________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯]
[ ૩૯૭ અપાર છે. “આરૂષ્મ બોહિલાભ” ભવરોગ રહિતની ભાવસમાધિ મને આપો, એમ કોણ કહે ? જે સમજ્યો હોય કે મારામાં મળ, મેલ, કે રોગ નથી. હું શુદ્ધ સિદ્ધસમાન છું એમ સમજીને ઉપકારી સદ્ગુરુની ભક્તિવડે પુરુષાર્થને ઉપાડે છે. નિયમસારમાં નિર્ચન્દમુનિશ્રી પદ્મપ્રભમલધારિદેવ સદ્ગુરુનો મહિમા કરતાં ભક્તિરસની છોળ ઉછાળે છે, પોતે મહા પવિત્ર, નગ્ન દિગમ્બર નિગ્રંથમુનિ હતા છતાં કહે છે કે હે સદ્ગ! હે નાથ! આપે અનંત ઉપકાર કર્યો છે. ગુરુના ચરણકમળ વિના શુદ્ધ આત્મધર્મ કેમ પ્રગટે? કેવળજ્ઞાન કેમ પ્રગટે?
આ પંચમકાળમાં સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્માના વિરહ પડયા. ભગવાન કુંદકુંદાચાર્ય જેવા ધર્માચાર્યના સત્સંગ બહુ દુર્લભ થયા. આવા દુષમકાળમાં જ્ઞાનીને નહિ ઓળખનાર લોકો નિંદા કરે છે કે શ્રીમદે જગતમાં પૂજાવા માટે બધું લખ્યું છે. અરેરે ! કેટલી અધોમુખદશા ! જ્ઞાનીને તેની દયા આવે છે કે અરે! તે બિચારા મહામોહને વશ સ્વયં અપરાધી થાય છે. જેમ ઊંધો ઘડો હોય તેની ઉપર બધા ઘડા ઊંધા જ આવે, તેમ જેને અસત્નો આદર છે, ઊંધી શ્રદ્ધા છે તે શાસ્ત્ર વાંચે તોપણ તેમાંથી અવળું કાઢે. જગત ત્રણેકાળ રહેવાનું છે, જ્ઞાની બધું સમજે છે, છતાં સર્વ જીવો ધર્મ પામી જાય એવી ધર્માત્માને અંતરકણા થઈ જાય છે, એટલે કે મારો આત્મા જલદી પૂર્ણ પવિત્ર પદને પામી જાઓ. સંસારના જીવો પ્રત્યે સમાન કરુણા છે. સની નિંદા કરનાર-ભૂલ કરનાર તો તેની ક્ષણિક લાગણી છે, પણ પરમાર્થે તે આત્મા પણ સિદ્ધ જેવો છે, એમ નિષ્કારણ કરુણા આવે છે. જ્ઞાની તેને વર્તમાનમાં જ દુઃખી દેખે છે, અને કહે છે કે-ભાઈ! તારી ઊંધાઈનું ફળ તું વર્તમાનમાં દેખી શકતો નથી, પણ ભવિષ્યમાં તારું દુઃખ તું કોઈને બતાવી પણ નહિ શકે, તેથી દયા આવે છે. ગુરુભક્તિનો મહિમા-“ગુરુભક્તિસે લહે તીર્થપતિ પદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ, ત્રિકાળી જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ” સત્પની ભક્તિ તે
સ્વરૂપભક્તિ છે. તે કેવી હશે? શાસ્ત્રમાં કહ્યું છે કે તીર્થકરની તથા સદ્ગુરુની ભક્તિ વડે તીર્થકર નામકર્મ બંધાય, તે સર્વોત્કૃષ્ટ પુણ્યનો પ્રભાવ ત્રણે લોકમાં કલ્યાણકારી ગણાય છે. સો ઇન્દ્રો જેમના ચરણો સેવે એવો ગુરુભક્તિનો મહિમા છે. તો પછી સ્વભાવની સ્વરૂપભક્તિની શી વાત? તીર્થકર ભગવાન સર્વજ્ઞદેવ દેવાધિદેવ છે. અઢાર દોષ રહિત છે, ત્રણ લોકના નાથ, પૂર્ણ વીતરાગ જિનેશ્વર ભગવાન છે. તેમને ઉત્કૃષ્ટ પુણ્યનો સંયોગ હોય છે. તેમનું શરીર પરમ ઔદારિક, સ્ફટિક જેવું હોય છે. ઇન્દ્રો આવીને સમવસરણ (ધર્મસભા) ની અલૌકિક રચના કરે છે, આ બધું વારંવાર યુક્તિ-પ્રમાણથી સિદ્ધ કરવા ન બેસાય. આગળ ઘણીવાર કહેવાયું છે માટે શંકા ન કરવી. વર્તમાનમાં પણ પંચમહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાન પરમાત્મા શ્રી સીમંધર પ્રભુ બિરાજી રહ્યા છે. આ, જે જે સ્થિતિ કહીએ છીએ તે સ્થિતિ એમ જ છે, તેમાં શંકાને સ્થાન નથી. તેના ઘણાં પ્રમાણો છે. અને આત્માની સર્વોત્કૃષ્ટ પવિત્ર દશામાં એમ હોવા યોગ્ય છે. તે વિષે શાસ્ત્રમાં વિસ્તાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com