________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૦]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પણ જો નિશ્ચય અભિપ્રાય એટલે સાચી શ્રદ્ધા (શુદ્ધ સ્વરૂપ) ની ઓળખ ન હોય અને એકાંત વ્યવહારનો પક્ષ કરે તો માત્ર પુણ્ય બાંધે; તે અજ્ઞાનપૂર્વક પુણ્ય હોવાથી પાપાનુબંધી પુણ્ય છે, તેથી એક પણ ભવ ન ઘટે, તે એકાંત બંધપણું સાધે છે. માટે જેમ છે તેમ યથાર્થ તત્ત્વનો નિર્ણય જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી ક્ષણેક્ષણે અજ્ઞાનનું મહાપાપ સાથે જ છે, માટે સાચી દૃષ્ટિ અને તેનો વ્યવહાર સમજો. “પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત;”હું શુદ્ધ છું એ નિશ્ચય, અને રાગ ટાળીને સ્થિર થવારૂપ પુરુષાર્થની રમણતા કરવી તે વ્યવહાર છે. તે બન્ને સાથે છે, કોઈ એકાન્ત તાણીને પક્ષ કરે તો કાર્ય ન થાય. આત્મા સ્વભાવે પૂર્ણ શુદ્ધ છે અને સાધવાનું બાકી છે, એ બેય અપેક્ષાદેષ્ટિને જેમ છે તેમ સમજવી. જેમ દહીંને વલોવીને માખણ કાઢવા વખતે દોરીના બે છેડા છે, તેમાં એકને ખેંચે ત્યારે બીજી બાજું ઢીલું મૂકે તો દહીંમાંથી માખણ નીકળે. બને છેડા તાણી રાખે અથવા છોડી દે તોપણ માખણ ન નીકળે. તેમ હું ચિદાનંદ શુદ્ધ છું, એવી શ્રદ્ધા ત્યાં નિશ્ચયનય, અને તેને પહોચી વળવા માટે જ્ઞાનબળનો પુરુષાર્થ ત્યાં વ્યવહારનય. એમ નિશ્ચયનું કથન આવે ત્યારે વ્યવહાર ગૌણ કરે, અને વ્યવહારનું કથન આવે ત્યારે નિશ્ચય લક્ષમાં રાખે; એમ બને નય પ્રયોજનભૂત છે. જ્યાં સાધકસ્વભાવ છે ત્યાં દેવ, ગુરુ, ધર્મની ભક્તિ વગેરે વચ્ચે આવે છે, તે રાગ છે એમ સમજે છે, પણ જે સંસાર તરફ રાગ હતો તે રાગની દિશા સમ્યગ્દષ્ટિ બદલાવે છે. ૧૩૨. હવે અહીં નિશ્ચય અને વ્યવહાર જેના ખોટા છે તે સમજાવે છે :
ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર;
ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ ગચ્છમતની કલ્પના તે કાંઈ સવ્યવહાર નથી; પણ આત્માર્થીના લક્ષણ કહ્યાં છે તે દશા અને મોક્ષ-ઉપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ કહ્યાં છે તે સધ્યવહાર છે. ગાથા ૩૮ તથા ૧૦૮ માં કહ્યાં તેવાં મુમુક્ષુનાં લક્ષણ અને જિજ્ઞાસુનાં લક્ષણ છે. એક મોક્ષ સિવાય તેને કાંઈ જોઈતું નથી, ભવે ખેદ = ભવ નથી જોઈતો; અંતરદયા = નિર્વેરબુદ્ધિરૂપ નિજ અનુકમ્પા, તે કહીએ જિજ્ઞાસ, અને ત્યાં આત્માર્થ નિવાસ છે. ત્યાં ક્રોધ, માન, માયા, લોભનું ખરું પાતળાપણું છે. એક આત્માર્થ જ તેને જોઈએ છે.
અનંત કાળમાં અપૂર્વતા ન પ્રગટી તે અપૂર્વભાવ કેવો હશે, તેની પ્રાપ્તિ કેમ થાય એની જ સાચી જિજ્ઞાસા જોઈએ. “આરૂષ્મ બોહિલાભ” શુદ્ધ ચૈતન્યમાં સદાય આરોગ્યતા છે, એ ભાન થયા પછી એક પરમાણું પણ નવો બંધાય તે રોગ છે. કંઈ ઇચ્છા નથી, માત્ર પોતાની પૂર્ણતાનું લક્ષ છે તેથી જે કંઈ પુણ્ય બંધાય કે પાપ બંધાય તે ગૂમડાં છે. સમકિતી એમ માને છે કે પુણ્યપાપના ભાવ બેઉ બંધનભાવ છે. મારું સ્વરૂપ તેનાથી સમસ્ત પ્રકારે ભિન્ન છે, નિર્મળ પૂર્ણ પવિત્ર છે. એવી યથાર્થ શ્રદ્ધા તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com