________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૨ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
નિમિત્ત આશ્રિત અટકયા છે તે જીવો માત્ર વાતો કરે છે. પુરુષાર્થ કરવાની બુદ્ધિ કરતા નથી. “ભગવાને દીઠું હશે તેમ થશે, તેમના જ્ઞાનમાં જેટલા ભવ દીઠા હશે તેટલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવભ્રમણ થયા વિના મોક્ષ નહિ થાય, જે વખતે કાળલબ્ધિ પાકશે તે વખતે સમ્યગ્દર્શન થશે,” એમ ભાવમાં અને કથનમાં નિમિત્તાધીનતા રાખી પુરુષાર્થ ઉડાડે છે. પુરુષાર્થ રહિત થઈ દ્રવ્યાનુયોગની વાતો કરે તો તે નિશ્ચયાભાસી છે. જેને કેવળજ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારે પડખે સમાન પ્રતીતિ જોઈએ, અને તેણે જ કેવળજ્ઞાનીએ દીઠું એનો સ્વીકાર કર્યો છે. જેણે કેવળજ્ઞાનીને માન્યા છે તેને રાગની રુચિ, કર્તાપણારૂપ અજ્ઞાન હોય નહિ, તેને એવી ઊંધી શ્રદ્ધા પણ ન હોય કે કેવળી ભગવાને મા૨ા ભવ દીઠા છે માટે હવે હું પુરુષાર્થ ન કરું, પુરુષાર્થ તેની મેળે જાગશે, એમ માને તો તે મિથ્યાર્દષ્ટિ છે. શ્રીમદે કહ્યું છે કેઃ- “ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ.” વળી કહ્યું છે કે ઃ
ર
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાયી; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ”
,,
કોઈ કહે છે કે અનંત વાર નવ વાડે બ્રહ્મચર્ય પાળ્યું પણ કાંઈ હિત થયું નહિ, પણ તે મિથ્યા માન્યતા છે. અહીં તો પુરુષાર્થ સહિત સમ્યજ્ઞાન અને બ્રહ્મચર્યની વાત છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાનબળનો પુરુષાર્થ જ્યાં વર્તે છે ત્યાં બ્રહ્મચર્યનો ગુણ પ્રગટે જ. એમ જ્ઞાની પોતાના ઉપાદાનના પૂર્ણ સામર્થ્યનું બળ પોતાની શક્તિમાં જુએ છે. ત્યારે અજ્ઞાની ઉપાદાનને ભૂલીને અનંત કાળનાં કર્મ કેમ તૂટે, એ આદિ પરાશ્રિતબુદ્ધિ વડે નિમિત્તાધીન રહી, પુરુષાર્થ રહિત થઈ આત્માર્થને છેદે છે. કાળમીંઢ પથરા પણ તૂટી જાય છે, તો એ જડ પ્રકૃતિનાં મડદાંનો શું ભા૨ છે કે ચેતનને તે અટકાવી શકે? ગમે તેવો ઉદય આવે તે જ્ઞાનમાં દેખાય. જેમ અરીસામાં લશ્કર દેખાય તેમ જ્ઞાનમાં પુદ્ગલના વર્ણાદિ કે રાગાદિનો વેશ દેખાય, તેમાં રાગ-દ્વેષ શા માટે થાય ? લોકોને ઊંધી માન્યતાનાં પોષણ બહુ મળેલાં છે તેથી જ્યાં-ત્યાં પરાધીનતાને જ દેખે છે, અનંત શક્તિવાળા પૂર્ણ ચૈતન્યભગવાનનો મહિમા દેખતા નથી. અત્યારે પણ ધર્મકાળ છે. કાળ તો જડ પદાર્થ છે, પણ એક દેહ કરીને મોક્ષે જઈ શકાય એવો ધર્મકાળ (સ્વકાળ-સ્વભાવ-પરિણામ ) આ કાળે પણ છે. લોકોને ઊંધી ગણતરીથી કામ કરવું છે, પણ તેનો મેળ ત્રણકાળમાં બેસે તેમ નથી. પુરુષાર્થ કરવો નહિ ને વાતો કરવી કે જ્ઞાની જાણે, આપણાથી કાંઈ નિર્ણય ન થાય; કેવળજ્ઞાન થાય ત્યારે જણાય. આમ શંકામાં રહી ઊંધો નિર્ણય કરવાથી આત્મજ્ઞાન ન થાય; પણ જ્ઞાની ધર્માત્મા પુરુષાર્થ વડે તેવો યથાર્થ નિર્ણય પૂર્વાપર વિરોધ રહિત કરી શકે છે, અને એક-બે ભવમાં મોક્ષદશા પોતાને વિષે પ્રગટ થવાની છે એમ નિઃસંદેહ તત્ત્વમાંથી નિઃસંદેહ સાક્ષી લાવે છે. આત્મા સામે જોના૨ને જડધર્મ સામે જોવાનું રહેતું નથી. કર્મનો ગમે તેવો ઉદય આવે પણ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com