________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૮]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા હું આત્મા પરથી નિરાળો, અબંધ, શુદ્ધ છું, રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, આદિ સર્વ ઉપાધિ રહિત છું એ નિશ્ચય; અને તેની યથાર્થ પ્રતીતિ સહિત સ્વરૂપજ્ઞાનમાં રાગરહિત ટકવું તે વ્યવહાર છે. રાગને (શુભ પરિણામને) પોતાનો માને, કરવા જેવો માને, તે પોતાને બંધવાળો માને છે, તેને પરથી જુદાપણાની શ્રદ્ધા નથી. બંધ સારો માને તો છૂટાપણાનો પુરુષાર્થ લાવશે ક્યાંથી? માટે પ્રથમ વિપરીતતા રહિત સાચા અભિપ્રાયની જરૂર છે. આત્મા નિત્ય સ્વાધીન છે, અબદ્ધ, અસ્પષ્ટ, અસંયુક્ત છે, તેમાં પરનિમિત્તનો બંધ, સ્પર્શ કે મળમેલ નથી, એવી યથાર્થ પ્રતીતિ એ જ જિનેશ્વર ભગવાનના મહાસૂત્રનો એકડો છે. એ સ્વરૂપ સમજ્યા વિના જરાય ધર્મ નથી; સપુરુષની ઓળખ નથી, તેથી તેને સત્સમાગમનો લાભ પણ નથી. ૧૩૧ નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે હોય છે એમ હવે કહે છે :
નય નિશ્ચય એકાન્તથી, આમાં નથી કહેલ;
એકાન્ત વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩ર અત્રે એકાંત નિશ્ચયકથન કહ્યું નથી. આત્મા અબંધ તત્ત્વ છે, પુણ્ય-પાપ આદિ શુભ પરિણામ પણ આત્મામાં નથી. આત્મા ત શુદ્ધ, અસંગ, નિરપેક્ષ છે; એ પરમાર્થકથન યથાર્થ છે, પણ તે એકાંત ક્યારે કહેવાય છે કે તેની યથાર્થ શ્રદ્ધા અને પુરુષાર્થ ન હોય ત્યારે. આ વાત શુષ્કજ્ઞાનીનાં લક્ષણમાં કહી છે. આ શાસ્ત્રમાં એકાંત વ્યવહારપક્ષ પણ કહ્યો નથી. આત્માના લક્ષ વિના કષાય ઘટાડે એને વ્યવહાર કહ્યો નથી. તેમ જ આત્માનું લક્ષ કરવું અને કષાય ન ઘટાડવો એમ પણ કહ્યું નથી. પણ નિશ્ચયને અવલંબિત સજાતીય (ચેતનનો) સ્વાવલંબી વ્યવહાર કહ્યો છે, તે પરમાર્થહેતુ વ્યવહાર છે. હું પૂર્ણ શુદ્ધ એ નિશ્ચય, અને તે અકષાય શુદ્ધતામાં રાગ ટાળીને સ્થિર થવાનો પુરુષાર્થ તે વ્યવહાર છે. તે નિશ્ચય અને વ્યવહાર અને આત્મામાં ઘટે છે પણ બાહ્ય નહિ. હું રાગરહિત વીતરાગી છું, રાગનો અંશ મારા સ્વભાવમાં નથી, હું શક્તિપણે સિદ્ધ ભગવાન છું, એ દેષ્ટિ સહિત જ્ઞાનમાં પુરુષાર્થ હોય તેને દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, સદ્ગુરુનો વિનય, બહુમાન કરવાનો શુભ વિકલ્પ છદ્મસ્થપણામાં આવે જ; તે સમજીને જાગૃતિ સહિત સાચી ભક્તિ કરે છે. પણ જેને શુદ્ધ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા નથી, તે કદાચ ભક્તિ કરે તો પણ પાછળ તેને વિવેક હોય જ નહિ. રાગરૂ૫ ભક્તિથી તે ગુણ માનતો હોય છે, તે શુભ રાગને પુરુષાર્થ માને છે. સાચા વિવેકના ભાન વિના વીતરાગની ભક્તિ નથી, પણ રાગની ભક્તિ છે. પુણ્ય બાંધે પણ નિર્જરા ન થાય, અને ભવ પણ ન ઘટે.
પ્રશ્ન :- પ્રથમ શું કરવું? ઉત્તર :- સાચી સમજણ અને સશાસ્ત્રનું મનન, વાંચન, વિચાર, શુદ્ધતાના લક્ષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com