે છે. લાખો સંત-મુનિઓનાં ટોળાં મહાવૈરાગ્વત વીતરાગદશા સાધે છે. ધન્ય તે ઉત્કૃષ્ટ ધર્મકાળ! એ મહાવિદેહ ક્ષેત્ર, સાક્ષાત્ શ્રી તીર્થકર ભગવાન, એ મહિમાની શી વાત! ત્યાં સદાય નિગ્રંથમાર્ગ છે. ત્રણેકાળ એક જ પ્રકારનો મોક્ષમાર્ગ છે, મુનિદશામાં તદ્દન નગ્નવેશ હોય છે. નિગ્રંથધર્મ જયવંત વર્તે છે. એ વાત અનેકવાર કહી છે. જ્યાં સાચો પંથ હોય ત્યાં એક જ મત હોય. એટલે શ્રીમદે કહ્યું છે કે ગચ્છમતની કલ્પના છોડીને આત્મામાં આવો, એટલે તદ્ન નિષ્પરિગ્રહ વીતરાગનો ધર્મ અને વેશ શું હોઈ શકે તે પોતાની મેળે સમજાશે. તે વેશ-લિંગાદિ વ્યવહાર છે પણ તેનાથી મોક્ષ નથી. આત્મામાં મોક્ષાવસ્થા છે તે જ પ્રગટે છે, તેથી પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે.
[તા. ૨૮-૧૧-૩૯] આ ગાથામાં નિશ્ચય-વ્યવહારની સંધિ છે. ગચ્છમતની કલ્પના તે કંઈ સવ્યવહાર નથી. દેહાધ્યાસ વર્તે, વિષય-કષાયનો ઘટાડો નહિ, અંતરવૈરાગ્ય નહિ અને નિશ્ચયકથન સાંભળીને સ્વચ્છંદમાં પ્રવર્તે તે નિશ્ચય નથી, સારભૂત નથી. પણ અનંત જ્ઞાની સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ કહેલો આત્મધર્મ તે જ ત્રિકાળ જયવંત છે. ૧૩૩. અનંત જ્ઞાનીઓએ પ્રરૂપેલો ધર્મ જયવંત છે એમ અહીં કહે છે :
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com