________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૧]
[૪૦૭ શાસ્ત્રમાં તો નિજ શુદ્ધાત્માનો આશ્રય કરાવવા માટે નિશ્ચય વાત કહી છે તે બરાબર છે; આત્મા અબંધ છે, પરમાર્થે અબદ્ધ-અસ્પષ્ટ છે, નિર્મળ જ્ઞાનમાત્ર છે, એ વાત પરમાર્થે તન્ન સાચી છે. જીવ કંઈ બંધાયેલો નથી, તેમાં કાંઈ કર્મ પેસી ગયાં નથી. સંસારાવસ્થામાં તેની જોડે કર્મના રજકણોની અવસ્થા દેખાય છે, તેના આશ્રયે થતી વિકારી અવસ્થાને જીવ પોતાની કલ્પ છે, અને રાગ-દ્વેષી બને છે, પણ તેવો થઈ જતો નથી, ભૂલથી માને છે. જેમ દૂધ અને પાણી ભેગાં થઈ ગયાં હોય તો અગ્નિ વિના જુદાં થઈ શકે નહિ, પણ અગ્નિનો પ્રયોગ થતાં પાણી બળી જાય છે અને દૂધની મીઠાશ વધે છે, અને ઘટ (માવો) પિંડ બને છે. એમ આત્મામાં કર્મપ્રકૃતિની, નિમિત્તની ઉપાધિ પેસી ગઈ નથી, ભૂલથી માન્યું હતું તે ભૂલ જ્ઞાનભાવે-અભૂલ સ્વભાવના ભાન વડે ટાળી શકાય છે. હું પરથી જુદો, આનંદઘન શુદ્ધ છું, મારામાં પારદ્રવ્યનો-પરભાવનો પ્રવેશ નથી, એવી શ્રદ્ધા વડે જ્ઞાનમાં સ્થિર થાય તો કર્મની બધી વિકારી અવસ્થા આત્મસમાધિના ધ્યાનરૂપી અગ્નિના પુરુષાર્થથી બળી જાય છે, અને શુદ્ધ ચૈતન્યપિંડ આનંદઘન માવો સહજ સમાધિમાં ઢીમ (ઘન) થઈ જાય છે. અશુદ્ધ અવસ્થા મારો સ્વભાવ નથી એમ માને તો જ અશુદ્ધદશા ટાળી શકાય છે.
“નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય.” પૂર્ણ જ્ઞાયકસ્વભાવ મોક્ષ એ જ મારું સાધ્ય છે, તેમાં પવિત્ર જ્ઞાનમાત્રપણે ટકી રહેવું તે મારું જ્ઞાનબળ સાધન છે. પૂર્ણ શુદ્ધતાનું અભેદ લક્ષ રાખ્યા વિના પુરુષાર્થ ઊપડે નહિ. જ્યાં ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની, (સ્વાભાવિક તત્ત્વ એટલે શુદ્ધ આત્માની) શ્રદ્ધા છે, અને તેના લક્ષમાં એકત્વપણે વર્તવાનો જેને નિર્ધાર છે તેને શુભ-અશુભ વિકારી બંધભાવમાં વર્તવાનો આદર ન હોય. ( જ્ઞાન-ભાવમાં વિકારી કર્મભાવનો સહેજે નકાર હોય છે.) વિકારી કારણ અને અવિકારી કાર્ય એમ કદી બને નહિ. જે ભાવે બંધ થાય તે ભાવે અબંધપણું પ્રગટે નહિ, પંચમહાવ્રત તથા દયા આદિના પરિણામ તે શુભભાવ છે અને તે શુભભાવથી બંધ થાય છે માટે એ બધાં કર્મભાવ છે. તેનાથી અબંધપણાનો ગુણ થાય એમ માનવું તે સ્વહિંસા છે-સનો અનાદર છે.
જે કોઈ આત્માની યથાર્થ પ્રતીતિ ન કરે અને બાહ્ય સાધનમાં કે પુણ્યાદિમાં રોકાય તેને સનો અનાદર હોય જ હોય. શુદ્ધ ચૈતન્યપણાની શ્રદ્ધા નથી ત્યાં લગી જીવ પોતે પરભાવમાં રોકાણો છે અને તેથી તે પુણ્યપરિણામમાં મીઠાશ રહે છે. તે કદી પુણ્ય બાંધે પણ તે પુણ્ય પાપાનુબંધી હોવાથી સંસારનું કારણ થાય છે. બાહ્ય ચારિત્રને પરમાર્થમાં ગણું નથી; પણ “પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમત” એમ કહ્યું છે. આત્માનું સાધન આત્માથી ભિન્ન ન હોય, આત્મામાં જ હોય એ નિયમ છે. એ જાતનું સાધન પોતામાંથી પુરુષાર્થ વડે પ્રગટે છે. બાહ્ય સાધનથી આત્માનું સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર નથી. આત્માનું ચારિત્ર આત્માના આધારે છે, માટે નિશ્ચયની જાતનો વ્યવહાર (સાધકભાવ) તે સત્ સાધન છે. નિશ્ચય લક્ષમાં રાખીને એટલે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com