________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૨ ]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વ્યવહાર છે. તે પુરુષાર્થરૂપ વ્યવહાર તે મોક્ષમાર્ગ છે અને “ભાન નહીં નિજરૂપનું તે નિશ્ચય નહિ સાર.” એટલે શુભ-અશુભ મનના સૂક્ષ્મ પરિણામ તે આત્માનો ગુણ નથી. મન વાણી, દેહની ક્રિયા, વિકલ્પ, રાગ-દ્વેષ, કર્મ, નોકર્મ-એની સાથે આત્મધર્મનો સંબંધ નથી, સ્વાશ્રિત નિશ્ચય ભેદવિજ્ઞાન સાથે મોક્ષમાર્ગરૂપ ધર્મનો સંબંધ છે. પુણ્યથી ધર્મ નથી પણ બંધ છે. રાગની ક્રિયા કે દેહાદિ જડની ક્રિયાનો કર્તા આત્મા નથી. એમ છતાં જે કોઈ બીજું માને તે ઊંધી શ્રદ્ધા છે, મિથ્યાદર્શનશલ્ય છે. આત્માને બંધનવાળો માનવો તે પરમાર્થ નથી પણ મિથ્યાત્વ છે. આત્મા અને સિદ્ધ પરમાત્મામાં જાતિપણે-સ્વભાવે સમાનતા છે. જેટલા ગુણ પરમાત્મામાં છે તેટલા જ દરેક આત્મામાં છે, જો બંધસ્વભાવ હોય, રાગદ્વેષ ચેતનના ઘરના હોય તો તે ટળે નહિ, પણ પુરુષાર્થ વડે તે ટાળી શકાય છે, માટે આત્મા સ્વભાવે અબંધ છે. સમસ્ત પરદ્રવ્યોના સંગથી જાદો, પરના કારણ-કાર્યથી જુદો છે, પૂર્ણ શુદ્ધ અસંગ છે, જડ સ્વભાવનો અંશ પણ કોઈ કાળે ચેતનમાં નથી. આવી બે ને બે ચાર જેવી વાત-તેની કોણ ના પાડી શકે?
આત્મા પરનો કર્તા-ભોક્તા નથી પણ જ્ઞાનનો કર્તા-ભોક્તા છે; જડનો ધણી ચેતન થઈ શકતો નથી. આ વાત ઘણા ન્યાયથી ઘણીવાર સ્પષ્ટ થઈ છે. અહીં કોઈ પૂછે કે વર્તમાનમાં તો બંધાયેલો-અશુદ્ધ છે ને? તો તેનો ઉત્તર છે કે-ના. દ્રવ્યસ્વભાવ કદી બંધવાળો કે વિકારી હોઈ શકે નહિ. જે કોઈ આત્માને બંધનવાળો કે ઉપાધિવાળો માને છે તેને સાચી શ્રદ્ધા નથી. બંધ તો વર્તમાન માત્ર એક સમયની અવસ્થારૂપ યોગ્યતા છે, તે કાંઈ સ્વભાવ નથી, સ્વભાવમાં કાંઈ પેસી ગયું નથી. આત્મા અને આસ્રવો વચ્ચે ભેદજ્ઞાન શું? તે વિચારે તો સમજાય. જેવો દેહ સ્પષ્ટ દેખાય છે તેવો આત્મા જેને સ્પષ્ટ દેખાતો નથી, અનુભવમાં જુદો-અસંગ ભાસતો નથી, હું પરથી જુદો, અસંગ, શુદ્ધ આત્મા, રજકણ માત્રથી જુદો છું તેનું જેને લક્ષ પણ નથી અને દેહાધ્યાસ વર્તે છે તેને સ્વપ્નામાં પણ ધર્મની ગંધ નથી. હું રજકણ, દેહાદિ, રાગ-દ્વેષ વગેરે પરદ્રવ્યથી છૂટો અબંધ છું એવું તેને સમજાયું નથી, તો પછી સાચું સુખ ક્યાંથી થાય? જેને પરમહિત કરવું હોય તેને ખૂબ સત્સમાગમ અને વૈરાગ્ય વધારવો. પણ જ્ઞાન-વૈરાગ્યનાં જેને કાંઈ ઠેકાણાં નથી, વિષય-કષાયમાં આસક્તિ છે, દેહાધ્યાસ વર્તે છે, અને સત્સમાગમ આદિ સાધન પામ્યા વિના કથનમાત્ર નિશ્ચય પોકાર્યા કરે કે “આત્મા શુદ્ધ છે” તે નિશ્ચયાભાસી છે. જરીક અગવડતાનો પ્રસંગ આવે ત્યાં અશાંતિ-કલેશ દેખાય, શરીરની સગવડતાની ઘણી મમતા હોય, એવા દેહાધ્યાસમાં વર્તતા જીવોને સંસાર-દેહાદિમાં સુખબુદ્ધિ હોવાથી સિદ્ધાંતબોધ અને અધ્યાત્મશાસ્ત્ર સારભૂત થતાં નથી. તેવા જીવ આત્મા સર્વથી જુદો છે, જડ મન-ઇન્દ્રિયથી જુદો છે, એમ વાતો કરે, પણ જ્યાં શરીરને કંઈ અગવડતા જણાય ત્યાં આલસવિલસ થાય છે, મૂંઝાઈ જાય છે. પણ ભાઈ રે! તું કહેતો હતો ને કે હું પરથી-દેહથી જુદો છું? શાસ્ત્રજ્ઞાનની ઓથ લઈને જેણે દેહાદિની મમતા ઘટાડી નથી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com