________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૨]
[૪૦૯ વિષયવાસના, ક્રોધ, માન, માયા, લોભ ઘટાડવાં તે વ્યવહાર, હું સિદ્ધ સમાન છું તે નિશ્ચય; એવી સાચી શ્રદ્ધા કરે તેને તીવ્ર કષાય ટળીને મંદ કષાય થયા વિના ન રહે. અવતના પાપપરિણામ ટળીને શુભપરિણામ તેને થાય જ. સન્ની રુચિ છે તે અસત્ સાધનનો આદર કેમ કરે ?-ન કરે. તે દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, સત્સમાગમ વીતરાગ ધર્મની શોભા, પ્રભાવના કરે, અકષાયદૃષ્ટિએ કષાયને ઘટાડે. ચોવીસે કલાક તત્ત્વના વિચાર ઘોળાયા કરે એવી દશા જોઈએ. વાંચના, પૃચ્છના, પર્યટના વગેરે બધાં સાધન સ્વાધ્યાયમાં નિમિત્ત છે. ધર્માત્માને તે બધાનો વિવેક સાથે હોય જ. કોઈ નિમિત્તને આધારે જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી. બાહ્ય નિમિત્ત તો શેય છે. અકષાયતત્ત્વના લક્ષે જે પુરુષાર્થ થાય તે જ નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. માટે પ્રથમ અનંત કાળમાં નહિ મળેલું તત્ત્વ શું છે તે સમજવા માટે, અંતરથી વૈરાગ્ય-ઉપશમવૃત્તિ કરવી. તેને માટે રાત-દિવસ ઝુરણાઝંખના કર્યા વિના સન્માર્ગનું અંશે પણ ભાન થવાનું નથી.
જેનામાં પાત્રતા થઈ તેને સત્ સાધન, સદ્ગુરુ વગેરે મળ્યા વિના રહે જ નહિ. બહારથી ન મળે તો અંદરથી સમાધાન પ્રગટે, પણ પાત્રતાની તૈયારી પોતાની પ્રથમ જોઈએ. સર્વજ્ઞ વીતરાગે જે લોકોત્તરમાર્ગ કહ્યો છે તેને ગમે તેમ કરીને મારે પ્રાપ્ત કરવો છે એવી જિજ્ઞાસા વધતાં તેન સદ્ગુરુ મળે જ! આત્મજ્ઞાન થયા પછી રાગદ્વેષ સર્વથા ટળી જતા નથી, પણ જીવ પુરુષાર્થ વધારે છે, રાગ ટાળવાની તેને ભાવના રહે છે. સાચી દૃષ્ટિ હોય ત્યાં સર્વથા રાગ-દ્વેષ ટાળવાનો અભિપ્રાય અને રાગ-દ્વેષ રહિત જ્ઞાનમાં ઠરવાનો પુરુષાર્થ હોય જ. એ રીતે નિશ્ચયર્દષ્ટિપૂર્વક વ્યવહાર હોય છે, તે એકાન્ત વ્યવહાર નથી. એકલાં પુણ્ય કરવાં તે આત્મધર્મનો વ્યવહાર છે એમ પણ કહ્યું નથી. જે કોઈ શુભભાવ એટલે પુણ્યપરિણામને ચારિત્ર માને, ગુણ માને તે મિથ્યાષ્ટિ છે, કારણ કે તે કર્મભાવ છે, બંધભાવ છે, તેનાથી સંવર, નિર્જરા કે ધર્મ નથી. ધર્માત્માને અકષાયદૃષ્ટિનું લક્ષ અને તે જાતનો પુરુષાર્થ છે, તેની સાથે પુણ્યપરિણામ થયા વિના રહે નહિ. તેનો સ્વામી નથી, પણ તીવ્રકષાય ટાળીને મંદકષાય કરવાનો તે પુરુષાર્થ કરે છે, અને દૃષ્ટિ પૂર્ણ અકષાય પર છે. રાગ ટળ્યો તેટલો ગુણ માને છે, રહ્યો તેનો નકાર વર્તે છે; માટે પુણ્યપરિણામની ક્રિયા તે વ્યવહાર નથી, પણ સાધકસ્વભાવનો પુરુષાર્થ તે પરમાર્થહેતુ વ્યવહાર છે. બાહ્ય નિમિત્તને ઉપચારથી વ્યવહાર કહ્યો છે.
હું સિદ્ધ સમાન પૂર્ણ શુદ્ધ છું-એ શ્રદ્ધા તે નિશ્ચય અને પૂર્ણતાને લક્ષે શરૂઆત સાધકસ્વભાવ તે વ્યવહાર. નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય તો જ સર્વજ્ઞ ભગવાનનો મોક્ષમાર્ગ છે. બાહ્ય સાધન તે પરમાર્થમાં ઘટે નહિ. પૂર્ણ શુદ્ધ સ્વભાવની યથાર્થ શ્રદ્ધા, પરથી જુદાપણાનું પોતાનું જ્ઞાન અને એ શ્રદ્ધા-જ્ઞાનમાં ઠરવાનું બળ-ચારિત્ર, એ ત્રણ ગુણ જેને અંશે પ્રગટયા છે, તેને સત્સમાગમનું બહુમાન રહે જ; દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્રની ભક્તિનો વિનય અને તૃષ્ણા-રાગ ટાળવાનો પુરુષાર્થ તેને આવ્યા વિના ન રહે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com