________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૦]
[૪૦૩ પોતામાં સ્થિર રહી તે જાણે છે કે એની હદ કેટલી? બધાં ટળવા આવે છે. માટે જ્ઞાની સ્વાનુભવથી કહે છે કે તારા પુરુષાર્થને આધીન ભવસ્થિતિ છે. પરમાં અહંપણું-રાગ વર્તે છે તે ભૂલ છે. તારો સ્વાધીન સ્વભાવ કઈ જાતનો છે, તે નિર્ણય લાવ તો જેમ છે તેમ બધું સમજાઈ જાય; કેવળજ્ઞાનીને પૂછવા જવું નહિ પડે. પુરુષાર્થની જ બીજાં ચાર સમવાય કારણો પાકે છે, તેમાં કાળલબ્ધિ આવી ગઈ, કાળ તો જડ છે તે ચેતનની અવસ્થાને પરાણે કેમ પરિણમાવે? નારકી આદિ ભવભ્રમણમાં જવું હોય તો પણ કાળદ્રવ્ય ઉદાસીન સહાય આપેમોક્ષસ્વભાવમાં પરિણમવું (જવું) હોય તોપણ સહાય આપે. માટે ચેતન જાતે જાગે તો જ ગુણ પ્રગટે.
જો ઇચ્છી પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ.” જેને સાચું હિત કરવું છે તેણે પરમાર્થભૂત તત્ત્વ અને તે જાતનો પુરુષાર્થ પ્રથમ સમજવો પડશે, તે સમજ્યા વિના દુઃખનું મૂળ જે વિપરીત માન્યતા તે ટળશે નહિ. જેને નિમિત્ત ઉપર જ વજન છે, એટલે પરના આધાર વિના મારા ગુણ પ્રગટે નહિ, તે પણ નિમિત્તના ઘરની ઢીલી ઢીલી વાતો લાવીને પુરુષાર્થ ઉડાડે છે, જાણે કે આત્મામાં કાંઈ સામર્થ્ય જ ન હોય! ઘણા લોકો તો એવી વાતો સાંભળીને ગળિયા બળદ જેવા થઈ સંસારમાં જ બેસી જાય છે. પુરુષાર્થરૂપી ટાંગાને ભાંગી નાખે છે. એવી વાત સાંભળે કોણ? કેવળજ્ઞાનીએ દેખ્યું છે તેમ થાય છે તેમ કહેવાનો અધિકાર તો સાચો પુરુષાર્થ કરે તેને જ છે; કેમ કે તે અનુભવથી અંદરમાં પરિણમન બદલાવીને કહે છે. જ્ઞાની સમ્યગ્દષ્ટિની વાણી પુરુષાર્થહીન ન હોય. જેને ત્રિલોકીનાથ સર્વજ્ઞ ભગવાન પરમાત્માની શ્રદ્ધા હોય તેને યથાર્થ દશાનો અનુભવ તો હોવો જ જોઈએ. જેણે કેવળજ્ઞાનીને સ્વીકાર્યા તે તો કેવળીની જાતનો થઈ ચૂક્યો, કેવળીને માને તેને ભવ ન હોય. કેવળજ્ઞાની ભગવાને જાણ્યું તેમ જ થવાનું છે એ ન્યાય જો હૃદયમાં બેઠો તો તેની સાથે જ સ્વસમ્મુખ જ્ઞાતાપણાનો પુરુષાર્થ અને વીતરાગદેષ્ટિ હોવી જોઈએ, પણ માત્ર વાતો જ કરે કે આપણને જ કંઈ ખબર પડે નહિ શું કરીએ, અનંતકાળનાં ઘણાં કર્મ પડ્યાં છે તે કેવાં ડોકિયાં કાઢશે? પણ કર્મ આંધળાં જડ-તેની તો પ્રતીતિ, અને ચૈતન્ય ભગવાન દેહદેવળમાં જાગતી જ્યોત બિરાજે છે તેની પ્રતીતિ નહિ, તે કેટલી અજ્ઞાનતા ! એવો ભાવ આવવો જોઈએ કે કર્મનો ઉદય આવશે તો હું આવો પુરુષાર્થ કરીશ કે કર્મનો નાશ કરી બે ઘડીમાં કેવળજ્ઞાન લઈશ. નિમિત્તાધીન તારું ઉપાદાન હોય તો કોઈ કાળે મોક્ષ થાય નહિ, જેને બે તત્ત્વોનું યથાર્થજ્ઞાન નથી તે અન્યથા માને છે. શાસ્ત્રથી-ન્યાયથી વિચારે તો ખબર પડે કે પરમાણુમાં બંધસ્વભાવ છે એને આત્મામાં મોક્ષસ્વભાવ છે, ગમે તેવો પ્રકૃતિનો ઉદય આવે પણ પુરુષાર્થ કાઢીને સર્વ કર્મનો ક્ષય કરું, એવી અપૂર્વ હોંશની વાત લાવને ! તે માટે શ્રીમદ્ કહે છે કે જો તમે સાચો પરમાર્થ ઇચ્છતા હો તો સાચો પુરુષાર્થ લાવો, વાતો નહિ, મનની કલ્પના નહિ.
લોકો કર્મની વાતો કરે છે કે કર્મ સત્તામાં પડ્યાં છે, શું થશે તે જ્ઞાની જાણે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com