________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૩]
[૪૧૧ સમ્યગ્દર્શન છે, પૂર્ણ કેવળજ્ઞાન તે જ હું છું. એમ પરથી જાડાપણાનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને તેમાં રાગરહિત સ્થિરતા તે સમ્યક્ષ્યારિત્ર છે. તત્ત્વષ્ટિ અને પુરુષાર્થ બધુંય આત્મામાં જ છે.
લોકો અંતરંગ કષાય કોને કહેવાય તે સમજે નહિ અને પુણ્યપરિણામને ધર્મ માને,-એ રોગ વળગે છે ને માને છે કે હું નિરોગ થાઉં છું. આ ખબર વિના બહારથી કંઈ કરીએ તો સંવર-નિર્જરા થશે, ધર્મ થશે, એમ લોકો બોલે છે, પણ ચેતનની શી જાત છે અને વીતરાગી ધર્મનો વ્યવહાર કેવો હોઈ શકે, તે જરા ધીરજ રાખી મધ્યસ્થપણે વિચારે, તત્ત્વનો અભ્યાસ કરે તો સમજાય. આત્માનો ધર્મ ત્રણે કાળે એક જ હોય. તેનો વ્યવહાર પણ નિગ્રંથ વીતરાગદશા જણાવનાર હોય. અહીં તો પંચમકાળ વર્તે છે. તેથી ગચ્છમત વધી પડયા છે, પણ વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ શ્રી સીમંધર ભગવાન સમવસરણમાં (ધર્મસભામાં) ધર્મદેશના આપી રહ્યા છે. એ દિવ્યધ્વનિથી સનાતન જૈનધર્મ એક જ પ્રકારે પ્રવર્તે છે. ત્યાં મતભેદના પક્ષપાત નથી. ગૃહસ્થના પણ સરખા આચાર અને મુનિધર્મ નગ્ન-દિગંબર તન્ન નિષ્પરિગ્રહી છે, વસ્ત્રનો તાણો હોય નહિ. શાંત વીતરાગ મુદ્રા સહિત નગ્ન, આત્મધ્યાનમાં મગ્ન સંત-મુનિવરોનાં ટોળાં છે. ત્યાં એક જ ધર્મ છે. આ વાત માનો કે ન માનો, પણ સાક્ષાત્ પ્રમાણથી આવેલી વાત છે. સર્વજ્ઞના ઘરની વાત છે, તેમાં કોઈની સાક્ષીની જરૂર નથી. મહાન ઐશ્વર્યવંત હુજારો કેવળજ્ઞાની ભગવાનો પણ ત્યાં છે. હજારો સંતોના ટોળાં છે. ધર્મકાળ ત્યાં વર્તે છે. ત્યાં ત્રણેકાળે ધર્મકાળ હોય છે. અહીંની જેમ ગચ્છમતના વિરોધ ત્યાં નથી, સદાય સત્રરૂપણા-તીર્થકર ભગવાનની વાણીના અમૃતધોધ ત્યાં વહે છે. ત્યાં અત્રે કહીએ છીએ તે જ સબોધપ્રરૂપણા વર્તે છે. અનંત જ્ઞાનીએ આત્માને જે પ્રકારે ઓળખાવ્યો છે તેમ સાધ્યસાધનપણે, વિરોધ ટાળીને શુદ્ધ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં ટકી રહેવાનો પુરુષાર્થ કરવો તે જ મોક્ષમાર્ગ છે. ત્યાં નિમિત્તરૂપે ૨૮ મૂળગુણ, નગ્ન દિગંબર મુનિદશા હોય છે, તેમાં અપવાદ નથી. આત્માનું યથાર્થ શુદ્ધ સ્વરૂપ છે તેમાં જ સાવધાન રહેવું, પુણ્ય-પાપ, રાગ-દ્વેષ રહિત શુદ્ધ સ્વરૂપની સંભાળ રાખવી તે ધર્મ છે. તેમાં અનંતો પુરુષાર્થ કરવાનો આવ્યો. તે કરવાનું લોકોને નથી ફાવતું અને બહારથી જે પોતાને આધીન નથી તેવું બીજાં કરવા માગે છે, તે બંધન ઈચ્છે છે.
જેને મોક્ષાભિલાષા હોય તેણે આ માનવું પડશે. અનંત જ્ઞાનીઓ જે કહી ગયા છે તે જ અહીં કહેવાય છે. બધાં ન્યાયનાં પડખાંથી સમજીને વિરોધ ટાળીને તેની પ્રતીતિ કરો. દુનિયા બીજું ગમે તે કહે પણ આ ફરે તેમ નથી. સાચી શ્રદ્ધા વિના રાગમાં ધર્મ મનાયો છે, પુણ્યમાં ધર્મ મનાયો છે, એટલે ગમે તે કલ્પના વડે પરમાં પોતાની હયાતી રાખીને જીવ પરભાવમાં ટક્યો છે. માટે સ્વભાવમાં ટકવું હોય, સ્વાધીન થવું હોય, સાચું હિત કરવું હોય તો પ્રથમ સાચું તત્ત્વ શું છે તે સમજો. ગચ્છમતની કલ્પના તે વ્યવહાર નથી, પણ આત્મામાં અંદર ગુણો અંશે અંશે પ્રગટે તે આત્માનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com