________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અને સ્વભાવે સિદ્ધ સ્વયં આત્મામાં વિસ્તાર છે. અત્રે જે પ્રકારે શ્રી સદ્ગુરુનું માહાભ્ય કહેવામાં આવે છે તેમાં જરાય અતિશયોક્તિ નથી. આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાયે, જે જે વસ્તુસ્થિતિ છે તે સમજાય, તેમાં વિરોધ ન આવે. ધર્માત્મા (સાધક ) ગુરુભક્તિ વિશેષપણે કરે છે, કેમ કે તેમને હજી પ્રશસ્ત રાગ છે. તે રાગની દિશા બદલાવી છે. સની પ્રીતિ આગળ અને ભૂંસી નાખ્યું છે, દૃષ્ટિમાં સંસારનો અભાવ વર્તે છે, માત્ર મોક્ષમાર્ગમાં પ્રયાણ છે, સંસારનો (ભવનો) અવકાશ નથી, એવો સાધકભાવ પૂર્ણતાના લક્ષ ઉછાળીને કહે છે કે “ત્રિકાળ જયવંત વર્તે શ્રી સદ્ગુરુરાજને નમસ્કાર હૈ.” પોતાનો વિતરાગભાવ જયવંત વર્તાવીને ગયા છે. શાસનને નભવું છે માટે એવા પુરુષો પાકે જ, અને તેને ઓળખનારા પણ જાગે જ. પાંચમા આરાના છેડા સુધી જ્ઞાનીનો સદ્ભાવ છે, માટે જ ત્રિકાળ જયવંત વર્તે છે. સંસારમાં લખાય છે કે “ચિરંજીવી હો,” તેનું ચિરંજીવપણું તો દેહના નિમિત્તે છે, પણ આ અવિનાશી ચૈતન્ય નિત્યમાંથી જાગ્યો એવો નિજસ્વરૂપ આત્માનો સધર્મ તે વિશ્વમાં જયવંત વર્તે છે. “ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર છે. પ્રણમું પદ તે વર તે જય તે.” એમ “પ્રણમી શ્રી ગુરુરાજકે પદ, આપ-પરહિત કારણે, જયવંત શ્રી જિનરાજવાણી કરું તાસ ઉચ્ચારણું.”
“ભવભીત ભવિક જે ભણે,
ભાવે સુણે સમજે શ્રદ્ધ.” સભૃતનો અભ્યાસ કરે, ગાય, ભાવના કરે, સાંભળે સમજે અને માને તેનું ફળ સમ્યગ્દર્શન છે. જેવું શુદ્ધ આત્મસ્વરૂપ પરમાર્થે છે તેવું માનવું એ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રની અભેદતા (એકતા) લહી, પોતાના શુદ્ધ સ્વભાવમાં પૂર્ણ સ્થિરતા સાધીને જીવ નિજપદને પામે છે. શ્રીમદ્ભા પુસ્તકમાં ઘણી અર્થસૂચક ગંભીરતા ભરી છે, તેમાં “પ્રાયે” “મુખ્યપણે” વગેરે શબ્દો છે. તેની અપેક્ષા સાધારણ જીવને ન સમજાય તેવું પણ કોઈ ઠેકાણે આવે છે. માટે સત્સમાગમથી વાંચવું વિચારવું. શ્રી કુંદકુંદ આચાર્યકૃત “પંચાસ્તિકાય' ટૂંકી ભાષામાં, અદ્ભુત ભાવ ગ્રહીને શ્રી રાજચંદ્રજીએ સૂક્ષ્મબુદ્ધિથી લખ્યું છે, દ્રવ્યસંગ્રહની ગાથાનો અર્થ પણ લીધો છે. એમ મહાન આચાર્યોનો અનુભવ પોતે પોતાની નોંધમાં ટપકાવી લીધેલ છે, અને વાંચનારને સુગમ પડે એવી રચના બની છે, છતાં તેમની વાણીમાં એટલું બધું ગૂઢપણું છે કે તેમાં “પ્રાયે” એટલે “કથંચિત્' (સાપેક્ષપણે) સમજવાનું ઘણું હોય છે. તે સમજવા માટે મધ્યસ્થતા અને વિશાળબુદ્ધિ જોઈએ, જો આગળ-પાછળની સંધિ, અપેક્ષા મેળવ્યા વિના કોઈ વાંચે તો ભાવમાં સંધિ તૂટી જાય અને સરખો મેળ બેસે નહિ. માટે સત્સમાગમે વાંચવા-વિચારવા ભલામણ છે. શ્રીમદે તો મનુષ્ય જીવનમાં પોતાનું સુકૃત્ય કર્યું અને આત્માની અખંડ સમાધિ લઈને ગયા છે, તેમ જે કોઈ મુમુક્ષુ પોતાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com