________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૦]
[૪૦૧ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ.” નિમિત્ત આધીન વૃત્તિવાળા ઘણા ચોફાળ ઓઢીને પોક મૂકે છે કે આ કાળમાં જ્ઞાની ન ઓળખાય. શું કરીએ? પંચમકાળ છે, અંતરાયકર્મનું ઘણું જોર છે, ઢાંકયા કર્મની કોને ખબર? મોહનીયકર્મ મારગ આપે ત્યારે પુરુષાર્થ જાગે, માટે આપણે તો કંઈ કરીએ તો પામીએ. એ રીતે દેહાદિ કે પુણ્ય આદિની ક્રિયા કરવામાં ઉત્સાહ લાવનારાઓ ધર્મના નામે મૂઢતાનું પોષણ કરે છે. કદી પાપાનુબંધી પુણ્ય બાંધે તેનું ફળ શું? સંસારમાં જે મોટા કહેવાય છે તે પુણ્યથી મોટા છે. પણ સંસારનો મોટો એટલે લૌકિકમાં મોટો; ધર્મમાં મોટા તે ધર્માત્મા. જ્ઞાની તથા ચારિત્રવંત પોતાના સ્વજાતિના પુરુષાર્થથી થવાય છે. સંસારમાં દુર્ગુણો પુણ્યના યોગે કદાચ બહાર ન પણ દેખાય, પણ આ પરમાર્થમાં તો અલ્પ ભૂલ પણ નભી શકે નહિ. માટે આ નિર્દોષ ધર્મ માર્ગમાં તો ગુણે મોટા તે મોટા છે, પુણ્ય મોટા તે મોટા નહિ.
આત્મધર્મ તે લોકોત્તર માર્ગ છે, આત્મધર્મમાં કોઈને પુણ્યથી મોટો કહેવો તે અન્યાય છે. સંસારનાં પુણ્ય તે અજીવનું ફળ છે, પુણ્ય સાથે ગુણને સંબંધ નથી. બહારથી યશકીર્તિ હોય તે નામકર્મની શુભ પ્રકૃતિનો ઉદય છે, તે ધર્મનું લક્ષણ નથી. આડી અવળી ખતવણી કરશે તેનું ઊંધું પડશે. ધર્માત્માની પણ કોઈ નિંદા કરે તેથી તેમને કાંઈ બાધા નથી. કોઈ ધર્માત્મા પાસે પુણ્યનો યોગ હોય તો પણ તે પુણ્યથી તેમની કિંમત નથી. પુણ્યમાં અને ગુણમાં પૂરા તો સાક્ષાત્ તીર્થંકર ભગવાન છે. ધર્માત્માને પાંચમે ગુણઠાણે અપયશ-કીર્તિ અને અનાદેય કર્મનો બાહ્યથી કદાચ યોગ દેખાય, પણ અંતરમાં વેદન નથી. કારણ કે તેમને અશુભ નામકર્મની દુર્ભગ, અનાદેય, અપયશ કીર્તિનો ઉદય નથી. આ વિષય ઝીણો છે. કોઈ ધર્મી જીવને બાહ્યમાં અપયશ, તિરસ્કાર અને પાપનો ઉદય પણ હોય છતાં તેનો સ્વીકાર અંતરમાં તો આવે જ નહિ, એવો જ્ઞાનીને અંતરંગસ્થિરતાનો શાંત સમાધિરૂપ પુરુષાર્થ વર્તે છે. પાંચમા ગુણસ્થાનવાળો શ્રાવક કદી બે આનાની મજારી કરતો દેખાય છતાં અંતરસ્વભાવના મહાસુખમાં તૃત છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પણ તેની શાંતિ અધિક છે, અંદરની શાંતિ છે, આનંદની સ્થિરતા છે, તથા સમાધિસ્વરૂપની બળવાન ભાવના અધિક છે, તેથી તે સર્વાર્થસિદ્ધિના દેવોથી અધિક સુખી છે.
સંસારમાં પુણ્યની પ્રધાનતા છે અને ધર્મમાં ગુણની પ્રધાનતા છે. તેથી જ્ઞાની પુણ્યથી દૂર રહીને તેમાં સ્વામીપણે ન ભળતાં નિઃસ્પૃહપણે જાણે છે, અને અજ્ઞાની તેમાં તલ્લીન થાય છે. પુણ્ય એક તત્ત્વ છે, પુણ્યથી જ્ઞાની ન થવાય, એટલે કે તેનાથી આત્માનું હિત ન થાય. જે જીવ પુણ્યવૈભવ, યશકીર્તિ ઉપર જુએ છે તે જીવ-અજીવનાં લક્ષણની જુદાઈ નહિ સમજનારો હોવાથી અજ્ઞાની છે. જ્ઞાનીને હિત-અહિતનો યથાર્થ વિવેક હોય, જે કંઈ પુણ્ય-પાપના સંયોગ છે તેને તે જાણી લે છે, ગમે તેવા સંયોગ હોય પણ જ્ઞાની નિર્દોષપણે તેને જાણ્યા જ કરે. જાણવામાં અટકવું હોય નહિ, પણ જે જીવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com