________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અમને કાંઈ ખબર ન પડે, એમ કર્મનો પોકાર કરનારા પોતાને જ ભૂલીને વાત કરે છે. કર્મનો પોકાર મોટો અને આત્મામાં કાંઈ માલ નહિ એમ તેઓ માને છે. પણ સત્ય પુરુષાર્થ ઉપર આવીને ગુલાંટ મારે કે હું મોટો અને મારામાં અનંત કેવળજ્ઞાન શક્તિ છે, બેહદ શક્તિથી દરેક સમયે ભર્યો પડ્યો છું, સ્વાધીન છું, કર્મ જડ તે જ્ઞાનીને કેમ રોકે ? હમણાં હું સ્વભાવ પ્રગટ કરીશ એવી જેને પ્રતીતિ નથી તેને પુરુષાર્થ હોય નહિ. જ્ઞાની બધું જયવંત દેખે છે. લાખ મણ ખડ (ઘાસ) હોય, તેમાં અગ્નિ શબ્દ લાખ વાર બોલે કે અનંત મણ અગ્નિ નાખું છું-એમ કાગળમાં લખો, વાંચો તો ઘાસ બળે નહિ, પણ સાચી અગ્નિનો કણિયો નાંખો તો બળે. તેમ આત્મા જેવો સર્વજ્ઞ ભગવાને પૂર્ણ શુદ્ધ કહ્યો છે તેની પ્રતીત પોતાની જાતની ખાતરીથી આવે તો પુરુષાર્થ કામ કેમ ન કરે? પુરુષાર્થ તો જ્ઞાનમાં છે, મન, ઇન્દ્રિય, કાયા, વિકલ્પ, શબ્દાદિમાં પુરુષાર્થ નથી. આ જ શરૂઆતનો એકડો છે. આત્મા શુદ્ધ છે, સ્વાધીન છે, અસંગ છે, અબંધ છે, આ વાતની હા પાડવી લોકોને કઠણ પડે છે. બંધવાળો, ઊણો, હીણો, વિકારી માનવો છે અને જે જાતની વિધિનો પુરુષાર્થ જોઈએ તે કરવો નથી. જ્ઞાનાવરણાદિકર્મ એની મેળે ટળે તો શક્તિ પ્રગટ થાય, એવું નિમિત્તાધીનપણું માનીને અંતરજ્ઞાનના પુરુષાર્થહીન થનારા અને આત્માને બંધવાળો કે વિકારી માનનારા મિથ્યાષ્ટિ છે. શુદ્ધ આત્માની શ્રદ્ધા અને પુરુષાર્થ સાથે જ હોય, તેની વાણી પણ પુરુષાર્થહીન ન હોય. જેને પરમાર્થસ્વરૂપની પ્રાપ્તિની શ્રદ્ધા છે તેનામાં કેવો વિવેક જોઈએ? જ્ઞાની પોતે નિત્ય પૂર્ણજ્ઞાનાનંદના લક્ષે નિર્ભય, નિઃશંક હોય છે. | સર્વજ્ઞ ભગવાનનો ભક્ત હોય તેને ભવની શંકા ન હોય. દેવ, ગુરુ, ધર્મ તો વીતરાગ છે, નિર્દોષ છે, તેમની શ્રદ્ધા કરી સર્વશને ઓળખ્યા તેને ભવની શંકા હોય નહિ. યથાર્થ શ્રદ્ધા પછી પૂર્ણ ચારિત્ર થતાં કદી વાર લાગે, જલદી રાગ-દ્વેષરૂપ અસ્થિરતા ન ટાળી શકે, પણ તેને પુરુષાર્થનો નિષેધ હોય નહિ. અને ભવની શંકા હોય નહિ. ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાન દાંડી પીટીને કહે છે કે સર્વ આત્મા સિદ્ધસમ શુદ્ધ છે, તેની જેને શ્રદ્ધા થઈ તેને પોતાથી નિઃસંદેહ ખાતરી થાય છે, કેવળજ્ઞાનીને પૂછવા જવું ન પડે, પોતાની પર્યાય ઉઘાડવા સાધકસ્વભાવનો પુરુષાર્થ પૂર્ણને લક્ષમાં લઈને ઊપડે છે, તેમાં શંકા ન રહે. તેને ભગવાનની નિશ્ચયભક્તિ હોય છે. જેણે ભગવાનની નિશ્ચયભક્તિ કરી તેને ભવ હોય નહિ. જેને ભવની શંકા છે તે મિથ્યાદેષ્ટિ છે. પણ આ કાંઈ ધારણા કરવાની વાતો નથી, ગોખે પાર પાડે તેમ નથી, એ જાતની પાત્રતાથી ગુણ પ્રગટે છે, તે ધર્માત્મા જ્યાં જ્યાં જુએ છે ત્યાં સવળું જુએ છે, અને તેથી જ્ઞાનીનો મહિમા અને પુરુષાર્થ દેખે છે. તે પરાધીનતાનો અંશ દેખતો નથી, તેથી કહે છે કે મેળાપ કરો નહિ અને આત્માર્થને છેદો નહિ. લોગસ્સનાં પાઠમાં “સિદ્ધાસિદ્ધિ મમ દિસંતું આવે છે ત્યાં પૂર્ણ સિદ્ધપદની માંગણી કરે છે. જીવો પૂરું મળવાનું બોલે પણ ભાવમાં ભાસન મિથ્યા હોય તે શું માગે છે તેની તેને ખબર નથી. રુચિમાં ગોઠતું માગે છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com