________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪00]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જિતેન્દ્રિયપણું એ ગુણો જોઈએ. હિત-અહિતની પરીક્ષા કરતાં શીખવું પડે. સંતની પરીક્ષા થયે સત્નો આદર થાય, અને તો જ ધર્માત્માનો ઉપકાર સમજી શકાય. અને ત્યારે પોતાના ગુણનું બહુમાન આવે. વર્તમાનમાં જ અપૂર્વ શાન્તિ પ્રગટે, કોઈને પૂછવા જવું ન પડે. || ઇતિ ||.
તા. ૨૭-૧૧-૩૯, રાજકોટ-આનંદનિકેતન] ૧૨૯મી ગાથા ચાલે છે. તેનો ભાવ એ છે કે:- સદ્દગુરુની આજ્ઞા, તેનો વિચાર અને યથાર્થ સ્વરૂપનું ધ્યાન એ જેમ છે તેમ સેવન કરે તો અંતરમાં મોક્ષસ્વભાવ શક્તિરૂપે છે તે પ્રગટ થાય. ૧૨૯ હવે સત્ય પુરુષાર્થ કરવાનું કહે છે :
જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માથે. ૧૩) આત્માનો પરમ અર્થ એટલે સાચો પરમાર્થ ઇચ્છતા હો તો સાચો પુરુષાર્થ કરો, સાચો પુરુષાર્થ આત્મા જાતે કરે તો થાય તેમ છે; કોઈના આશીર્વાદથી કલ્યાણ નથી. પર નિમિત્ત મને રાગ-દ્વેષ કરાવે કે ગુણ કરાવે તેમ પણ નથી. જો ખરેખર પરમાર્થને ઇચ્છતા હો તો ચેતનની જાતનો યથાર્થ પુરુષાર્થ લાવો. એ પુરુષાર્થ જ સ્વજાતિનો વીતરાગી વ્યવહાર છે; તેમાં પુણ્યપાપના શુભ-અશુભ પરિણામની ગંધ નથી. માત્ર સ્વસમ્મુખ જ્ઞાનના પુરુષાર્થને જ જ્ઞાનીઓએ પરમાર્થભૂત વ્યવહાર કહ્યો છે. તે પુરુષાર્થ વડે જ આત્માની પવિત્ર આનંદદશા ખીલે છે, માટે એવો અદ્ભુત પુરુષાર્થ કરો. તે કાંઈ મન, વાણી, દેહની ક્રિયામાં નથી. સત્ય પુરુષાર્થ આત્માને આધીન છે. જ્ઞાનમાં જ્ઞાનનું કામ કરવું છે. બાહ્યનું કાંઈ કરવું એ ચેતનનું કાર્ય નથી. આત્મા સદાય ચિઠ્ઠન જ્ઞાનમાત્ર છે. અરૂપી જ્ઞાન જ જીવનું નિશ્ચય શરીર છે, તેનો પ્રયત્ન જ્ઞાનમાં જ વધે છે, તેનું સાધન જ્ઞાનમાં છે. સદ્ઘાણી, સશાસ્ત્ર, સભક્તિ વડે એટલે કે સદ્ઘાણી દ્વારા કહેલ શુદ્ધાત્માના મનન. ચિંતવન વડે સર્વ વિરોધ રહિત સાચી શ્રદ્ધા થઈ શકે છે. જ્ઞાનમાં જ સ્થિરતારૂપ ચારિત્ર છે. લોકો શુભ પરિણામને ધર્મ માને છે પણ તે જાઠી વાત છે. પૂર્વે ભૂલભાવે જેવો ઊંધો ભાવ કર્યો હતો તેવો જ સવળો થઈ, સત્સમાગમના ટચમાં આવે તો, સવળો પુરુષાર્થ જે આત્મામાં છે, તે પ્રગટ કરી શકાય છે. શ્રીમદ્ કહે છે કે આત્માનું સાચું સુખસ્વરાજ્ય જોઈતું હોય તો તારા આત્માની અંદરનો પુરુષાર્થ કર. કેવળ નિરુપાધિક શુદ્ધ આત્મતત્ત્વ છે તેમાં જ્ઞાન, આનંદ સિવાય કંઈ નથી. તે સ્વાધીનતાનો સ્વીકાર તે સાચી શ્રદ્ધા છે. તેનું પરથી જુદાપણાનું જ્ઞાન અને રાગ-દ્વેષ રહિત શ્રદ્ધા-જ્ઞાનપૂર્વકનું વર્તન (ચારિત્ર) તે સાચા જ્ઞાનથી થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com