________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૧]
[૪૦૫ એટલે જોઈએ છે મુક્તિ પદ અને સેવે છે બંધન; તેને જ્ઞાની કહે છે કે તારામાં પૂર્ણ સિદ્ધપદ ભર્યું છે, તે તારે સ્વાધીન છે, અનંત-બેહદ તારી શક્તિ છે તેની પ્રતીત કર, એટલે તે તારાથી પ્રગટ થશે, તારામાં એક પરમાણુ માત્રનો સંબંધ પરમાર્થે નથી; વર્તમાન કર્મસંયોગ દેખાય છે તેનો ઉદય આવે ત્યારે તેને તોડી નાખવાનો પુરુષાર્થ તારામાં છે. અનંતા કર્મબંધન ટળી જાય એવું સામર્થ્ય ચેતનની એક સમયની અવસ્થામાં છે. તે જ્ઞાનબળ કોઈથી દીધું દેવાતું નથી, છતાં ધર્માત્મા સમજીને ઉપચાર કરે છે કે હે સર્વશદેવ! પરમાત્મા! “સિદ્ધ સિદ્ધિ મમ દિસંતું” તેમાં હું છું તેવો પ્રગટ થાઉં એ ભાવના છે.
સમ્યજ્ઞાનમાં સિદ્ધપદ કેવું હોય તેનું જેને ભાન હોય તે ગુરૂઆશાએ વર્તતો સ્વસમ્મુખતારૂપ પુરુષાર્થથી ક્ષણે ક્ષણે કર્મને ટાળે છે. રાગ-દ્વેષ કે વિષય-વાસનામાં રુચિથી જોડાતો નથી કારણ કે તેની દૃષ્ટિમાં બંધભાવરૂપ સંસારનો આદર નથી. ઊંધો પુરુષાર્થ ઊંઘી પ્રતીતિ તે જ સંસારનું કારણ છે, તે ભૂલ (બંધરૂપ ભાવ) ટાળીને પોતાના સવળા પુરુષાર્થ વડે અખંડ જ્ઞાયકપણું ટકાવી રાખે છે. તેથી જ્ઞાયકભાવમાં બંધપણું ટકતું નથી; એવો સમ્યજ્ઞાનનો મહિમા છે. જ્ઞાનક્રિયા જ્ઞાનમાં જ છે, જ્ઞાન જ સાધન છે; બાહ્યની ક્રિયા ચેતન કરી શકે નહિ, એના ઉપર ચેતનનો પુરુષાર્થ કામ આવે નહિ. સર્વજ્ઞ કેવળીનું વીર્ય (બળ) જડમાં કામ કરી શકે નહિ, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય પણ તે જડ-પુદ્ગલની ક્રિયા કરી શકતો નથી, ભોગવી શકતો નથી, પણ સ્વસ્વભાવમાં ટકી રહેવાનો પુરુષાર્થ વધતાં રાગાદિ કષાય ટાળી શકે છે, અને રાગ ટળતાં રાગનું નિમિત્ત બાહ્ય સંયોગ પણ છૂટી જાય છે; એવો ત્રિકાળી નિયમ છે. ૧૩૦ હવે નિશ્ચય લક્ષમાં રાખીને સાધના કરવાનું કહે છે :
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ હવે નિશ્ચય-પરમાર્થને કથન માત્ર ધારી રાખે, (પુરુષાર્થહીન થઈને) નિશ્ચયકથન કરે કે આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે, તેમ માત્ર મનમાં ધારી રાખે અને પરમાર્થભૂત વ્યવહારસાધન, સત્સમાગમ વગેરે છોડી સ્વચ્છંદમાં વર્તે, તેમ ન થવું જોઈએ. આત્મા અબંધ, અસંગ, શુદ્ધ છે તે વાત પરમાર્થ સાચી છે, પણ કોને? કે જે યથાર્થદૃષ્ટિના ભાન સહિત પુરુષાર્થ લાવે અને સ્વસમ્મુખ જ્ઞાતાપણાના બળ વડે રાગ-દ્વેષને તોડે છે તેને. પણ જે શબ્દો માત્ર ગોખી રાખે તે રાગની રુચિ રાખતો હોવાથી સાચો પુરુષાર્થ ન કરે, સ્વચ્છેદ અને અનાચાર પોષે છે, તે પાપબંધ કરે છે.
આત્મામાં પરમાર્થે બંધ કે રાગ-દ્વેષની ઉપાધિ નથી પણ તે ક્યારે? કે પૂર્ણ શુદ્ધતાની દૃષ્ટિએ અમુક રાગ-દ્વેષ કષાયનો ઘટાડો કરીને સાચી શ્રદ્ધા લાવે ત્યારે. પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com